________________
૭૪૨
સંઘ-ગોડીજી જૈન ઉપાશ્રય, પાયધુની–મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્ર-નાયક સૂરિવરની પૂણ્ય નિશ્રામાં ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવો, નાના મોટા ૧૩ છ'રીપાલિત સંઘો અને અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપનાઓ દ્વારા શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો થયાં. * ડભોઈમાં દેવચંદ ધરમચંદની પેઢીની સ્થાપના કરી. * સિહોર જૈનસંઘના કાયમી ઝઘડાનું સમાધાન કરાવી શ્રી સંઘની પુનઃ સ્થાપના કરી. (૧૧) સંયમના અવિહડ રાગી સૂરિવરની પ્રેરણાથી ૩૦૦થી વધારે ભવ્યાત્માઓએ ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યંત શાશ્વતી નવપદજીની ઓળીની આરાધના દૃઢતાપૂર્વક કરી. પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રતિવર્ષ સામુદાયિક વિધિપૂર્વક ચૈત્રી ઓળીની આરાધના કરાવવા સાગર-સંસ્કરણ નામના ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવી. (૧૩) સમ્યજ્ઞાનની પર્યુપાસના પૂજ્યશ્રીના જીવનનો અવિનાભાવિ અંશ છે. તેઓશ્રી ૮૨ વર્ષની જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકોને ધર્મમાર્ગે પ્રેરતા, શ્રમણ-શ્રમણીઓને વાચના આપી સંયમમાર્ગે સ્થિર કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના શાસનશણગાર સૂરિવર સ્વપર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં અમદાવાદમાં અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું ગુરુમંદિર આજે વીતરાગ સોસાયટીમાં સુંદર શોભી રહ્યું છે! કોટિ કોટિ વંદન હજો એ સમર્થ સૂરિવરને!
કરતા
સૌજન્ય : પ. પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી. સાગર પરિવાર તરફથી
ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી પ્રગટેલી અનોખી પ્રતિભા : સમર્થ તર્કનિપુણ, પૂ. આચાર્યશ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી
મ.
Jain Education International
મહત્તા
જીવનની જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, માતા-પિતાના સંસ્કાર–સિચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે છે, પનપે છે અને સંસિદ્ધ થાય છે, તેનું ગરવું
જિન શાસનનાં
દૃષ્ટાંત પૂ. આ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ છે. તેમનો જન્મ નિસર્ગશ્રીથી શોભતી, ગગનચુંબી જિનાલયોની ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા છોટાલાલ અને માતા પ્રસન્નબહેનને ત્યાં સં. ૧૯૭૨ના જેઠ સુદ પાંચમે થયો હતો. જન્મનામ બાલુભાઈ હતું. શૈશવકાળથી જ પ્રેમપ્રપૂર્ણ વ્યક્તિત્વથી તેઓ અનેકોના વહાલા બાલુડા બની ગયા હતા. તેમની તેજનીતરતી આંખો, તેજસ્વી લલાટ, સુડોળ દેહસૌંદર્ય પ્રથમથી જ મહાનતાનો પરિચય કરાવતા હતા. ધર્મભાવનાના બીજાંકુરો તો પૂર્વ ભવથી પ્રગટી ચૂક્યા હતા, તેમાં શીલવતી માતાએ અને સૌજન્યશીલ પિતાએ સંસ્કારસિંચન કર્યું. બાળપણથી જ પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પ્રિય હતાં. એમાંથી બાલુકુમારના વૈરાગ્યના ભાવ સાકાર થવા માંડ્યા. સંસારની અસારતા સમજાઈ. સંયમજીવનની સાર્થકતા આકર્ષી રહી, પરંતુ માતા પ્રસન્નબહેનનો પ્રેમ અત્યંત સંવેદનશીલ હતો. દીક્ષાની વાત થતાં તેઓ બેભાન બની જતાં, પરંતુ વિલક્ષણ બુદ્ધિશક્તિવાળા બાલુભાઈ પોતાના નિર્ણયમાંથી ચલિત થાય તેમ ન હતા. તેમણે પોતાના પિતાને દીક્ષા માટે તૈયાર કર્યા. પિતા– પુત્ર રાતોરાત ચાણસ્મા પહોંચ્યા, ત્યાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય-લબ્ધિસૂરીશ્વરજી મહારાજ બિરાજતા હતા. પિતા–પુત્રે સંયમ-જીવન સ્વીકારવાની ભાવના દર્શાવી. પૂ. ગુરુદેવશ્રીએ સં. ૧૯૮૫ના જેઠ સુદ ૩ને શુભ દિવસે ભટેવા પાર્શ્વનાથની પવિત્ર છાયામાં દીક્ષા આપી, છોટાલાલને મુનિશ્રી મુક્તિવિજયજી અને બાળક બાલુકુમારને બાલમુનિ શ્રી વિક્રમવિજયજી તરીકે ઘોષિત કર્યા. તેઓશ્રીના વડીલ બંધુ નગીનભાઈ પણ પૂર્વે પૂ. દાદા ગુરુદેવશ્રીના શિષ્ય બની મુનિશ્રી નવીનવિજયજી બન્યા હતા.
ચૌદ વર્ષની વયે ભોગૈશ્વર્યને ઠુકરાવી, યોગેશ્વરની સાધના કરવા કૃતસંકલ્પ બનેલા બાલમુનિને મહાયોગી બનતાં કોણ અટકાવી શકે? પૂજ્યશ્રી વિનમ્રભાવે ગુરુચરણે સમર્પિત થઈ અધ્યયન–તપશ્ચર્યામાં દિનપ્રતિદિન આગળ વધતા ગયા. શાસ્ત્ર, જ્યોતિષ, વ્યાકરણ, સાહિત્ય આદિનાં વિવિધ ક્ષેત્રોનું અતુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક યોગોમાં વૃદ્ધિ પામતાં વિદ્વાન, ગંભીર, શાસનપ્રભાવક મહાપુરુષ બન્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સર્વ પ્રકારની યોગ્યતા નિહાળીને સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ને દિવસે સિદ્ધાચલજીમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પદસ્થ બન્યા પછી તેઓશ્રીએ ગુરુભગવંત સાથે અનેક શાસ્ત્રગ્રંથોનું સંપાદનકાર્ય અપ્રમત્તભાવે કર્યું. તેઓશ્રીએ નંદી, અવચૂરી, વાસુપૂજ્યચરિત્ર, આચારાંગચૂર્ણિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર,
For Private & Personal Use Only
www.jainelibrary.org