________________
ઝળહળતાં નક્ષત્રો
ખાસ તિથિઓએ કરવાથી અશુભની નિવૃત્તિપૂર્વક આત્માભિમુખતા વધે છે. પ્રતિક્રમણ જૈન સાધનાનો પ્રાણ ગણાય છે. સંકલ્પથી પણ બીજાનું અહિત ન થાય તેવું પરિણામે બને તેવું ધ્યેય રાખવું તો જ પ્રતિક્રમણ કર્યું સાર્થક ગણાય.
જૈન ધર્મનાં સ્તોત્રોથી ચેતનાનો આવિભવ : ચિત્તપ્રસન્નતા
અનેક ધર્મોમાં હોય છે તેમ જૈનધર્મમાં પણ સ્તોત્રો છે. આ સ્તોત્રો અસાધારણ OR
શક્તિ-સામર્થ્યવાળાં અને અનેક પુરુષાર્થો–મનોરથો પૂર્ણ કરે તેવાં છે; પણ સ્તોત્રોના અર્થનું ગાંભીર્ય જો સમજાય તો સ્ત્રી-પુત્ર, ધન, રાજ્ય કે કોર્ટ-કજિયામાં વિજય મેળવવા કે
કારાગારમાંથી બંધનમુક્ત થવા જેવા ક્ષુલ્લક પ્રયોગો કરવાનું કદી મન જ ન થાય. આ ગ્રંથમાં ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિએ સ્તોત્રો, તેના કર્તા, કર્તાના ભાવ, તેની જૈન સંસ્કૃતિ પરની અસર વગેરે સમજાવ્યું છે. હજારો વર્ષથી સંગ્રહાયેલા વિપુલ ભંડારનો સદુપયોગ કરવો જોઈએ. આજે ગોઠવાયેલા પુસ્તકાલયોમાં સ્તોત્રોનાં જૂના અને નવા પ્રકાશનો વિધિવત્ ગોઠવી તેનું તત્ત્વદૃષ્ટિથી ગુજરાતી ભાષાન્તર કરી નાની પુસ્તિકાઓ બનાવાય અને ઘેર ઘેર પહોંચાડાય તો ઘેર ઘેર લાભપ્રદ બને.
જેને જે રસ હોય તેમાં ધ્યાનમય બની છે તે સ્તોત્ર મંત્રની યમ-નિયમથી અને ગુરુગમથી સિદ્ધિ મેળવી શકે. પાર્શ્વનાથ પ્રભુનાં મંત્રો, યંત્રો અને સ્તોત્રો ઘણાં છે. જિજ્ઞાસુ જીવનભર અભ્યાસ કરે તો પણ ખૂટે નહીં. અલબત્ત આ બધું જ ગુરુગમથી મેળવવામાં જ વિવેક છે.રાજા શ્રીપાલ અને મયણાસુંદરીએ સિદ્ધચક્રની આરાધના કરીને જીવતરને જયમંગલ બનાવી દીધું. આમ જ કલ્યાણ મંદિર, ઉવસગ્ગહરં અને ભક્તામર વગેરે સ્તોત્રો વાસ્તવમાં તો પરમ પુરુષાર્થની પ્રાપ્તિમાં સહાયક છે. આ સ્તોત્રોમાંથી તંત્રગ્રંથોમાં હોય છે તેવા, ખાસ કરીને ભક્તામર સ્તોત્રની દરેક ગાથા પરથી વિવિધ આકારનાં યંત્રો છે. આ યંત્રોમાં બીજમંત્રો પણ મૂકવામાં આવે છે; અને જુદાં જુદાં પૂજાદ્રવ્યોથી તેની ઉપાસના કેવી કેવી રીતે, ક્યા ક્યા લૌકિક લાભ માટે કરવી તે દર્શાવતાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. નમિઉણ, સંતિકર, વિજયપહુત, જયતિહુઅણસ્તોત્ર (અભયદેવસૂરિ), જીરાવલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર (મેરૂતુંગસૂરિ), વીરસ્તવ (પાદલિપ્તસૂરિ), અજિતશાંતિ (નંદિષેણ મુનિ) લઘુ શાંતિ (માનદેવસૂરિ) આ પ્રકારના દિવ્ય સામર્થ્યવાળાં સ્તોત્રો સાધારણ લૌકિક કામનાઓની પરિપૂર્તિ કરતાં જ હોય છે, અને કોઈપણ ધર્મમાં પ્રારંભે ભક્તિ સકામ જ હોય છે. ચિત્તશુદ્ધિ થયા પછી જ સાધક જ્ઞાનનો ઉદય થતાં કોઈ કામના વિના, માત્ર પોતાના ઇષ્ટ પરના પ્રેમને લીધે આવાં સ્તોત્રોના પાઠ કરે છે. આમ સકામ પ્રયોગમાંથી નિષ્કામ ભક્તિમાર્ગમાં જવાય છે. ભક્તામર સ્તોત્રના દિવ્ય ભાવો આવી સામાન્ય કામનાઓના સંપાદનમાં નથી. ભક્તામર સ્તોત્ર એ પ્રાણવાન શબ્દોનો પુણ્યપુંજ છે. જિનેશ્વર ભગવંતોની સ્તુતિ કરવામાં આવી હોય તેવા સ્તોત્રોમાં ભક્તામરનું સ્થાન અજોડ છે, જેનોના બધા જ ફિરકાઓને તે માન્ય છે અને સાક્ષરોએ પણ તેની ખૂબ જ પ્રશંસા કરી છે. તેના પર ટીકા, ભાષ્ય, પાદપૂર્તિ, સમશ્લોકી અનુવાદ, વિવરણ વગેરે પુષ્કળ રચનાઓ થઈ છે. કર્મની બેડીઓ તોડવામાં આવાં સ્તોત્રો બળવાન સાધન બની રહે છે. શાશ્વતા મહામંત્રના રહસ્યો સમજાવતા પુસ્તકો જ્ઞાનભંડારોમાં એટલી મોટી સંખ્યામાં છે કે તેનું સંપૂર્ણ અધ્યયન કરનારને પોતાનું આયુષ્ય ઓછું પડે. આ. માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્રની રચના કરીને બેડીઓ તોડવાનો જે ચમત્કાર બતાવ્યો એવો જ ચમત્કાર નવકાર મહામંત્રનો પણ સમજવો. કહે છે કે ઉત્તમ ગુરુના મુખે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org