________________
ઝળહળતાં નક્ષત્રો
હેમમધ્યમવૃત્તિ વ્યાકરણ, ચૈત્યવંદન, હેમધાતુપારાયણ, પાઈઅલચ્છિનામમાલા આદિ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું. આ સંપાદનોનાં પ્રકાશનને લીધે પૂજ્યશ્રી ભારતભરમાં એક સમર્થ શાસ્ત્રવેત્તા તરીકે સુખ્યાત બન્યા. મુંબઈ લાલબાગમાં અંતિમ ચાતુર્માસ દરમિયાન પૂ. દાદાગુરુની તબિયત બગડી પૂજ્યપાદ કવિકુલકિરીટ દાદા ગુરુદેવશ્રીની સં. ૨૦૧૭ના શ્રાવણ સુદ પાંચમે સમાધિમય ચિરવિદાય પછી તેઓશ્રી ઉપર સમુદાયની સર્વ જવાબદારી આવી પડી. પૂ. ગુરુદેવનો સર્વ પ્રભાવ, ભવ્ય વારસો પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ દેખાતો હતો અને પૂજ્યશ્રીએ એ સિદ્ધ પણ કરી બતાવ્યો.
પૂજ્યશ્રી સૂરિમંત્રના જાપના અઠંગ ઉપાસક હતા. તેમણે અખંડ ત્રિકાલ સૂરિમંત્રના જાપથી વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી જે બોલે તે થઈને રહે. ભારતવર્ષના પ્રદેશોમાં–પ્રાન્તોમાં વિચરી મહાન શાસનપ્રભાવનાઓ કરી. સં. ૨૦૨૮માં સિકંદરાબાદથી શિખરજીના અને સં. ૨૦૩૦માં કલકત્તાથી પાલિતાણાના મહાન છ'રીપાલિત સંઘો કાઢ્યા હતા. ખંભાતમાં ૧૦૮ માસક્ષમણ તપશ્ચર્યા કરાવી. ભરૂચતીર્થનો ઉદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ સં. ૨૦૪૨માં અમદાવાદમાં થયું. ઓચિંતા રોગનો હુમલો થયો. ડોક્ટરો–વૈદ્યોના ઉપચાર સફળ થયા નહીં. અસંખ્ય શિષ્યો-પ્રશિષ્યો-શિષ્યાઓ–શ્રાવકશ્રાવિકાઓના મંત્રોચ્ચારોની ધુન વચ્ચે ગુરુદેવનો હંસલો ચીરવિદાય થયો. અગણિત ભક્તજનોનાં નયનોને ભીંજવી જનારો એ દિવસ હતો. સં. ૨૦૪૨ની દીપાવલીનો. ચારિત્રધર્મની સમર્થ સાધનાના આ સાધકે આંતરિક નમ્રતાક્ષમા-સરળતા-ઉદારતાની જ્ઞાનલક્ષ્મી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રીમાં વક્તૃત્વશક્તિ, કવિત્વશક્તિ, વાદશક્તિ, ધ્યાનશક્તિ અનુપમ અને અદ્ભુત હોવા છતાં સમગ્ર જીવનમાં તેઓશ્રી ગુરુસેવા અને ગુર્વાજ્ઞાને પ્રાધાન્ય આપતા રહ્યા. ભરૂચ તીર્થ, કુલપાક તીર્થ, વારાણસી તીર્થના ઉદધાર કરવાના સંકલ્પો, પ્રેરણાબળો પૂજ્યશ્રીના રહ્યા અને પ્રાચીન તીર્થભૂમિઓનો જિર્ણોદ્ધાર થઈ રહ્યો છે. આથી પૂજ્યશ્રી તીર્થપ્રભાવકની પદવીથી વિભૂષિત થયા. પ્રાચીન જિનાલયોમાં જિનભક્તિ, ભક્તામરસ્તોત્રની સાધના જેમના જીવનની સિદ્ધિ સાધના હતા. આથી તો ભક્તામરસ્તોત્રની સાથેમાનતુંગસૂરિજી મ.ના ઐતિહાસિક સ્મૃતિમાં વિક્રમસૂરિજી મ.સા.નું પણ નિત્ય ભકતામર સ્તોત્ર પાઠી પદ અલંકૃત છે. કલકત્તાથી પાલિતાણાસ સિકન્દ્રાબાદથી સમેતશિખર છ'રીપાલક સંઘયાત્રાના પૂજ્યશ્રી નિશ્રાપ્રદાતા હતા. પૂજ્યશ્રીને કોટિશ વંદના!
Jain Education International
સિદ્ધિતપના અદ્વિતીય પ્રેર–પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા
પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.
સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને અનેક શાસનોપયોગી માંગલિક કાર્યોમાં જેમના યશસ્વી હાથે હંમેશાં વિક્રમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાકા હોય કે વિવિધ તપશ્ચર્યા હોય, પણ
૭૪૩
આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયકશક્તિ, અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક અને વચનસિદ્ધ ૫. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ. જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યાં છે ત્યાં ત્યાં તપધર્મની હંમેશાં વસંત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મંગલ સાન્નિધ્યમાં નમસ્કાર મહામંત્રના કરોડોની સંખ્યામાં જાપ થયા છે. જૈનશાસનની એકતાના સ્તંભ સમા પ. પૂ. આ. શ્રી વિત્યચંદ્રોદ્રયસૂરિજી મહારાજનું સં. ૨૦૪૪નું ભાવનગરનું ચોમાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વરેકોર્ડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચર્યા થઈ૮૦૦ આરાધકોનો ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠ્યો. આ સમય દરમિયાન પાંજરાપોળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપા, અભયદાન અને સાધર્મિકના ક્ષેત્રોને પણ યાદ કર્યાં. સંઘજમણો અને મોટી સંખ્યામાં સંધપૂજનો થયાં. ધર્મધ્વજા લહેરાવીને વિનાવિઘ્ને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી.
પુણ્યવંતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર (સુરત)ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિષ્ઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચિમનભાઈ તથા ચૂનીભાઈ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. શ્રી ચિમનભાઈનાં ધર્મપત્ની કમળબહેન ધર્મલક્ષ્મીનાં સાક્ષાત્ અવતાર. એમની કુક્ષિએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ ૬ ના પુણ્યદિને એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનાં લક્ષણ પારણામાં' એ લોકોક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું ‘સુરવિંદચંદ.’ જાણે ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનો સંકેત ન આપતું હોય! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ ‘લાલા’ તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org