________________
ઝળહળતાં નક્ષત્રો
તો ખુશ થવાનું છે. ધનવ્યય માટેના સાત શ્રેષ્ઠ ક્ષેતોમાં જિનબિંબ–જિનાલય એ તો મુખ્યક્ષેત્ર છે. દેવદ્રવ્યનો સમુચિત વહીવટ જાળવવા દ્રવ્ય-સપ્તતિકા ગ્રંથનું અધ્યયન જરૂરી છે. ગીતાર્થોના માર્ગદર્શન હેઠળ દેવદ્રવ્યના ઉપયોગની વ્યવસ્થા કરવી હિતાવહ છે અને જિનાલય સર્જન પછી પણ ભગવાનની આશાતના નિવારણ થાય કે અવિધિ અનાદર ન થાય તે જોવું પણ જરૂરી છે. જિનાલયો સંપૂર્ણ પૂજારીઓના ભરોસે છોડી દેવામાં જોખમ છે, પરમાત્માની અભક્તિ છે અને ઉપેક્ષાથી જિનશાસનની અપભ્રાજના થાય છે. આ કર્તવ્ય બજાવનારા અમુક લાક્ષણિક દ્રષ્ટાંતો નિમ્નાંકિત
જાણવા.
(૧) છ'રી પાલિત સંઘ હતો રાજા કુમારપાળનો પણ, પોતે સંઘપતિની સંઘમાળનો લાભ છોડી ફક્ત દેવદ્રવ્યની વૃદ્ધિના ભાવથી ઉછામણી કરાવી અને તીર્થમાળનો લાભ જગડુશાએ સવાક્રોડના દાનથી લીધેલ. (૨) ગિરનાર તીર્થની રક્ષા હેતુ પ૬ ઘડી સુવર્ણની ઉછામણી બોલનાર પેથડશાહે જ બીજી (ચાર) ૪ ઘડી સોનાની પ્રભાવના વગેરે કરી પછી જ પોતાના ઉપવાસનું પારણું
કરેલ હતું.
(૩) સવાસોમાની ટૂંક, દેરાણી-જેઠાણીના ગોખલા કે શત્રુંજયની નવટૂંકો વગેરેનો ઇતિહાસ તપાસાય ત્યારે ખ્યાલ આવશે કે નિકટના ભૂતકાળમાં શ્રાવકો દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ કરતા હતા.
(૪) રાજા સંપ્રતિ દ્વારા તૈયાર થયેલ સવા લાખ જિનાલયો, આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર જિનાલય બાંધવામાં કરેલ સાડા ત્રણ કરોડ સુવર્ણમુદ્રાનો ખર્ચ, કુમારપાળે ૯૬ ક્રોડ ખર્ચી બંધાવેલ ‘ત્રિભુવનપાળ વિહાર' જિનાલય અને બંધાવેલ નવા ૧૪૪૪ દહેરાસરો ઉપરાંત વસ્તુપાળ દ્વારા બંધાવાયેલ નવા ૧૩૧૩ જિનાલયો અને બાવીસસો જિનાલયોનો જિર્ણોદ્ધાર, ભરાવેલ સવા લાખ જિનબિંબો કે પેથડમંત્રીએ બંધાવેલ નવા ૮૪ મંદિરો વગેરે દેવદ્રવ્યની વૃદ્ધિ સાથે થયેલ જિનાલયની પ્રભાવક ઘટનાઓ છે. (૫)ભરતચક્રીએ અષ્ટાપદ ગિરિરાજ ઉપર બંધાવેલ સિંહનિષધા, પ્રાસાદ અને ચોવીશેય ભગવંતની પ્રતિમાઓ વગેરેનો ઇતિહાસ તો અ ંખ્ય વરસો પ્રાચીન છે. વધુ વિસ્તાર અત્રે જરૂરી પણ નથી.
Jain Education International
૬૫૧
(૬) મહાપૂજા કર્તવ્ય
આ મહાપૂજા કર્તવ્યમાં જિનાલયની પ્રથમતઃ શુદ્ધિ કરાય છે. અઢાર અભિષેક વગેરે દ્વારા અથવા દિવાળી પૂર્વે મકાનદુકાનની જેમ, જયણાપૂર્વક શુદ્ધિ કરીને પછી દહેરાસરને સુંદર રીતે સજાવાય છે. તેની શોભા અને સજાવટ એ રીતે કરાય છે કે જૈનેતરને પણ આકર્ષણ થાય. જિનપ્રભુના દર્શન કરવા હેતુ. કારણમાં પિતાએ પરાણે પણ પોતાના પુત્રને જિનદર્શન–વંદન કરાવવા ઘરની ડેલીનો દરવાજો નીચો કરાવી સામે જ મંગલમૂર્તિ સ્થાપી હતી, તેથી કમને દર્શન કરનાર પુત્રમાં પણ કંઈક ભક્તિના સંસ્કાર પડે. પિતા મૃત્યુ પછી દેવલોકે સીધાવ્યા પણ પુત્ર મરણ પામી સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલો થયો. એકદા તરતાં તરતાં સામે આવેલ જિનાકૃતિઓવાળો મત્સ્ય દેખી જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયેલ, તેથી પૂર્વ ભવની નાસ્તિકતાના કારણે જિનધર્મ ખોઈ નાખવાનું દુ:ખ થતાં વૈરાગ્ય થયો અને તેથી માછલાના ભવમાં અણસણ કરી મરણાંતે દેવગતિ સાધી હતી.
આમ વીતરાગી ભગવંતના દર્શન-વંદન-અર્ચન—
પૂજનથી નિશ્ચિત લાભ થયા વગર ન રહે. તે માટે પણ જૈનેતરોને પણ જિનેશ્વરો પ્રતિના આદર-બહુમાન–પરિચય કે પાવકતાનો પ્રભાવ દર્શાવવા વરસમાં એકાદવાર મહાપૂજાનું કર્તવ્ય બજાવવાનું છે પણ તેમ કરવા જતાં ઇલેક્ટ્રીક લાઈટો, પુષ્પોની વિરાધના વગેરે માટે જે અજયણાની બાબતો છે, તે જરૂરથી વિચારણીય છે. કારણ કે જયણાપ્રધાન ધર્મમાં બિનજરૂરી આડંબરોની આવશ્યકતા નથી રહેતી. દેશ-કાળ પ્રમાણે પ્રવર્તવામાં વિશેષ લાભ છે. શાસ્ત્રોમાં જે પખનન ન્યાયની વાતો આવે છે, તે અત્રે મહાપૂજામાં પણ લાગુ પડે છે, કારણ કે લાભાનુલાભની દ્રષ્ટિએ પરમાત્માભક્તિના ભાવોથી થયેલા આડંબરો અનેકોની ભાવવૃદ્ધિ અને આત્મશુદ્ધિનું કારણ બનવાથી ઉપાદેય બની જાય છે. રંગોની રંગોળીઓ, ચિત્રપટો, આકર્ષક લખાણો, ઘીના દીપકો, અંગરચનાઓ, રંગમંડપના શણગારો, સાધર્મિકોનું સંઘપૂજન, સ્વાગત, બોધપ્રદ ગોઠવણો વગેરે અનેક પ્રકારે આ મહાપૂજા કરી શકાય છે. આ મહાપૂજા અને મહાપૂજનો બેઉ અલગ અલગ વસ્તુઓ છે. આ મહાપૂજાનો સંપૂર્ણ લાભ એક જ સુખી પરિવાર લઈ આયોજન કરી શકે છે અથવા બધાયને લાભ મળે તેમ સામૂહિક આયોજન નકરો રાખી કરવામાં પણ કોઈ હરકત નથી બલ્કે વિશેષ લાભ છે.
પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org