________________
૬૪૮
જુગારાદિ વ્યસનોમાંથી મુક્ત કરાવી ધર્મમાર્ગે સ્થિર કર્યો, તે જ આત્મા ધર્માત્મા બની જંબુદ્વીપનો અધિષ્ઠાયક દેવ પણ થયો.
(૪) સાધુ માટે સાધુ સાધર્મિક છે, શ્રાવક માટે શ્રાવક છતાંય ભગવાન મહાવીરની દેહપીડા સમયે ઔષધ વહોરાવી ભક્તિ કરનાર હતી શ્રાવિકા રેવતી, જેણે પરમાત્માભક્તિ દ્વારા તીર્થંકરનામકર્મ બાંધેલ છે. (૫) પુણીયો શ્રાવક આર્થિક રીતે સંપન્ન ન હતો, પણ પતિપત્ની એકાંતર ઉપવાસ કરીને પણ સાધર્મિક ભક્તિની ટેક પાળતા હતા, તેથી તેની પ્રશંસા ભગવાન મહાવીરદેવે પણ કરી હતી.
(૬) જ્યારે નાકોડાનરેશે પોતાના પુત્ર દ્વારા થયેલ કન્યાની છેડતી વિશે ઉચિત ન્યાય ન આપ્યો ત્યારે મહાજનોએ મળી નાકોડા છોડી દીધું અને જેસલમેરના રાજાએ તે સૌની ભક્તિ કરી હતી.
(૭) હસુમતી ભાવસારે દરિદ્ર બનેલા ઉદા વણિકની ભક્તિ કરી તો તે ઉદાયન મંત્રી બની ગયા. આજ મંત્રીએ ચાચિંગની ભક્તિ કરી ચાંગો મેળવી લીધો જે ભાવિમાં હેમચંદ્રાચાર્યજી બન્યા હતા.
(૮) પેથડ મંત્રી તો બહારગામના સાધર્મિકોને દેખી હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરી સાધર્મિકને પ્રણામ કરતા હતા અને પોતાના ઘેર ભોજન ભક્તિ માટે આમંત્રણ આપતા હતા.
(૯) જેમ ગુરુદેવનું જીર્ણ વસ્ર દેખી તેમની પ્રેરણાથી રાજા કુમારપાળને સાધર્મિક ભક્તિની ભાવના જાગી, તેમ આજેય પણ ધન-ધાન્યથી ગુપ્ત ભક્તિ કરનારા અનેક શ્રાવકો છે.
(૩) યાત્રાત્રિક કર્તવ્ય
શ્રાવક-શ્રાવિકાઓ માટેના વાર્ષિક કર્તવ્યોમાં આ ત્રીજું કર્તવ્ય ત્રણ ભાગોમાં વિભાજિત છે. (ક) અષ્ટાહિકાયાત્રા (ખ) રથયાત્રા અને (ગ) તીર્થયાત્રા. તેની વિગતો નિમ્નાંકિત છે.
(ક) અષ્ટાહિકાયાત્રા :-વરસમાં પર્યુષણ મહાપર્વ, બે શાશ્વતી ચૈત્રી-આસો માસની આયંબિલ ઓળી તથા ત્રણ વાર આવતી ચૌમાસી અઠ્ઠાઈઓ. આ છએ અઠ્ઠાઈઓને
Jain Education International
જિન શાસનનાં પરમાત્માભક્તિ, લીલોતરી ત્યાગ, સવિશેષ આરાધનાઓ, ઉજમણા અને તપ-ત્યાગ-શાસનપ્રભાવના, અમારિ પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, શાસનરક્ષક પ્રવૃત્તિઓ વગેરે દ્વારા ઉજવવી તે એક મહાકર્તવ્ય છે. પૂર્વકાળમાં છએ અઠ્ઠાઈઓનું મહત્ત્વ હતું. આજે પર્યુષણ અને આયંબિલ ઓળીનું જ મહત્ત્વ રહ્યું છે. બાકીની ત્રણ ચૌમાસી અઠ્ઠાઈઓ વિશે લોકોને જ્ઞાન-બહુમાન ઓછા જણાય છે.
જૈન રામાયણ પ્રમાણે લગ્નાદિ પ્રસંગોના રંગ-વિલાસને નાથવા તે કાળમાં તેના સાંસારિક પ્રસંગોમાં પણ આઠ દિવસ સુધીના ભક્તિ–મહોત્સવ કાર્યક્રમો આયોજિત થતા હતા. સિદ્ધચક્ર મહાપૂજન કે શાંતિસ્નાત્ર અનેક વરસોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે થતા હતા. વર્તમાનમાં પર્યુષણ સુધી થયેલ તમામ આરાધનાઓના નિમિત્તે મહાપર્વ પછી અને આસો ઓળી પૂર્વે તેવા અષ્ટાહ્નિકા મહોત્સવો થતા જોવા મળે છે. તેમાં પોતાની શક્તિભાવના પ્રમાણે ફાળો નોંધાવનારા સામૂહિક લાભ લઈ ઉપરોક્ત કર્તવ્ય બજાવે છે. તદુપરાંત શાશ્વતી ઓળીમાં તો દેવો પણ નંદીશ્વરદ્વીપની જાત્રાએ જવા ઉલ્લસિત થાય છે, તેવા શાસ્ત્રપાઠો છે.
પરમાત્મા ભક્તિમાં પણ આડંબરો ઉપાદેય છે કારણ કે ધનમૂર્છાત્યાગ, ભક્તિભાવવર્ધન અનેક લાભો છે.
(ખ) રથયાત્રા :—તીર્થંકર ભગવાનની પ્રતિમાજી સાથેની રથયાત્રા જેમાં બળદો, ઘોડા અને હાથી, ઊંટ વગેરે જોડાતા હતા, તે ઉપરાંત શ્રાવકો પણ ભગવાનના રથને સ્વયંખેંચીને ભક્તિ કરતા હતા, તેવી વાતો જૈનકથાનુયોગમાં જોવા જાણવા મળે છે. આ. હરિભદ્રસૂરિજી રચિત પંચાશક શાસ્ત્રમાં પ્રભુજીના કલ્યાણકોની ઉજવણીના વિવિધ પ્રકારો જણાવ્યા છે. આજે પણ ભારતભરમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકનો વરઘોડો જે ચૈત્રસુદ તેરસના નીકળે છે, તે ઉપરાંત પર્યુષણ પછી થનારી ચૈત્યપરિપાટીઓ કે રથયાત્રા, કલકત્તાનો કાર્તિક પૂર્ણિમાનો ઇન્દ્રધ્વજ સાથેનો વરઘોડો વગેરે નિમિત્તો શાસનપ્રભાવના ઉત્પન્ન કરે છે. રાજા કુમારપાળના સમયે ચૈત્ર વદ આઠમ (ગુજરાતી ફાગણ વદ ૮)ના દિવસે પાટણમાં જે શોભાયાત્રા નીકળતી હતી તેમાં ૧૮૦૦ જેટલા કરોડપતિઓ પણ જોડાતા હતા. હાલે પણ હિન્દુસ્તાનના અલગ અલગ સંઘોમાં કોઈ વિશિષ્ટ પર્વતિથિના નિમિત્ત લઈને પ્રભુ-પ્રતિમાજીની સાથે રથયાત્રાઓ નીકળે છે જેની ઉછામણીઓ કરવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org