SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૬૩૩ પ '', ઉોમના ગુણ ગાવતાં ગુણ આપે નિઅંગ લેખક પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજીના શિષ્ય, ૧૦૦ + ૦૩૬ વર્ધમાન આયંબિલ ઓળી આરાધક પંન્યાસ પ્રવરશ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર અમરેલી (સૌરાષ્ટ્ર) ટોળિયા કુટુંબના બે સહોદરો–માતુશ્રી લીલાવતીબેન નવલચંદ કીરચંદ ટોળિયાના સુપુત્રો પૈકીના એક તે કિરિટ (ભુપેન્દ્ર)તે જ પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર મહારાજ. શિબિરના આદ્ય પ્રણેતા વર્ધમાન ૧૦૮ આયંબિલ ઓળીના આરાધક પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની અમદાવાદ-કલકત્તા-કપડવંજ-પાલનપુરની શિબિરના પ્રભાવક પ્રવચનોના શ્રવણો અને પૂજ્યોના અંગત પરિચયે બી.એસ.સી. ફર્સ્ટકલાસ (કેમિસ્ટ્રી-ફિઝીકસ)ની ડિગ્રી અને હાયર સેકન્ડરી સુધીના સાયન્સ ટીચરની નોકરી છોડી એ બની ગયા અણગાર અને શ્રી જિનશાસનના શણગાર. પૂજ્યશ્રીની કૃપાવર્ષા અને પાવની અને અમીદ્રષ્ટિથી તેઓ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, પ્રકરણો, આગમ શાસ્ત્રો આદિનો સુંદર બોધ પામ્યા. રાજસ્થાનના પલ્લીવાલ ક્ષેત્ર, સવાઈ માધોપુર, ભરતપુર, અલવર આદિના જિલ્લાઓમાં વિચરી સ્થાપના-નિક્ષેપના સત્ય સિદ્ધાંતની સુંદર રક્ષા કરી. પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે અને અલગ પણ વિચરી નંદુરબાર, દેહુરોડ, પૂના, દૌડ, બારામતી, રાણીબેનૂર, ધુલિયા, જાલના, ઔરંગાબાદ, અમદાવાદ, હુબલી, મુંબઈના અનેકાનેક સ્થળોએ વિચરી ચાતુર્માસ કરી, પ્રભાવક પ્રવચનો અને શિબિર, અનુષ્ઠાનો દ્વારા અનેકવિધ શાસન પ્રભાવના, આરાધના કરી કરાવી અનેક ભવ્યાત્માઓના જીવનમાં ધર્મપ્રદાન, ધર્મસ્થિરતા પ્રદાન કરવામાં સહાયક બન્યા. આ મહાત્માની તપસ્યા પણ અજબ-ગજબની. ૩૬ વર્ષના દીક્ષા પર્યાય (૨૦૬૭ પોષ) દરમ્યાન એમણે એકાસણા-એક ટાઈમ જ ભોજન કર્યું છે અને ૧૦૦ + ૩૬ વર્ધમાન આયંબિલની ઓળી કરી છે અને માસખમણ પણ કર્યું છે. આ સંયમી મહાત્મા દીર્ઘકાળપર્યત શાસન પ્રભાવના-આરાધના કરી કરાવી આત્મોન્નતિના માર્ગે આગળ વધો એ જ શ્રી અરિહંતપ્રભુને પ્રણામપૂર્વક પ્રાર્થના છે. યાદ રહે શ્રી જૈનશાસન કરણ-કરાવણ-અનુમોદનાના એક સરખા ફળની તાત્ત્વિક વાત કરે છે. આપણા જ કાળમાં અને આપણી જેવા જ સંયોગોમાં જીવતા શ્રી જિનશાસનના આરાધકોને જોવા-જાણવાથી આપણામાં પણ સુષુપ્ત રહેલા વીર્ય પ્રગટ થઈ આપણને પણ મોક્ષમાર્ગે આગળ જવાની પ્રેરણા મળે છે. અનુમોદનાપ્રશંસાએ ખુદના આરાધનાના ફળો પ્રદાન કરતાં મોટા વૃક્ષનું બીજ છે. વીનં સપ્રશંસારિ શાસ્ત્રવાકય ખૂબ સ્મરણમાં લાવવા જેવું છે. લેખક મહોદય આવા પ્રસંગો ઉજાગર કરતા રહે એ જ શુભાભિલાષા. એમણે અનુમોદના માટેનો રજૂ કરેલો રસથાળ આપણે જાણીએ-માણીએ અને જીવન અધિક ગુણવાન બનાવીએ. -સંપાદક Jain Education Intemational For Private & Personal use only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy