________________
ઝળહળતાં નક્ષત્રો
જૈન મહેશભાઈ ગાંધીનો સાંભળ્યો. ધંધામાં એમને નુકશાની આવી. પાર્ટીઓને ૨૯ લાખ ચૂકવવાનો પ્રસંગ આવ્યો. પોતાની ચૂકવવાની એવી શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ હતી. આજુબાજુવાળાએ સલાહ આપી, “પાર્ટીને કહી દો. મારી પાસે ચૂકવવાનું કાંઈ જ નથી, એ લોકો તમોને કાંઈ જ કરી શકે તેમ નથી.” પણ પાપભીરુ-પ્રભુભક્ત-ન્યાયપ્રિય મહેશભાઈને આ વાત મંજુર નહોતી. એમણે ધીરે ધીરે પોતાની તમામ દેવાની ૨કમ ખૂબ જ સુંદર રીતે ચૂકવી દીધી. એ અમોને કહે, “ભલે લેણદાર મને કાંઈ જ ન કરી શકે પણ ઉપરવાળો તો બધો હિસાબ રાખે જ છે ને? એમને કોણ છેતરી શકે છે?
અસ્તુ. [પ્રસંગ સાંભળ્યો ૨૦૬૬ ભાદ્ર]
હા વસુંધરા બહુરત્ના કહેવાય છે તે આવા નરરત્નોને કારણે જ ને? ન્યાય-નીતિધર્મનો જય-જયકાર !
ચાલો અનુમોદના કરીએ
જય હો! વિજય હો! સમતાપૂર્વકના તપધર્મનો!
અરબો વર્ષના આયુષ્યવાળા રાજકુમારી સુંદરીબહેને (પ્રભુશ્રી ઋષભદેવ–આદીશ્વરસ્વામીના સંસારીપુત્રી) સતત સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ કરી પોતાના ચારિત્ર મોહનીય કર્મને હટાવ્યું હતું. વર્તમાનમાં (પ્રચલિત) માત્ર સો વર્ષના મનુષ્ય આયુષ્યની ગણત્રીએ પોતાની ૬૯ વર્ષની ઉંમરમાં ૪૦ વરસથી પણ અધિક આયંબિલની તપસ્યા કરનાર એક પુણ્યવંતા તપસ્વીની અહીં બહુ જ ટૂંકમાં વાત કરવી છે.
આ પુણ્યવંતા તપસ્વિની સાધ્વીજીના આત્મ પરાક્રમો ખાસ જાણવા–અનુમોદવા જેવા છે.
-૧૩ વર્ષની વયથી લીલોતરી–ફળો વગેરેનો ત્યાગ. –સૂકોમેવો–બદામ વગેરે તો જાણે ચાખ્યાં જ નથી.
૬૩૫
–આયંબિલની ઓળીના પારણામાં પણ ચાર અથવા પાંચ વિગઈનો ત્યાગ.
-વિ.સં. ૨૦૬૬ પૂર્વના ૨૫ વરસથી આયંબિલની લાંબી–લાંબી ઓળીમાં પણ આહાર તો રોટલા-રોટલીખાખરાના ત્યાગપૂર્વક માત્ર ભાત-ખીચડી-દાળનો.
Jain Education International
-હમણાં (૨૦૬૬ શ્રાવણ) સુધી વર્તમાન ૧૦૦ + ૧૦૦ + ૦૯૦ આયંબિલની ઓળીમાં પણ સળંગ ૧૬૮૦– ૧૪૮૦-૫૦૦ આયંબિલ કર્યા. આજ દિવસ સુધી જીવનમાં ૪૦થી અધિક વર્ષ = ૧૪૪૮૫ આયંબિલ તથા ઓળીના ૨૯૦ ઉપવાસ તો થયા જ પણ સાથે જ
–વરસીતપ–માસક્ષમણ (મૃત્યુંજય તપ) –ક્ષીરસમુદ્ર તપ-૩ અઠ્ઠાઈની પણ મોટી તપસ્યા ખરી જ.
–સાધ્વી શ્રી હંસકીર્તિશ્રીજીનો આત્મા એટલે જાણે પરમહંસ. એ પુણ્ય આત્માએ ચારો તપનો જ ચર્ચો છે; સ્નાન સમતાસ્વરૂપ માનસરોવરમાં જ કર્યું છે. ક્ષીર–નીરન્યાયે વિવેકબુદ્ધિથી સદા કૃત્ય-અકૃત્યનો ભેદ કરેલ છે.
સુંદરગુણરત્નોની ખાણ છે શ્રી જિનશાસન. આવા શાસનપ્રભાવકો સમયે સમયે અહીં સંભવિત બનવાના જ. એમની ૧૦૦ + ૧૦૦ + ૯૦ આયંબિલના છેલ્લા દિવસે એટલે કે શનિવાર વિ.સં. ૨૦૬૬ શ્રાવણ વદ પ્રથમ ચોથના દિવસે ભારતભરમાં આરાધકોએ એમની તપસ્યાની નક્કર
એમનું નામ હંસાબહેન મહાસુખભાઈ. પોતાના માતુશ્રી અનુમોદના નિમિત્તે હજારો આયંબિલ કર્યા. વિવિધ
આરાધનાઓ કરી. જય હો—વિજય હો સમતાપૂર્વકના તપધર્મનો !
લીલાબહેનની સાથે જ માત્ર તેર વર્ષની પોતાની ઉંમરે એમણે વર્ધમાન આયંબિલ ઓળીનો પાયો નાખ્યો. અઢાર વર્ષની ટીનેજમાં ભાગવતી દીક્ષા લઈ એ બન્યા સાધ્વીશ્રી હંસકીર્તિશ્રીજી. અધ્યાત્મમૂર્તિ આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના સમુદાયના આજ્ઞાવર્તી પૂ. સાધ્વીશ્રી પુષ્પાશ્રીજીના શિષ્યા....પછીથી એ અનુક્રમે બની ગયા ૨૮ શિષ્યા-પ્રશિષ્યાના યોગક્ષેમકારી ગુરુમાતા.
જાણી લો એમનો ગુણવૈભવ :—સ્વભાવમાં સૌમ્યતા, જીવનમાં નમ્રતા, વિચારોમાં ઉદારતા, વચનોચ્ચારમાં મિતભાષિતા, વાણીમાં સાકર જેવી મધુરતા આદિ.
ન્યાય સંપન્ન વિભવ ગુણપ્રિયા
આજરોજ એક સંસારી સંબંધીનો મેળાપ થયો. જીવનમાં પ્રાયઃ પહેલી જ વાર. એ યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. અન્યાય, અનીતિના ધનના સખત વિરોધવાળા. પોતે ધંધામાં ખૂબ જ પ્રામાણિક, પોતાને એક ચાન્સ મળ્યો, જેમાં ખોટું કરે તો રૂ।. દશ લાખ તત્કાળ મળી શકે એવા હતા, પણ પરમ સંન્યાય પથદર્શક જિનેશ્વર ભગવંતના એ ભગત! ખોટી સલાહ આપવા કે ખોટું કરવા એ તૈયાર ન જ થયા. કુલે ૧૦–૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org