________________
૬૮૧
ઝળહળતાં નક્ષત્રો ભાર ઘણો હો રાજ નો ઢાળ જૈનેતર સમાજ વિસરી ગમે છે પણ જૂના જૈન સંગીત પ્રેમીઓ તે ઢાળ હજુ પણ ગાય છે.”
વિધાપીઠો માટે સંશોધનનો વિષય - જૂના ગુજરાતી કવિઓની કઈ કૃતિ જૈન સ્તવન કે પદમાં ગવાય છે. એ વિષય સંશોધન કરનાર માટે પડકાર રૂપ છે. કેમ કે તેમાં સાહિત્ય-સંગીત-નોટેશનનું જ્ઞાન ને પુરાવિદ્યા પ્રેમ હોવા જરૂરી છે. આપણા વિદ્યાધામોએ આ પડકાર ઝીલી લેવા જેવો છે. શું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંગીતના આ પુરાતત્ત્વ જ્ઞાનના ક્ષેત્રે કંઈ કરશે? ખુદ હેમચંદ્રાચાર્યજીએ એમના ગ્રંથમાં જૂના ગુજરાતી ગીતોના નમૂના નોંધ્યા પછી આ યુનિવર્સિટીએ આ કામ ઉપાડી લેવું જોઈએ. એક તો જૈન સંપ્રદાયના આ આચાર્ય પાટણમાં રહ્યા હતા અને ઉત્તર ગુજરાત નાયક-ભોજક સંગીત કોમોનું વતન છે. ગુજરાતમાં જૈન ધર્મ કેટલો પ્રાચીન?
આપણે જોઈ ગયા કે જૂનાગઢમાં નેમિનાથનું અને શત્રુંજયમાં આદેશ્વરનું સ્થાન છે. પણ તે પ્રાચીન હોવા છતાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં જૈન ધર્મ ક્યારે ફેલાયો તે વિષય અલગ સંશોધનનો છે. જાણીતા ગુજરાતી પુરાતત્ત્વ વિદ્વાન શ્રી હસમુખ સાંકળિયાનું મંતવ્ય છે કે “બૌદ્ધ ધર્મને સાથે સાથે કે પરંપરા મુજબ એની પહેલાં–જૈન ધર્મ ભારતમાં પ્રસર્યો હતો.....પરંતુ રાજયાશ્રય અને લોકાશ્રય જોઈએ તેટલો ન સાંપડવાથી આ પ્રચાર અટકી ગયો હશે. તેથી ગુજરાતમાં ચોથા-પાંચમા સૈકાથી મહારાષ્ટ્ર-કર્ણાટકમાં પણ આજ અરસામાં ને મધ્યભારત તથા ઉત્તર પ્રદેશમાં પણ આજ સમયે એનું અસ્તિત્વ બતાવતી છૂટી છવાઈ મૂર્તિઓ અને કોઈવાર તામ્ર અને પાષાણ લેખો પણ મળે છે.”
આપણે એ વાત ધ્યાનમાં લેવાની છે કે ઇતિહાસકારો પુરાવા મળ્યા હોય તે બાબતને જ કાળગણનામાં ધ્યાનમાં લે છે. વળી શિલ્પકળા અને સ્તૂપના સૌથી પ્રાચીન નમૂના જૈન ધર્મના મળ્યા છે. જેનો દ્વારા હસ્તલિખિત ગ્રંથોની જાળવણી ગુજરાતમાં ખંભાત-પાટણ-અમદાવાદ અને ગુજરાત બહાર જેસલમેરમાં થઈ છે. ગુજરાતી જૈન ફાગુ કાવ્યો મળ્યાં છે તે નરસિંહ મહેતા પૂર્વેના છે. “ફાગુ' હતુકાવ્ય અને પ્રણયકાવ્ય બંનેનો આસ્વાદ કરાવતો રાસથી વિસ્તારમાં નાનો રાસનો જ એક પ્રકાર કહેવાય.
મધ્યયુગમાં ગેય પ્રકારો જૈનો દ્વારા ફાગુ' રાસ, પ્રબંધ, ચરિત્ર જે રચાયાં છે તેમાં પ્રથમ ધર્મપુરૂષો અને ગ્લાધ્યચરિત શ્રાવકોના ચરિત્રો લખેલાં અને પાછળથી ધર્મકથાઓ, તીર્થકથાઓ, સ્તવનો અને સીધા ઉપદેશ માટે રચાયેલા કાવ્યો ગેયકાવ્ય પ્રકાર છે અને સનૃત્ય ગાન માટે એ પ્રયોજાયેલો હોવાનું અનુમાન થાય છે.
જૈન ફાગુ કાવ્ય પ્રકારમાં સંગીતમય રચનાનો એક નમૂનો ‘સિરિ સ્થૂલિભદ્ર ફાગુ'માંથી મળે છે.
“ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મહા વરિસંતિ ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજલિય ઝબકઈ થરહર થરહર થરહર એ વિરહિણી મણુ કંપઈ”
આ પ્રકારના શબ્દના પુનરાવર્તન સાહિત્યમાં અર્થની દૃષ્ટિએ જે મહત્તા હોય તે ખરું પણ સંગીતમાં તો ખૂબ જ પ્રયોજાય છે. જેમ કે “બોલે રે પપીહાનામનું પ્રસિદ્ધ ગીત પૂરું થાય ત્યારે આમ ગવાય છે. બોલે રે પપીહા બોલે રે પપીહા બોલે રે પપી....હા
જિનપદ્મસૂરિનું આગળ નોધેલ પદનો આરંભ ત્રણ વખત શબ્દને ગાઈને આરંભ થાય છે તેનો એક નમૂનો મીરાંબાઈનો અને નરસિંહ મહેતાનો જુઓ :} “પ્રેમની પ્રેમના પ્રેમથી રે મને લાગી કટારી પ્રેમની” (મીરાં) હળવે હળવે હળવે હરજી, મ્હારે મંદિર આવ્યા રે (નરસૈયો) બોલમાં બોલમાં બોલમા રે રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં”
(મીરાં) આમ પ્રારંભમાં ત્રણ વખત ગાવાનો રિવાજ ગીતમાં છે અને શાસ્ત્રીય સંગીતમાં તો આરંભમાં અને અંતમાં બંનેમાં ત્રણ વખત ગાવાનું શક્ય હોય છે. અંતમાં ત્રણ વખત ગાઈને પૂરું કરવું એ તાલની કુશળતા છે તો આરંભની પંક્તિમાં ત્રણ વખત ગાવું એ ગેયતત્ત્વના રૂપમાં વધારો કરે છે. “મહલ’ ફિલ્મનું પ્રખ્યાત ગીત “આયેગા આયા આયે" આરંભ
અને અંતમાં બંનેમાં ત્રણ પુનરાવર્તનવાળું છે. એમાં રહેલું માધુર્ય સમજવાનો નહિ પણ માણવાનો વિષય છે. આપણું ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન નિપજ છે એ જાણવું નોંધવું જરૂરી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org