________________
૬૯૦
સંઘદાસગણીકૃત ‘વસુદેવહિંડી’, ઉદ્યોતનસૂરિષ્કૃત ‘કુવલયમાલા’, હરિભદ્રસૂરિષ્કૃત ‘સમરાદિત્યકથા’ સિદ્ધર્ષિગણિકૃત ‘ઉપમિતિભવપ્રપંચાકથા', ધનપાલકૃત ‘તિલકમંજરી’જેવી ઉચ્ચકક્ષાની સાહિત્યિક ગુણસમૃદ્ધિ વધારનારી કથાઓ સંસ્કૃત. પ્રાકૃતમાં છે, તો બીજી બાજુ પાદલિપ્તની ‘તરંગવઈ', ગુણાચની ‘બૃહત્કથા', હરિવંશની સુલોચના—આ તમામ કથાઓ અપ્રાપ્ય છે, પરંતુ સાહિત્યક્ષેત્રે તેમનું નામ આદરપૂર્વક નોંધાયું છે. આ ચારેય અનુયોગોમાં જૈન–શ્રમણ સંસ્કૃતિના ઘડતરમાં પાયાનું કામ-ધર્મ આરાધના માટે આ ધર્મકથા અનુયોગનું વિશેષ યોગદાન છે.
આવી વિરાટ કથાઓના સાર સંક્ષેપો પણ થયા છે, તેમાં પણ મહાન આત્માઓની લોકકલ્યાણની ઉદાત્ત ભાવનાઓ કામ કરી ગઈ છે. વિરાટકાય કથાઓ લોકશ્રેયત્વ ધરાવતી હોવાથી, તેમના સ્પર્શથી સામાન્ય જનતા વંચિત ન રહે એ ભાવથી તેમણે સંક્ષેપો પણ કર્યા છે; આવા સંક્ષેપકારો પણ સમર્થ સર્જકોસાહિત્યકારો હતા જેમ કે ‘ઉપમિતિભવપ્રપંચા' સંસ્કૃત કથાને આધારે ઉપા. યશોવિજયજીએ વૈરાગ્યકલ્પલતા’ અને વૈરાગ્યરતિ’—એક જ સ્વરૂપની બે કથાઓ લખી છે. આમ ટૂંકમાં જૈન સંસ્કૃત, પ્રાકૃત કથાઓ વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી છે.
આ તમામ કથાઓમાં ધર્મમય જીવન કેન્દ્રમાં છે. તે સર્વ કથાઓ ધર્મોપદેશ તથા તત્ત્વની દૃષ્ટિએ શ્રમણ સંસ્કૃતિની પોષક રહી છે. ભવ સુધારવાની ક્ષમતા ધરાવે છે. ઔપદેશિક કથાઓ પણ એટલી જ મહત્ત્વની છે. ધર્મદેશના જૈન કથા સાહિત્યનું અભિન્ન અંગ હોવાથી—શાન્ત રસપ્રધાન-સંવેગમયતાથી લોકપ્રિય પણ બની છે. આ કથાઓમાં નિરૂપિત પાત્રો વિદ્વાન, શૂરવીર, રાજરાજેશ્વરો, ધનપતિઓ–ત્યાગીઓ અને સાધારણજન પણ નિર્વાણ સુખ માટે દીક્ષા લેતાં બતાવ્યાં છે.
વિન્ટરનિટ્ઝ જેવા સમર્થ વિદ્વાને આ જૈન કથાઓને ‘શ્રમણકાવ્ય' કહ્યું છે અને એમનો મહાભારત, બૌદ્ધ, જૈન સાહિત્ય પરના પ્રભાવનો સ્વીકાર કર્યો છે. જેમ કે વસુદેવહિંડીનું મધુબિંદુ દૃષ્ટાંત-મહાભારત (સ્ત્રીપર્વ)માં બૌદ્ધ તથા ઇસ્લામ, યહૂદી તથા ઈસાઈ ગ્રંથોમાં પણ જોવા મળે છે. ૧૧-૧૨મી સદીમાં ગુજરાત-રાજસ્થાનમાં જૈન આચાર્યોના હાથે અનેક કથાઓ લખાઈ છે.
પણ
ટૂંકમાં જૈનકથા સાહિત્યની સત્ત્વશીલતાને લીધે પાશ્ચાત્ય વિદ્વાનો જેવાં કે ડૉ. હર્ટેલ, વિન્ટરનિટ્ઝ, અર્નેસ્ટ
Jain Education International
જિન શાસનનાં
લાયમન, આલ્સડોર્ફ પેંજર, લાફોન્તેન જેવા અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈનકથા સાહિત્ય પર સંશોધન-અધ્યયન કાર્ય કર્યું છે—અનુવાદો કર્યા છે.
આમ આગમોત્તર સાહિત્યમાં કથાસાહિત્ય અતિ સમૃદ્ધ પાસું છે.
(‘પ્રાકૃત જૈનકથા- સાહિત્ય' ડૉ. જે.સી. જૈન આધારિત) અહિંસા એક અમીકુંભ
અહિંસાનો વિચારપ્રવાહ છેક આગમ ગ્રંથોમાંથી પ્રવાહિત થયો છે. ૨૨મા તીર્થંકર નેમિનાથથી વિશાળ નદનું રૂપ ધારણ કરી સમગ્ર સમાજને પ્રભાવિત કરી ગયો. નેમિનાથના સમયથી ઘણું કરીને જાહેર જમણવારોમાં હિંસાનો ત્યાગ થયો એમ પં. સુખલાલજીનું મંતવ્ય છે. પાર્શ્વનાથે પંચાગ્નિ તપ કરતાં લાકડામાં બળતા જીવોની રક્ષા કરી અને એવી હિંસક તપશ્ચર્યાનો વિરોધ કર્યો; અહિંસાનું પ્રબળ સ્થાપન કર્યું.
મહાવીર પ્રભુએ આત્મવત્ સર્વભૂતેષુની કલ્યાણમયી ભાવનાથી પંચ મહાવ્રતો-યમોનો ઉપદેશ કર્યો તેમાં સૌથી પ્રથમ છે અહિંસા.
અહિંસા અને અપરિગ્રહ' બન્ને નકારાત્મક શબ્દો મહાવીરના શાસનમાં પ્રભાવાત્મક બન્યા અને વર્તમાન વિશ્વની મહાપીડામાં તે મહૌષધ બની શકે તેટલી ક્ષમતા ધરાવે છે, કારણ આજે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે હિંસા અને પરિગ્રહથી.
“પ્રશ્નવ્યાકરણસૂત્ર’”માં અહિંસાનો મહિમા ગવાયો છે– અહિંસા સમસ્ત જગત માટે માર્ગદર્શક દીવો છે. ડૂબતા માણસ માટે દ્વીપ છે, શરણ છે, પ્રતિષ્ઠા છે. અહિંસા જ માતૃવત્ સર્વ પ્રાણીઓની રક્ષણહાર છે....
મહાવીરનો ઉપદેશ છે કે
सव्वे पाणा पियाउआ.... सव्वेसि ७ वेयं पियं
સર્વે પ્રાણીઓને પોતાનો જીવ પ્રિય હોય છે. સૌને જીવવાની પ્રબળ ઇચ્છા હોય છે. (‘આવારાંશ સૂત્ર' ૧-૨-૩) ‘સ્વયંભૂસ્તોત્ર’ ૧૧૯માં કહ્યું છે કે ‘અહિંસા સર્વમૂતાનાં નતિ વિવિત બ્રહ્મ પરમમ્। એક દિગંબર શ્લોકસંગ્રહ કહે છે કે— सर्वसस्यादिनिष्पत्तौ यथा नीरं निरूपितं । समस्तव्रतसिद्धौ च तथाऽहिंसा व्रतं जिनैः ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org