SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. આપણને ઠસાવ્યું હતું પરંતુ દ્વારકા અને અયોધ્યાના ખોદકામમાંથી ઘણા પુરાવા મળ્યા છે. આથી મૂળવાતને પરંપરાનો ટેકો છે તે જ ઘણો મોટો પુરાવો ગણી શકાય. આજે પણ ગુજરાતના મોટાભાગના જૈન મંદિરોમાં પૂજારી તરીકે જૈન સાધુઓને સંસ્કૃત શીખવવા માટે અથવા જૈનમંદિરમાં પૂજાનું સંગીત રજૂ કરવાનું એટલે કે કીર્તન કરવાનું કામ કરે છે. આથી સંગીતકાર “ભોજક અને શિક્ષણ આપનાર ‘અધ્યાપક કહેવાતા. | ગુજરાતી રંગભૂમિના નાટકોમાં “સંગીત લીલાવતી’ નાટક રજૂ કરનાર કેશવલાલ અધ્યાપક અને ગુજરાતી રંગભૂમિ પર મોરબી આર્યસુબોધ નાટકમંડળી દ્વારા અભિનય તથા સંગીત દિગ્દર્શન કરાવનાર દલસુખરામ ઠાકુર (ભોજક) તથા જૈનસમાજની પૂજા ભણાવનારા અગ્રણી સંગીતકાર, દલસુખરામ ઠાકોરના ભાણેજ શ્રી હિરાલાલ દેવીદાસ ઠાકોર અને ગજાનન દેવીદાસ ઠાકોર, લાભશંકર ભોજક, માસ્ટર છનાલાલ ભોજક જૈન સંગીત જગતમાં જૂની પદ્ધતિના સંગીત જાણકાર તરીકે સુપ્રસિદ્ધ છે (આ ઉપરાંત પણ ઘણા છે). વખત જતાં ઔદીચ્ય બ્રાહ્મણોમાંથી ઊતરી આવેલા નાયક જ્ઞાતિના લોકોએ પણ જૈન સંગીતનું કામ સ્વીકાર્યું. તે પૈકીના પાટણના કાંતિલાલ નાયક અને પુષ્ટિ સંપ્રદાયના સંગીતના વિદ્વાન પંડિત ચંપકલાલ નાયક જૈન સંગીતનું જ્ઞાન ધરાવતા હતા. વખત જતાં ઇતરકોમના ચારણ-બારોટ વ્યાસ, મીર અને શ્રાવકોએ પણ આ ક્ષેત્રમાં ભાગ લેવા માંડ્યો જેની સંખ્યા મોટી છે છતાં માસ્ટર દિનાનાથ અને શાંતિલાલ શાહના નામો ઉલ્લેખનીય છે. સંગીત સાથે પૂજા ભાવના જૈન મંદિરોમાં સંગીત સાથે થતી પૂજા વિધિને પુષ્ટ સંપ્રદાયના કીર્તન અને હિન્દુધર્મના અન્ય મંદિરોમાં થતા સંગીત સાથે સરખવી શકાય નહિ. હા, ભાવના એટલે એક પ્રકારે ભજનો અને સ્તવનગાનનો પ્રકાર ભજન કીર્તનને મળતો ખરો પણ તેનું સંગીત તદ્દન જુદું, મુખ્યત્વે ભગવદ્ગુણાનુવદ જૈનોમાં તીર્થકરોની સ્તુતિ, વૈરાગ્યના પદ; દાન, અગિયારસ જેવા વૃત્તોના મહિમાના પદ તથા જાણીત જૈન ધર્મના બનાવો (મુખ્યત્વે ધર્મને લગતા) પદો આખ્યાનો ગવાય છે. આ ક્રમ કેટલો જૂનો છે તથા પુષ્ટિ સંપ્રદાયની તેના પર અસર છે કે નહિ તે સંશોધનનો વિષય છે. ૬૮૩ વિવિધ પ્રકારની જૈન પૂજાઓ જૈન પૂજા ભણાવવાનો (એટલે વિધિ કરવાનો) ઉપક્રમ શ્રાવકના હેતુ પર આધાર રાખે છે. તે કાંઈ દેરાસર (મંદિર)ના રોજના પૂજાનો એક ભાગ; નિયમ તરીકે નથી. આ પૂજાઓ કોઈ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોય તો તે વિશેષ ધામધૂમથી થાય છે. એવી જ રીતે કોઈ જૈન સાધુત્વ-દીક્ષા સ્વીકારે ત્યારે પણ ખૂબ ધામધૂમ થાય છે. આ ઉપરાંત પોતાના મનોરથ ફળે તે પછી કે તે માટે “સિદ્ધચક્ર પૂજા', મકાન માટે વાસ્તુપૂજા' પાપનિવારણ કે સદ્ગતના આત્માને કલ્યાણ વાંછવા કે કર્મદોષ નિવારણાર્થે “અંતરાયકર્મીની પૂજા કે શાંતિસ્નાત્ર પૂજા ભણાવાય છે. ઉપરાંત “સત્તરભેદી પૂજા' જેવા ખાસ નામો છે જે શ્રાવકોને સુપરિચિત છે. જૈન પૂજાઓ રચનારા જૈન આચાર્યો હોય છે જેમાં વીરવિજયકૃત પૂજા, આત્મારામજીકૃત પૂજા એમ પોતાના આચાર્યશ્રીના નામની તેમણે રચેલી પૂજા શ્રાવકોના જુદા જુદા સમુદાયોમાં પ્રચલિત છે. આ પૂજાના પરંપરાગત ગાયકો ભોજક-નાયક-બારોટ-વ્યાસ-ચારણ કે બ્રાહ્મણ હતા. પૂજાના રચનાર બદલાય પણ પૂજાના ઢાળોમાં ઘણું સામ્ય રહેતું. કારણ કે ગાયકો એના એ જ રહેતા. આ પૂજા ગાવામાં જૈન સમાજ પણ કાંસીજોડા, મંજીરા, ખંજરી જેવા સહાયક વાદ્યો લઈ જોડાય છે. વૈષ્ણવ હવેલીમાં જેમ કીર્તનિયા સાથે વૈષ્ણવો ગાય છે તેમ અહીં શ્રાવકો ગાવામાં જોડાય છે. જૈનોમાં દેશી પ્રચલિત આ જૈન પૂજાના સંગ્રહોમાં પ્રત્યેક પૂજાની ઉપર “આ દેશી પ્રમાણે ઢાળ” એમ ઢાળ કેમ ગાવા તેનો નિર્દેશ છે. પુષ્ટિ સંપ્રદાયમાં જ્યાં રાગોનું નામ છે ત્યાં જૈનપૂજામાં પણ રાગો છે છતાં “દેશી” વિશેષ લોકભોગ્ય પ્રકાર છે. આ 'દેશી' સંગીતશાસ્ત્ર છે જેને “માર્ગી” અને “દેશી’ સંગીતના બે પ્રકાર કહે છે તે છે. “માર્ગી” શબ્દ સંગીત શાસ્ત્ર મોક્ષપ્રાપ્તિ માટેનું સંગીત એ અર્થમાં વાપરે છે. અહીં જૈન સમાજ એ જ હેતુ આત્મકલ્યાણ માટે દેશી’ સંગીતનો ઉપયોગ કરે છે. આ એક વિશિષ્ટ અને નોંધપાત્ર બાબત છે. ગુજરાતમાં સુગમસંગીતના અતિ જૂના ઢાળો આ જૈન પૂજાની ‘દેશી'ઓમાં અકબંધ જળવાયા છે અને હજુ પણ સાંભળવા મળે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy