________________
જિન શાસનનાં
ઝળહળતી અને પદ્માસને કે કાઉસ્સગ્ગ સ્થિતિમાં વિરાજેલ હોય છે. તેનું ધ્યાન કરતાં કરતાં મારે પણ આ પરમોચ્ચપદે પહોંચવું છે. તે માટે આવતીકાલનો ભરોસો ન કરતાં આજથી જ હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ; એવો સંકલ્પ દેહરાસરોમાં પૂજા કરવા જતાં શ્રાવક-શ્રાવિકા કરે તેવો વિચાર આ “દેહરાસર’ શબ્દમાં રહેલો છે.
જેમ દર્શન-વંદન કરતાં પાપ ટળે અને વાંછિત ફળની પ્રાપ્તિ થાય તેમ પૂજા-અર્ચના કરતાં સિદ્ધિ અને સમૃદ્ધિના ગંજ ખડકાય. જેમ ચિંતામણિ રત્ન વગેરે જડ હોવા છતાં વિધિપૂર્વકની પૂજાથી ફળ મળે છે તેમ સાક્ષાત્ કલ્પવૃક્ષ સમા જિનેશ્વર ભગવંતોની મૂર્તિની પૂજા કરતાં નાગકેતુની જેમ જીવ મોક્ષગામી પણ બની શકે છે. આ બાબતમાં પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ અત્રે સૂચિત ગ્રંથમાં ખૂબ સુંદર છણાવટ કરી છે.
જિનેશ્વર ભગવંતોની સેવાપૂજા પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે. જ્યાં સુધી આત્મા મોક્ષમાં ન જાય ત્યાં સુધી પુણ્યના ઉદયથી ધર્મઆરાધનાપૂર્વક સુખની સામગ્રી મળ્યા જ કરે છે અને અંતે મોક્ષની સામગ્રી પ્રાપ્ત કરી મોક્ષમાં જવાય છે. જિનેશ્વર ભગવંતોની અંગપૂજા, અગ્રપૂજા અને ભાવનાત્રિકનું અનુસંધાન આપણા આત્માને ઉજમાળ બનાવે છે. પૂજા-અર્ચનાનો મહિમા વિશિષ્ટ રીતે ગવાયો છે.
સામાયિક અને પ્રતિક્રમણ” શું છે?
પ્રાયશ્ચિત્ત કરવાના અનેક પ્રકારો પૈકી એક પ્રકાર પ્રતિક્રમણનો છે. પાપવિમોચનની આ એક અપૂર્વ અને પવિત્ર ક્રિયા છે. આત્મશુદ્ધિ માટેનું અતિ મહત્ત્વનું અનુષ્ઠાન છે. આ ક્રિયા સવાર-સાંજ બે વખત કરવામાં આવે છે. આ ક્રિયા ઉપાશ્રયમાં કે ઘરમાં થઈ
શકે છે. આ ક્રિયા ગૃહસ્થોને રોજનાં પહેરેલાં ચાલુ કપડાંથી નથી કરાતી. આ માટે જંગલ, પેશાબ ગયા વિનાનાં નવાં અથવા ચોખ્ખાં ધોતી સ્વરૂપ કપડાં પહેરવાનાં હોય છે. તેની સાથે બેસવા માટે જમીન ઉપર પાથરવાનું ગરમ કાપડનું આસન, મુખ પાસે રાખવાની “મુહપત્તિ' અને ચરવળો આ ત્રણ સાધનની અનિવાર્ય જરૂર પડે છે જેને ઉપકરણો કહેવાય છે, તે ઉપરાંત સ્થાપનાજી સ્થાપવા માટે પુસ્તકાદિ અને સાપડો આ બેની જરૂર પડે છે.
પ્રતિક્રમણ આ શબ્દમાં પ્રતિ’ અને ‘ક્રમણ’ બે શબ્દો છે. પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે ચાલવું, હઠવું, આવવું, પાછા આવવું. પ્રમાદ વગેરે દોષોને વશ થઈને સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલા આત્માને પાછો પોતાના સ્વસ્થાનમાં લાવવાની જે ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ. શ્રી અમૃતલાલ કાળીદાસ શાહ અંધેરી દ્વારા પંચ પ્રતિક્રમણ ગ્રંથના ત્રણ મોટા વોલ્યુમ પંડિત ધીરજલાલ ટોકરશીની આગેવાની હેઠળ બહાર પડેલ. મહેસાણાથી પં. પ્રભુદાસ બેચરદાસ સંપાદિત પંચપ્રતિક્રમણ ગ્રંથ ૧૨૦૦ પાનામાં પ્રગટ થયો છે. આવા મૂળભૂત કામ માટે ધન્યવાદ.
સામાયિકમાં ઘરે અથવા ઉપાશ્રયમાં પવિત્ર સ્થાને સમય એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન-મનન કરતાં કરતાં નક્કી કરેલ સમયમર્યાદા સુધી આત્મામાં સ્થિર થવાની સાધના કરવામાં આવે છે. અને સ્વયંની (આત્મા) સાથે (શરીરાદિના ધર્મો છોડીને) જોડાવું, આત્મસ્વરૂપ ભાવના કરવી. આ ક્રિયામાં સાધનો અલગ અલગ છે; પણ પરિણામ અથવા ફળ કે પ્રયોજન આત્મા પ્રતિ ગતિ કરે છે. આ સામાયિક પ્રતિદિન અને
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org