SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો અને તેનાં અનુષંગે નૃત્ય-સંગીતની કળાઓ ત્યાં ટોચની કક્ષાએ વિકસી છે. અત્રે આ ગ્રંથમાં જ શ્રી રેણુકાબેન પોરવાલના લેખમાં મૂર્તિઓ-મંદિરોનાં શિલ્પ-સ્થાપત્યની ઘણી જ રસપ્રદ માહિતી આપણને સાંપડે છે. મુંબઈ -મુલુંડમાં વસવાટ કરતા શ્રી રેણુકાબેનનું આ વિષયમાંનું ઊંડું સંશોધન ખરેખર દાદ માંગી ભે તેવું છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકની શ્રી બાહુબલીની વિરાટકાય પ્રતિમા તેની રીતે એક અદ્ભુત સૃષ્ટિ છે. તેની વિશાળતા, દેદીપ્યમાન રચના અને છતાં સૌન્દર્યસભરતા આપણને મસ્તક નમાવવા પ્રેરે છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પ્રાપ્ત થયેલા કાંસ્યકલાના અનેકાનેક નમૂનાઓ, દેવગઢનું સંગ્રહાલય, કલાસ્થાપત્યની ઝાંખી, ખંડગિરિ અને ઉદયગિરિની ગુફાઓ, પ્રાચીન બાંધણીનું કરેડાનું બાવન જિનાલયનું મંદિર, ભોપાવરની બાર ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ, કાચ અને મીનાકામની કળામાં અજોડ ગણાતો કાનપુરનો મીણાકારી ભવ્ય જિનપ્રાસાદ, કલામય હવેલીઓથી શોભતાં જેસલમેરનાં શિલ્પ સૌન્દર્યો, વિશાળ નગરી ગણાતા લોદ્રવાનાં જિનમંદિરોની શિલ્પકળા, ભાવનગરની પંચતીર્થીમાં આવેલું વરતેજનું શ્રી સંભવનાથજીનું કલાપૂર્ણ મંદિર, સુરતમાં આવેલું ચૌદમા સૈકાનું કાષ્ઠકળાકારીગરીથી શોભતું ભવ્ય મંદિર, જેનો એક નમૂનો લંડનના મ્યુઝિયમમાં આજે પણ મોજૂદ છે, અજમેરની દિગમ્બર જૈન નસિયા, જયપુરના આમેરના કિલ્લાનાં જૈન મંદિરો અને ઘોઘાના જૈન મંદિરમાં બિરાજમાન નવખંડા પાર્શ્વનાથની પ્રતિમા શિલ્પકળામાં ઉલ્લેખનીય છે, બેનમૂન છે અને જગમશહૂર છે. દક્ષિણ ગુજરાતમાં ભરુચ પાસે આવેલું ઝગડિયાજીનું સંગેમરમરના કોટકિલ્લાવાળું વિશાળ જિનમંદિર શિલ્પકળાથી ખીચોખીચ ઢંકાયેલું નજરે પડે છે. સાસુવહુની સ્પર્ધામાંથી નિર્માણ થયેલ કાવીનાં મનોહર જિનમંદિરો પણ શિલ્પકળાનો અદ્દભૂત ખજાનો છે. પાલિતાણામાં તળેટી રોડ ઉપર આવેલું જૈન મ્યુઝીયમ આ. વિશાલસેનસૂરિજી મહારાજની પ્રેરણા અને પુરુષાર્થથી ઊભું થયેલ છે, જે જોવાલાયક છે. ઈડર, ચિત્તોડગઢ, જાલોર, નાકોડા, શંખેશ્વર આદિ પ્રસિદ્ધ તીર્થો તથા મુડબિદ્રીની નવગ્રહ પ્રતિમા જગપ્રસિદ્ધ છે. શ્રવણબેલગોડા સમીપ આવેલા ચંદ્રગિરિમાં અનુપમ મૂર્તિકળાના દર્શન થાય છે. દક્ષિણનાં મંદિરોનાં શિલ્પ આપણી પ્રાચીન કલાપદ્ધતિનાં દ્યોતક છે. એ મંદિરોનાં કોતરકામ નકશીકામ જોઈને અનેરો આનંદોલ્લાસ સાથે હૈયું નાચી ઊઠે છે. આબુદેલવાડાનાં જિનમંદિરોમાંની ઉત્કૃષ્ટ કલાનાં દર્શન એ જીવનનો એક લ્હાવો સમજીને ધન્યતા અનુભવાય છે. રાજસ્થાન બામણવાડા તીર્થની પટશાળા અને શ્રી શંખેશ્વર મહાતીર્થ, નાકોડાજી તીર્થની પટશાળા, રાજસ્થાનના ગામેગામના જિનાલયો, અમદાવાદનું હઠીસિંગની વાડીનું અદ્ભુત બાવન જિનાલય, મથુરાના કંકાલીટીલાના શિલ્પોએ જૈનધર્મની ઐતિહાસિકતા ખરેખર સિદ્ધ કરી છે. એમ જરૂર કહી શકાય. વડોદરા પાસેના આકોટાના શિલ્પો પણ અત્યંત ધ્યાનાકર્ષક છે. મધ્ય ભારતની કેટલીક જીવંત સ્થાપત્યકલા પ્રાચીન જાહોજલાલીની મધુર યાદ તાજી કરે છે. બિહારની કેટલીક ઇમારતોમાં આપણને ભવ્યતા, સુંદરતા અને નકશીકામનું સુભગ મિલન જોવા મળે છે. કલ્પનામાં ન આવે એ રીતે પ્રાચીન જિનમંદિરોની કલાકારીગરીએ જૈનેતરોમાં પણ ભારે મોટું આકર્ષણ ઊભું કરીને આસ્થા, શ્રદ્ધા જન્માવી છે. હસ્તલેખનની કળાને પણ જૈનાચાર્યો અને શ્રેષ્ઠીઓએ પરિપાલિત કરેલ છે. સદીઓ વહી જાય છતાં જેનાં રેખાંકનો ને રૂપરંગ જરા પણ ઝાંખાં ન પડે, હસ્તપ્રતોનાં પૃષ્ઠો બટકી ન જાય, એવી આ કલાસમૃદ્ધિ છે. છેલ્લી કેટલીક સદીઓથી શત્રુંજયાદિ તીર્થોના પટ પણ એવા જ સુંદર બનાવવામાં આવે છે. જ્ઞાનપંચમીના દિવસે રચાતી રંગોળીઓ પણ તીર્થકર ભગવંતોના જીવનપ્રસંગોને અને મહા પ્રભાવશાળી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy