________________
ઝળહળતાં નક્ષત્રો
સ્થળોએ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બેલાપુર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યાં. જીવનનાં અંતિમ વર્ષો મહાનગરી મુંબઈમાં વિતાવીને ૮૪ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૦ ને મંગળવારે રાત્રે ૨-૩૨ વાગ્યે શાંતિપૂર્વકસમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિનશાસનનું એક મહાન પ્રકરણ પૂર્ણ થયું.
સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દૃષ્ટિ ધરાવતા હતા. જૈન–જૈનેતરોમાં ભેદ જોતા નહીં. જૈનધર્મ અંતર્ગત ગચ્છ, મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય માટે તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડોદરામાં અને સં. ૧૯૯૦માં અમદાવાદમાં યોજાયેલાં મુનિસંમેલનોમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં સ્નેહસંમેલન ગોઠવી, લોકોના પરસ્પરના મતભેદો મટાવી, સંપ-સહકારનું
વાતાવરણ રચતા.
સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેઓશ્રીને સુધારક અને ‘સમયજ્ઞ' એવાં વિશેષણોથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને જોડનારા એક વિશિષ્ટ અને સમયદર્શી પુરુષ હતા. આ ત્રણે ક્ષેત્રોના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થો કર્યા. સમાજને નિર્વ્યસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ.
ઉપસંહાર : મહાપુરુષોનાં ચિરત્રો પામવાં સહેલાં નથી. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન દૃષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી સર્વધર્મભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાનુગતિક અનુષ્ઠાનોમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન યુગદૃષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, ધર્મ એટલે માત્ર દેરાસરઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.' પૂજ્યશ્રી સાચા અર્થમાં યુગદૃષ્ટા અને સમયદર્શી આચાર્ય હતા. વર્તમાન સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સદ્ધરતાનાં દર્શન થાય છે તે આવા સમર્થ આચાર્યદેવોને આભારી છે. એવા દિવ્ય, ભવ્ય જીવનથી સ્વ-પરકલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના!
સૌજન્ય : જયંતીલાલ મયાચંદ શાહ પરિવાર, અમદાવાદ-મુંબઈ
Jain Education International
૮૨૫
મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા, શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય વીતરાગશાસનની મહાન વિભૂતિ
પ.પૂ. આ.શ્રી વિજયનેમિસૂરિજી મ.સા.
અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે
વીસમી સદીના સૌથી
મોટા
સૂરિચક્રમાનભર્યું
ચક્રવર્તીનું
સ્થાન
પામનાર જન્મ
પૂજ્યશ્રીનો સૌરાષ્ટ્રની સાહસશૂરી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા (મધુમતી) નગરીમાં થયો હતો. ભાવનગર રાજ્યના એ ગૌરવવંતા બંદરે શેઠ પદ્મા તારાના નામનો આંકડો ચાલતો. એ વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ને દિવસે પનોતા પુત્ર ‘નેમચંદ’નો જન્મ થયો. ચુસ્ત ધર્મપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા– બાપની શીતળ છાયા તથા ત્રણ બહેનો અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે નેમચંદનો ઉછેર થતો હતો. અભ્યાસ પછી તો નેમચંદ સંયમમાર્ગે વિહરવા દેઢનિશ્ચયી બની ચૂક્યા હતા, પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કોઈને કહ્યા વગર ઘર છોડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪૫ના જેઠ સુદ ૭ ના પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નેમચંદમાંથી મુનિશ્રી નેમવિજયજી બન્યા અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને જ્ઞાનોપાર્જનમાં એકનિષ્ઠ બની ગયા.
સં. ૧૯૪૯માં વાત્સલ્યમૂર્તિ ગુરુદેવની શીળી છાયા ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘણો આઘાત લાગ્યો, પરંતુ જ્ઞાન–તપની સહાયે અલ્પ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી.
For Private & Personal Use Only
www.jainelibrary.org