SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જિન શાસનના સ્ત્રી-પુરુષોના પાવક પ્રસંગોને ઊડીને આંખે વળગે એવા રૂપરંગમાં પ્રસ્તુત કરે છે. ગુજરાતના સ્વપ્ન દેટા કીર્તિવિજયી વસ્તુપાલ-તેજપાલ અને ગુજરાતની સુશ્રી અનુપમા દેવીનાં ધર્મ અને કલાભાવનાથી મંડિત શિલ્પસ્મારકો આજે પણ ભારતભરના જૈન યાત્રાળુઓ અને પરદેશીઓને માટે આકર્ષણરૂપ બનેલ છે. મુંબઈ પાસે બનેલ માનસમંદિર તેમજ નાસિક પાસેનું ધર્મચક્રતીર્થ અને પૂના-કાત્રજનું આગમમંદિર પોતાની શિલ્પ સમૃદ્ધિથી પ્રસિદ્ધ છે. કચ્છમાં ભૂકંપ પછી ભદ્રેશ્વરનું નવનિર્મિત જિનાલય, વાંકી-જિનાલય વગેરે પણ શિલ્પકળાના ઉત્તમ નમૂના જેવા છે. આ જૈન તીર્થધામો માત્ર શિલ્પ-સ્થાપત્યના સુંદર ઝરૂખાઓ જ નથી; પણ આત્મકલ્યાણનાં જીવંત સ્મારકો છે. આ કલામંદિરો કેવળ ગગનચુંબી ઇમારતો નથી પણ આત્માને નિર્મળ અને ઉન્નત બનાવવાનું સુવ્યવસ્થિત આયોજન છે. આ આયોજન પાછળ જૈનોની શ્રદ્ધાભક્તિએ અજોડ કામ કર્યું છે. ભાવી પેઢીને માટે પુષ્કળ ભાથું પૂરું પાડ્યું છે. પુણ્ય દર્શનીય ભૂમિનો પાવનકારી પ્રભાવ આ પાવનકારી પુણ્યભૂમિઓની પુણ્યપ્રભાવકતા તો જુઓ! તેમના દર્શન, વંદના અને સ્પર્શનાથી આપણા મસ્તક ઝૂકી પડે છે. તીર્થકરોનાં પુનિત પગલાંથી પાવન બનેલ શત્રુંજય મહાગિરિ, જ્યાં ઋષભદેવ પ્રભુ એક-બે વાર નહીં પરંતુ નવ્વાણું પૂર્વ વાર પધાર્યા છે. મગધમાં, બિહારમાં, બંગાળ અને ઉત્કલની ભૂમિએ જૈનધર્મનો સોનેરી સૂર્ય એક સમયે ચરમસીમાએ પહોંચેલો જોયો છે. તીર્થકરોમાં કલ્યાણકો પૂર્વની પુણ્યભૂમિમાં વિશેષ સાંપડે છે. તેના દર્શનથી મનની ભાવનાઓ હિલોળે ચઢે છે. પાદલિપ્તસૂરિ, કાલકાચાર્ય, આકાશમાર્ગે વિચરનારા વજસ્વામી, ખપુટાચાર્ય, ધનેશ્વરસૂરિ, માનતુંગસૂરિ, બપ્પભટ્ટસૂરિ. આચાર્ય શીલાંક વગેરેએ જૈન શાસનને ઘણું ગૌરવ અપાવ્યું છે. આ જૈન શ્રમણો આત્મકલ્યાણની સાથે જનકલ્યાણની સાધના કરતા રહ્યા હતા. અનંત આત્માઓની પણ આ સિદ્ધભૂમિ ગણાય છે. આ શત્રુંજય ગિરિરાજના સોળ ઉદ્ધારોમાં આ ગિરિરાજના અસંખ્ય છ'રી પાલક સંઘો નીકળ્યા. સેંકડો મંદિરોની રચના, હજારો મૂર્તિઓની પ્રતિષ્ઠા, પ્રવ્રજ્યા પ્રસંગો, પદપ્રદાન આયોજનો, સાધર્મિક વાત્સલ્યો, અભયદાનની ઉઘોષણાઓ તથા આ સર્વેએ જગતમાં અનેકાન્તદર્શનનું સાચું ગૌરવ અને ગરિમા પ્રતિષ્ઠિત કરેલ છે. ભારતમાં કે ભારતની બહાર જૈનોનાં એક-એક તીર્થમંદિરો કે ઉપાશ્રયો પ્રાચીન વૈભવના પ્રબળ પુરાવા છે. આબુ દેલવાડાના જૈન દેરાસરો ઉપર ફરકતી ધજાઓ મધ્યકાલીન સમયના રાજવીઓ અને મંત્રીઓની ગૌરવગાથાને તાજી કરે છે. જૈન ઇતિહાસને સમૃદ્ધ કરનાર બિહારનું પટણા જુઓ, જેની સાથે સ્થૂલિભદ્રજીની કથા સંકળાયેલી છે. રાજા શ્રેણિકની રાજધાની આજનું રાજગૃહી જુઓ, અંતિમ કેવળી જંબુસ્વામી, ધના શાલિભદ્ર અને સુલસા શ્રાવિકા આ નગરમાં જ જન્મ્યાં. પ્રસન્નચંદ્ર રાજર્ષિને આ નગરમાં જ કૈવલ્યની પ્રાપ્તિ થઈ. હેમચન્દ્રાચાર્યનું પાટણ જુઓ કે હીરવિજયસૂરિનું પાલનપુર જુઓ, દેલવાડા, કુંભારિયા અને આરાસણનાં મંદિરો જુઓ. પ્રાચીન ભારત કે ભરૂચની પંચતીર્થી જુઓ, જૈન સંસ્કૃતિને ટોચે લઈ જનાર ચૌદમી સદીનું કેશરિયાજી જુઓ, છેક ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સમગ્ર ભારતવર્ષ તીર્થકરો અને સાધુ સાધ્વીઓની વિહારભૂમિને લીધે આંખ ભરી ભરીને જોવું ગમે તેવું એ સઘળું ખરેખર દર્શનીય ભાસે છે. પાપ્રભસ્વામીની જન્મભૂમિ કોસંબી, મૃગાવતીજીને કેવળજ્ઞાન અહીં જ થયું. અનાથીમુનિ અને વૈયાકરણી કાત્યાયનની આ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy