SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ' ઝળહળતાં નક્ષત્રો મહારાજે પોતે એ પદવીને લાયક નથી એમ જડાવીને આચાર્યપદ ગ્રહણ કરવાની અનિચ્છા દર્શાવી; તેથી બે પૂજ્યોને આચાર્યપદે અને ચરિત્રનાયકશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપન કર્યા. સં. ૨૦૦૯માં પોતાની જન્મભૂમિ વીસનગરમાં ચાતુર્માસ કરી, શેષકાળ સ્થિરતા કરતા હતા ત્યાં વાવના શ્રીસંઘે પોતાને ગામ ચાતુર્માસ કરવા આવી રહેલા તેરાપંથી આચાર્ય તુલસીના આગમનની વાત કરી; અને આર્ત હૃદયે જણાવ્યું કે, ‘સાહેબ! આ સમયે આપણા કોઈ મુનિરાજ નહિ હોય તો આપણા સાધર્મિકો બધા તેરાપંથી બની જશે. આ માટે અમે ઘણા પૂજ્યશ્રીને વિનંતી કરી છે, પણ એક યા બીજા કારણસર તેઓ આવીશકે તેમ નથી. છેલ્લે આપની પાસે આશા લઈને આવ્યા છીએ'. સર્વે હકીકત સાંભળી શાસન રક્ષા કાજે પોતાની કેટલીક પ્રતિકૂળતાને અવગણીને પૂજ્ય ઉપાધ્યાયજી વિસનગરથી ઉગ્ર વિહાર કરીને તેરાપંથી આચાર્ય તુલસીના પ્રવેશ પહેલાં ચાર દિવસે વાવમાં પ્રવેશ્યા અને હંમેશા ત્રણ વ્યાખ્યાનો યોજીને શ્રાવકવર્ગને મજબૂત બનાવ્યો. સૌ પ્રત્યે અપાર વાત્સલ્યભાવ અને કોઈ પણ સમુદાયના ગુણીયલોનાં ગુણો પ્રત્યેનું બહુમાન અને અપૂર્વ અનુમોદના કરવાનો જબરદસ્ત ગુણ હતો. સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયોવૃદ્ધ શ્રમણોપાસક માટે પાલિતાણામાં મુમુક્ષુ શાંતિનિકેતન' નામની સંસ્થા સ્થાપી. સં. ૨૦૧૫માં મુંબઈ–સાંતાક્રુઝના ચાતુર્માસ દરમિયાન સ્થાનકવાસી સંપ્રદાય તરફથી પ્રકાશિત થતી ‘જૈન સિદ્ધાંત' માસિકના તંત્રી શ્રી ગિરધરલાલ નગીનદાસને શાસ્ત્રોની યુક્તિપ્રયુક્તિ દ્વારા તીર્થંકર પરમાત્માની સ્થાપના કલ્પને માનતા કરી દીધા. આ ચાતુર્માસ પછી ઉગ્ર વિહાર કરીને શ્રી સમેતશિખરની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરિજી મહારાજની સાથે રહી; ત્યાંની તથા આજુબાજુમાં આવેલી તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી. સં. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગર-સૂરીશ્વરજી મહારાજ તરફથી સમાચાર આવ્યા કે વહેલી તકે ઉજ્જૈન આવો. તુર્ત જ ઉજ્જૈન તરફ વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. વૈશાખ સુદ ૧૦ના રોજ ગુરુદેવશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્ય પદે આરૂઢ થયા. પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત શાસનરક્ષા કરી અને અનેકવિધ અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતો નીચે મુજબ છે : Jain Education Intemational ૩૪૧ ૧. પરમાત્મા વીરપ્રભુની ૨૫૦૦મી નિર્વાણકલ્યાણકની ઉજવણી પૂ.આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને શાનદાર રીતે સંપન્ન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ કસ્તૂરભાઈ લાલભાઈની અતિ આગ્રહ ભરી વિનંતીને સ્વીકારી. પોતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને સિદ્ધગિરિની નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ સાથે પધારી ૫૦૦ ઉપરાંત જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમરાજુલ નાટકના વિવાદ પ્રસંગે પોતાની બુદ્ધિપ્રતિભાથી તે ઝંઝાવાત શમાવીને વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૫માં શ્રી શંખેશ્વર તીર્થે પોતાના લઘુગુરુબંધુ મુનિશ્રી અભ્યુદયસાગર મ.સા. તથા મુનિશ્રી નવરત્નસાગરજી પ્રેરિત સંસ્થાપિત નવનિર્મિત શ્રી આગમમંદિરની મહામહોત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા (૫) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી સિદ્ધગિરિનો ઐતિહાસિક ૫૫૦ ભાવિકો સાથેનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. (૬) સં. ૨૦૩૯માં પુનઃ શંખેશ્વર આગમમંદિરની અંજનશલાકા-પ્રતિઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને સાગરસમુદાયમાં સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી મહારાજને વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પૂર્ણતામાં પંન્યાસપદ-પ્રદાનનો ભવ્યોત્સવ વિધિસર સંપન્ન કર્યો. (૭) સં. ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. (૮) સં. ૨૦૪૧માં પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા. પ્રેરિત પાલિતાણા જંબુદ્રીપ નિર્માણની અંજન-શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે, સમુદાયના પાંચ આચાર્ય ભગવંતો આદિ ૮૩ શ્રમણ ભગવંતો તથા ૩૦૦ થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠાવિધિ થઈ. સાગર સમુદાયના આ ઐતિહાસિક સંમેલનમાં શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્ય ભગવંતો આદિ શ્રમણ ભગવંતોએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપિત કર્યા. (૯) સં. ૨૦૪૨માં અમદાવાદથી શંખેશ્વરજી મહાતીર્થના પંચતીર્થીયુક્ત ભવ્ય છ'રીપાલિત સંઘમાં નિશ્રા અર્પી. શંખેશ્વરજી તીર્થમાં ઐતિહાસિક વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહૂતિ, પોષ દશમીની પ્રભાવક આરાધના, વાચના આદિ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાવી મહારાષ્ટ્રમાં સૌપ્રથમ વાર પૂનામાં આકાર લઈ રહેલ શ્રી આગમોદ્ધારક દેવર્દ્રિ જૈન આગમમંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત આગમમંદિરના ખાતમુહૂર્ત શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને શ્રી વિજયદેવસૂરિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy