________________
૬૩૦
(૨૫) ગૌશાલક
પોતાની જ છોડેલ તેજાલેશ્યાના દાહથી સાતમે દિવસે જ અવસાન પામી ગયેલ ગોશાલકના અપમરણ પછી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરદેવને તેની ગતિ વિશે પૂછેલ, ત્યારે ભગવંતે જણાવેલ કે જીવનાંતે પણ ગુરુદ્રોહની પશ્ચાતાપ ભાવના દ્વારા શુદ્ધિ-બુદ્ધિ પામી ગયેલ ગોશાલક ઉન્માર્ગી અને પાપી છતાંય બારમા દેવલોકનો દેવતા બન્યો છે. અંત સમયે તેણે જે આલોચના કરી હતી તે ઉત્તમ પ્રકારની આત્મસાક્ષીએ કરેલ પ્રાયશ્ચિત્ત ભાવના આવી કંઈક હતી.
“મૂઢમતિ મારી બુદ્ધિ કેમ મરી પરવારી હતી? મારા પોતાના જ અનન્ય ઉપકારી, મારા પરમહિતેચ્છુ અને ઉલ્ટુંખલ છતાંય મને પોતાની સાથે રાખનાર અને અનેક વિદ્યાઓના માલિક બનાવનાર એક તીર્થંકર ભગવાનની કેટલી બધી ભયંકર આશાતના મેં કરી નાખી. લોકોને સત્ય-અહિંસાનો માર્ગ બતાવનાર સામે જ અસત્ય ઉચ્ચરણ કરી પોતાને સર્વજ્ઞ તરીકે જાહેર કર્યો અને અહિંસા-કરૂણામૂર્તિ ઉપર જ હિંસાના ભાવથી તેજોલેશ્યા છોડી અનેકોને ભગવાનના વિરોધી બનાવી દીધા. પોતાના અંગત ભક્તો બનાવી જૈનધર્મનો સીધો જ વિરોધ જાહેર કર્યો. ન જાણે કેટલાય જીવો મારે નિમિત્તે ઉન્માર્ગ ગમન કરી જશે અને પરિણામે ભવોભવની નરક– તિર્યંચગતિ મારા માટે આમંત્રણ સ્વરૂપ ઊભી થશે. હજુંય મારું થોડું આયુ બાકી છે, તેથી શિષ્યો અને અનુરાગીઓને અંતિમ આ ક્ષણોમાં બોલાવી મારી પાપલીલા કહી દઉં જેથી નવા કર્મોનો બંધ ન થાય ભવાંતરો બગડી ન જાય. ધિક્કાર છે મારા પાપી આત્માને કે જેણે પરમગુરુનો પ્રકર્ષ દ્રોહ કરી લોકવંચના પણ કરી છે.”
મરણના છેલ્લા અને સાતમા દિવસે ગોશાલકે પોતાના મિથ્યાપ્રચારના મનોરથો ખુલ્લા કરી દીધા. પોતાના મરણ પછી પણ શબની તડના–તાર્જના કરી, લોક સમક્ષ થૂંકવા અને એક મરેલા શ્વાનની જેમ મૃતદેહને ઘસડવા આજ્ઞાઓ ફરમાવી. જિનેશ્વર મહાવીર ભગવાન જ સાચા તીર્થંકર છે અને પોતે સાવ અલ્પમતિ સાધક છે એવું જાહેર કરી લઘુતા ભાવનાથી પાપકર્મો કંઈક ઓછા કર્યાં. અંત સમયે જેવી મતિ તેવી જ થાય ગતિ ન્યાયે મૃત્યુ પછી ગોશાલક બારમા દેવલોકે જરૂર ગયો, પણ તીર્થંકરની ઘોર આશાતનાના કારણે દુ:ખપ્રચૂર ભવો કરી પછી જ મોક્ષે જશે.
Jain Education International
જિન શાસનનાં
(૨૬) હલ્લ-વિહલ્લ
દિવ્ય હાર, વસ્ત્ર, કાનના કુંડળો અને સેચનક હાથી એમ ચાર વસ્તુઓ રાણી પદ્માવતીના અત્યાગ્રહથી જ્યારે કૃષિકે પોતાના જ ભાઈઓ હલ્લ–વિહલ્લ પાસેથી લજ્જા છોડી માંગી ત્યારે બેઉ ભાઈઓ પોતાના બાહુબળનો પૂરતો વિચાર કરી ભાગી છૂટવા અને વૈશાલીના રાજા ચેટક જેઓ તેમના પાછા મામા થતા હતા તેમના શરણે રહેવા લાગ્યા. જ્યારે તે ચાર વસ્તુઓ ખાતર ચેડા રાજા સાથે કૂણિકનો ઘોર સંગ્રામ થયો, ત્યારે અનેક નિર્દોષ સૈનિકોનો કચ્ચરઘાણ વળી ગયો. છેલ્લે જ્યારે સેચનક હાથી પણ બેઉ ભાઈઓને અગ્નિપાતથી બચાવી લઈ પોતે અંગારાની ખાઈમાં કૂદી મર્યો, ત્યારે પરાક્રમી હલ્લવિહલ્લ શાંબ અને પ્રધુમ્નની જેમ વૈરાગી બની વિચારવા
લાગ્યા.
“સ્ત્રી હઠ પછી બાળહઠ જેવી નાદાની કરી આપણે કેટલો મોટો અનર્થ કરી નાખ્યો. એક પશુ અને ત્રણ વસ્તુ પાછળ કેટલાય પંચેન્દ્રિયો આ યુદ્ધમાં હણાઈ ગયા. સગા મામા-ભાણેજ જેવા સ્નેહી-સંબંધીઓ વચ્ચેના વેરઝેરમાં અમે જ બેઉ ભાઈઓ નિમિત્ત બની ગયા. રજનું ગજ થઈ ગયું. સેચનક હાથી તો વફાદાર નીકળ્યો, પણ અમે પોતે જ પશુતુલ્યબુદ્ધિવાળા બાળ ઠર્યા. નાહકના આ સંગ્રામમાં કાળ–મહાકાળ વગેરે દસ ભાઈઓ તો હોમાઈ ગયા, સાથે વરૂણ જેવા મહાશ્રાવકો પણ શહીદ થઈ ગયા. હાથી-ઘોડાઊંટ-ખચ્ચર વગેરે અસંખ્યની સંખ્યામાં કપાઈ ગયા. લોહીની નદીઓ વહી ગઈ અને અંતે કદાચ જીત પણ થાય તોય આવી હિંસા પછીના ભવોમાં અમારો આત્મા ન જાણે ક્યાં ક્યાં ભટકશે? બધાય સગા-વ્હાલાંને સંકટમાં નાખી દઈ હવે જીવવાનો પણ રસ શા માટે? છતાંય આત્મહત્યા કરી નવા પાપો નથી બાંધવા અને મંત્રીશ્વર અભય કે મેઘકુમાર વગેરેની જેમ અમને પણ ચારિત્રનો ચાખ્ખો માર્ગ મળજો.”
મનમાં વિરક્તિના પરિણામ હતા. એથી સંસારની કે સંગ્રામની આસક્તિ લગીર ન રહી. તેથી શાસનદેવીએ તે બેઉ ભાઈઓને ભગવાન મહાવીર પ્રભુ સુધી પહોંચાડી દીધા. ત્યાં તેમને સંયમ ગુણસ્થાન પ્રાપ્ત થઈ ગયું. સંગ્રામ એક મહાયુદ્ધમાં ફેરવાઈ ગયું જેમાં એક ક્રોડ અને એંશી લાખ લોકોએ પ્રાણ ગુમાવ્યા, પણ હલ્લ–વિહલ્લે ધર્મપુરુષાર્થ કરી જીવન બચાવી લીધું.
For Private & Personal Use Only
www.jainelibrary.org