________________
૩૬૪
શ્રીપાલ મહારાજા, શ્રી મયણાસુંદરીએ શાશ્વતા નવપદજીની આરાધના કરી હતી તે પ્રાચીન સ્થળનો જીર્ણોદ્ધાર કરાવનાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા દ્વારા સંસ્થાપિત શ્રી સિદ્ધચક્રારાધનતીર્થે તામ્રપત્ર સટીક આગમમંદિરની રચના થઈ.
પોતાના જન્મસ્થાન જેતપુર (મહેસાણા) મુકામે ૩ચાતુર્માસ કરી ગ્રામવાસીઓને સેંકડોની સંખ્યામાં જૈન બનાવ્યા. તેઓની સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવંતનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય બનાવરાવ્યું અને અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ ઉજવાયો.
પરમાત્મા મહાવીરદેવના સમયે વિદ્યુન્માલી દેવ દ્વારા ગૃહસ્થજીવનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં ધ્યાનારૂઢ રહેલા પ્રભુની પ્રતિમાજી બનાવી હતી જેની ઉદય રાજર્ષિ દ્વારા નિત્ય પૂજા થતી હતી. કાળક્રમે તે પ્રતિમાજી ઉપલબ્ધ ન રહી તેના જેવા જ મહાવીરની સપ્રમાણ કાયાયુક્ત પંચધાતુમય બે પ્રતિમાજી નિર્માણ કરાવ્યા. પ્રથમ પ્રતિમાજી પાલિતાણા જંબૂદ્વીપ મધ્યે મૂળ જિનાલયની ભમતીની પાછળ નૂતન શિખરબદ્ધ જિનાલયમાં સ્થાપન કરાવ્યા. તેમજ બીજી પ્રતિમાજી પૂનાકાત્રજ શ્રી વર્ધમાન જૈન આગમતીર્થે સ્થાપિત કર્યા.
ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ-પૂનાના સુવર્ણ આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સોનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે! તેઓશ્રીની આ મનોભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી.
સંવત ૨૦૬૬ના ફાગણ સુદ-૧ના મંગલદિને પ્રવર્તમાન સાગર સમુદાયના યોગ-ક્ષેમની જવાબદારીભર્યું નેતૃત્વ તેમને ગચ્છાધિપતિપદ અર્પણ કરી સોંપવામાં આવી. ૯૧ વર્ષની જૈવયે પણ સંઘ-શાસન-સમુદાયની સતત સેવામાં તત્પર પૂજ્યશ્રીની આંતરીક ખુમારી યુવાનને પણ શરમિંદા બનાવી દે તેવી છે.
પૂજ્યશ્રીની પુન્યપ્રભાવકતામાં ગરવા ગિરારતીર્થના સમીપે આવેલા ઓશમ પહાડની તળેટીમાં ઢંકગિરિતીર્થમાં શ્રી સિદ્ધચક્ર યંત્રમય જિનમંદિરની ઐતિહાસિક પ્રતિષ્ઠા સંવત
૨૦૬૬ના વૈશાખ સુદ-૬ના મંગલમૂહુર્તે થવા પામેલ. જે
Jain Education International
જિન શાસનનાં ઇતિહાસનું નજરાણું છે. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને !
સૌજન્ય : પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવાર તરફથી
ગુર્વાશાના અજોડ ધારક, બારડોલીના પનોતાપુત્ર, ખમતીધર સાહિત્યસર્જક પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.
ગુજરાતના સપૂત સરદાર પટેલને યાદ કરો એટલે બારડોલી યાદ આવે. બારડોલી નજર સમક્ષ ખડું થઈ જાય. બારડોલીનો આખોય નકશો આંખ સમક્ષ રમી રહે. બારડોલીની સડકો અને પહોળા પહોળા માર્ગો આંખ આગળ ઊંચકાય. બારડોલીનાં કતારબંધ મકાનો, વાણિયાવાસની મેડીઓ અને પાટીદારોનાં ટ્રેક્ટરો નજર સમક્ષ રચાઈ જાય. સરદાર પટેલવાળા પેલા બારડોલીના સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ તે જ આ નગરી. પણ સમયના વહેણ સાથે સંદર્ભો પણ બદલાતા હોય છે. સરદારવાળું બારડોલી ક્યારે કોઈ દિવ્યાત્માના નામ સાથે પણ સંકળાઈ જાય.
કોને ખબર કે જિનશાસનને ઉજાળનાર જ઼િનધર્મની ઉજ્જ્વળ પરંપરામાં ઉજમાળી યશકલગીઓ ઉમેરનાર અને સંયમજીવન દ્વારા પ્રશાંતપણે આગળ વધી, પોતાના તપોભૂત જીવનમાં પોતાની દિવ્ય કલમ દ્વારા ઉત્તમ સાહિત્યિક કૃતિઓ જગતનાં ચરણે ધરનાર એક દિવ્યાત્મા રૂપી છોડ આ જ ભૂમિમાંથી પાંગરશે? કોને ખબર? કોણ જાણી શકે?
સંવત ૧૯૮૪ની સાલ હતી. ભાદરવા સુદ એકમનો શુભ દિન હતો. ધર્મપ્રેમી શ્રાવક નગીનદાસભાઈ શાહનું ઘર હતું. ત્યારે એ શુભ ઘડીએ એમનાં ધર્મપત્ની કમળાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું મનહર. બસ, આ બાળક મનહર એ જ પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિ મહારાજ.
તેમણે બારડોલીમાં જ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું. બચપનથી જ એમની ગ્રહણશક્તિ ખૂબ તેજ. બાળક મનહરને બાળપણથી જ ધર્મ અને તપ પ્રત્યે અભિરુચિ. પિતા નગીનદાસભાઈ અને માતા કમળાબહેને સિંચેલા ધાર્મિક સંસ્કાર અને બાળક સ્વયંના અંતરમાં પ્રગટેલો ધર્મનો દીવો
For Private & Personal Use Only
www.jainelibrary.org