________________
ઝળહળતાં નક્ષત્રો
9૬૫
અને આ બધાના સરવાળા રૂપે બાળકનું ઘડતર થયું.
૨૧ વર્ષની ઉંમરે સં. ૨૦૦૫ના કારતક વદ દસમના શુભ દિવસે મુંબઈ ખાતે એમણે દીક્ષા અંગીકાર કરી ને તેઓ વીતરાગની વાટે ચાલી નીકળ્યા. જીવનનો સાચો રાહ એમને લાધી ગયો. જીવન ધન્યતા અનુભવી રહ્યું.
વાત એમ બની કે મેટ્રિક થયેલા યુવક મનહરને છાત્રાલયમાં યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ વિરચિત ‘યોગદીપક' નામનો ગ્રંથ વાંચવા મળ્યો ને દૃષ્ટિ બદલાઈ ગઈ યુવાનની. મનમાં દીક્ષાની તીવ્ર તાલાવેલી જાગી ને તે યુવાન મનહર પૂ. શ્રી સુબોધસાગર મહારાજનો શિષ્ય બન્યો. આ નૂતન મુનિરાજને નામ અપાયું મુનિ મનોહરકીર્તિ સાગરજી. મુનિ મનોહરકીર્તિ સાગરજીએ જ્ઞાનસાધનાનો આરંભ કર્યો. અને તપોમાર્ગી, સંયમમાર્ગી અને આત્મમા મુનિ શ્રી મનોહરકીર્તિ સાગરજીની જ્ઞાનયાત્રા અતિ વેગવંતી બની. તેઓ સ્વાધ્યાયમગ્ન બની ગયા. અલ્પકાળમાં જૈનદર્શનનું સમગ્ર જ્ઞાન મેળવી લીધું. સંસ્કૃત અને પ્રાકૃતનો ઊંડો અભ્યાસ કર્યો. એમના હૃદયની ભીતરમાં એક સત્ત્વશાળી સર્જક લપાઈને બેઠો હતો. બસ, આ સર્જકને હાથમાં કલમ પકડવાની જવાર હતી.
કોને ખબર, એમના હાથે શરૂ થનારી સર્જનયાત્રા ક્યા કથા માર્ગે વિચરણ કરશે? કેવાં ઊર્ધ્વ શિખરો સર કરશે? જૈન ધર્મ તો મહાસાગર સમો છે. એનું ઊંડાણ તમને હાથ ન લાગે. અંદર પડ્યાં છે મબલખ મોતી, પણ એ માટે મરજીવા બનવું પડે. ડૂબકી લગાવવી પડે. જીવની પણ પરવા કર્યા વગર ઊંડાણમાં જે ઊતરે, તે ભરે મોતીથી મુઠ્ઠી! કિનારે ઊભા રહીને તમાશો જોનારા પસ્તાય. અંદર પડેલ જીવાત્મા મોતીઓથી મુઠ્ઠી ભરીને બહાર આવે.
પણ જ્ઞાન સાગરનાં મોતી મુઠ્ઠીમાં પકડવાનું કાર્ય અધરું છે, કારણ કે એમાં ડૂબવાનું છે, અગાધ ઊંડાણમાં સરકવાનું છે; જીવસટોસટનો ખેલ ખેલવાનો છે, મોહ માયાનો પરિત્યાગ કરવો પડે. | મુનિમાંથી આગળ વધતાં વધતાં આજના પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત બનેલા પૂ. શ્રી મનોહરકીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજ તો ખમતીધર સર્જક છે. શબ્દોનાં મોતી પકડનારા છે. અંતરમાં પડેલી ઉત્તમોત્તમ કથાઓને કંડારનારા છે. સરળ ભાષા ને સહજપણે સરી પડતા શબ્દો.
લખાણમાં ઊંચાઈ પણ એટલી જ અને ઊંડાણ પણ એટલું જ, છતા વાંચનારના લખાણના ભાર ન લાગ. ઝરણું વહ એમ કથા વધે જાય. જ્ઞાનદૃષ્ટિ ખૂલતી જાય. મન પ્રફુલ્લિત બનતું જાય. સરળતા છતાં શ્રેષ્ઠતા. ચોટદાર સંવાદો અને હૃદયને સ્પર્શી જતો શબ્દપ્રવાહ.
તેઓશ્રી ઉત્કટ ચારિત્રનાં આરાધના અને જ્ઞાનસાધના કરતાં કરતાં સં. ૨૦૧૬ના મહા વદ પાંચમના શુભ દિને જૂના ડીસા નગરમાં ગણિ–પંન્યાસ પદ પામ્યા ને અનેકવિધ રીતે શાસનપ્રભાવના કરતાં કરતાં પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજાએ તેમની સવિશેષ યોગ્યતા જાણી અમદાવાદમાં સાબરમતી ખાતે સં. ૨૦૩૧ના મહાસુદ પાંચમે તેમને આચાર્યપદથી અલંકૃત કર્યા.
પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુર્વાશામય છે. ગુરુજીને સંપૂર્ણપણે સમર્પિત થયેલું છે. ગુરુનો શબ્દ એ એમનો શબ્દ છે. જ્યારે જુઓ ત્યારે.
પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પૂ. પંન્યાસશ્રી સુદર્શનકીર્તિસાગરજી મહારાજ, મુનિશ્રી અનંતકીર્તિસાગરજી મહારાજ, મુનિવર્યશ્રી શાંતિસાગરજી મહારાજ, વ્યાખ્યાન વાચસ્પતિ પંન્યાસ પ્રવર પૂ. શ્રી ઉદયકીર્તિસાગરજી મહારાજ(હાલ આચાર્ય), મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગરજી મહારાજ તથા મુનિ શ્રી વિદ્યોદય કીર્તિસાગરજી મહારાજ શોભાયમાન છે.
પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજની સર્જનયાત્રા વણથંભી આગળ વધતી રહી છે. આજ દિન સુધીમાં અંદાજે ૬) કરતાં પણ વધારે ગ્રંથોનું આલેખન એમની યશસ્વી કલમ દ્વારા સંપન્ન થયું છે. એમની પ્રવાહી અને પ્રાસાદિક શૈલીને કારણે એમનાં ગ્રંથોનું વાચન કરનારો વર્ગ ખૂબ વિશાળ છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચાયેલ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં જીવનચરિત્રો સરળ અને પ્રાસાદિક ગુજરાતી ભાષામાં ઉતારવાનો સંકલ્પ પૂજ્યશ્રીએ કર્યો હતો. એમની નેમ હતી કે આ તીર્થકર ચરિત્રોનાં અલગ અલગ પુસ્તકો બને. માત્ર સંકલ્પ કરવાથી કામ બનતું નથી, પણ પૂજ્યશ્રીનો સંકલ્પ ગજવેલ જેવો હતો. એમણે આ મહાકાય કાર્ય તરત જ આરંભી દીધું ને તૈયાર થઈ ગયાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં ચોવીસ પુસ્તકો
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org