SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ધન્યભાગી બની જશું. કદાચ સંસારીઓને પણ આવા સત્સંગ દુર્લભ છે. જ્યારે સાધુપણાના કારણે હવે અમને તો બધુંય સુકર છે. અમારા સૌનો આ જન્મારો ગુરુદેવની કૃપાથી ઉજ્વળ બનજો, ભવનો ફેરો સફળ થજો.” હકીકત એ બની કે પાંચેય સાધુ-સાધ્વી ભગવંતો ચાલુ વિહારમાં જ કેવળી બની ગયાં અને જ્યારે કેવળીની પર્ષદામાં જઈ બેઠા ત્યારે જ ઘટસ્ફોટ થયો. (૨૩) ધનશમાં મુનિરાજ એલગપુરના માર્ગે જતાં વચમાં નદી આવી. બહુ ઊંડી ન હતી, તો સાવ છીછરી પણ ન હતી. બપોરનો સમય, ગ્રીષ્મ ૠતુ અને બાળમુનિ ધનશર્મા. પોતાના પુત્ર મુનિને તૃષાતુર દેખી પિતા મુનિ ધનમિત્રે અપવાદ માર્ગે નદીનું પાણી પી લઈ તૃષા નિવારણ કરવા ઉપદેશ આપ્યો, પણ ધનશર્મા તૈયાર ન થયા અને તેમની દયા ચિંતવી પિતા મુનિ થોડા આગળ નીકળી નદી ઓળંગી ગયા, જેથી ધનશર્માને પોતાની શરમ સંકોચ ન નડે. એક વાર તો ધનશર્માએ પણ નદીના પાણીની અંજલી ભરી લીધી, પણ અતિચારમાંથી અનાચાર તરફ જાય તેટલામાં તેમનું દિલ કંપી ગયું અને બાલમુનિ છતાંય શાસ્રનિપુણ હોવાથી ચિંતનના ચમકારે ચઢી ગયા. “હાય! આવી કાચા પાણી પીવાની આજ્ઞા પિતાશ્રીએ કેમ આપી હશે? કારણ કે પોતે પણ તૃષાતુર છે, છતાંય નદીનું પાણી પીતા નથી. ઉપરાંત ભગવાનની પણ આજ્ઞા ચિત્ત પાણી વાપરવાની નથી. અપ્કાયના એક બુંદમાં અસંખ્ય જીવો જ્ઞાનીઓએ જોયા છે, ઉપરાંત અત્યારે છાનીછપની રીતે પાણી વાપરી લીધા પછી પણ શું સાચી આલોચના થઈ શકશે? વ્રતનિયમ ભાંગીને જો નરકગતિમાં જઈશ તો ત્યાં બચાવવા કોણ આવશે? અને જ્યારે મારો જીવ નારકીપણે હશે ત્યારે કેવી ભયાનક તરસ મૂંગે મોઢે સહન કરી હશે? આ જીવે તો ભવોભવ શરીર લઈ એટલું બધું પાણી પી નાખ્યું છે કે સ્વયંભૂરમણ સમુદ્રના પાણી પણ ઓછા કહેવાય, છતાંય કાયાની માયા હોવાથી તરસ લાગતાં મન બગડી જાય છે. જે થાય તે, હવે સમજ્યા પછી મારે મન નથી બગાડવું, બલ્કે પાણીના જીવોની દયા પાળીશ, પછી જે થવું હોય તે થાય. સંયમ માટે સહન કરવામાં કર્મોની નિર્જરા જ થવાની છે.” હતા નાના બાલ મુનિ પણ ભાવો પિતા કરતાંય પ્રૌઢ હતા. તૃષાવેદના સહન ન થતાં પ્રાણપંખેરૂં ઊડી ગયું Jain Education Intemational ૬૨૯ પણ મુનિ ધનશર્મા દેવલોકે દેવતા બન્યા. તરત પછી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પિતાની પાસે આવ્યા, પણ તેમને જ છોડીને બીજા સાધુઓને વંદના કરી. (૨૪) ચંડકૌશિક નાગ મૂક પશુ-પંખી—તિર્યંચો બોલી ન શકે પણ સમજી શકે, વિચારી શકે અને જૈનમાર્ગીય આરાધના બળે આઠમા દેવલોક સુધી પણ જઈ શકે, તેવી અનેક કથાવાર્તાઓ જોવાજાણવા મળે છે. તેમાં કૌશિક નામનો તાપસ જે ચંડ સ્વભાવવાળો હતો અને મર્યા પછી મનુષ્યભવ અને ધર્મલેશ્યા ગુમાવી ચંડકૌશિક નામે દૃષ્ટિવિષ સાપ બની ગયેલ. તેણે પોતાની શક્તિથી અનેક જીવોને હણી નાખ્યા, પછી ભગવાન મહાવીર સ્વામીને પણ ન છોડ્યા. જોરદાર ડંખ માર્યો, છતાંય પ્રભુજી મૌન રહ્યા. પગમાંથી દૂધની ધારા જેવું રક્ત વહેવા લાગ્યું, તે અને દૃઢધર્મા ભગવાનને દેખી સર્પ કંઈક શાંત પડ્યો. ત્યારે પ્રભુજીએ ફક્ત એટલું જ કહ્યું, “બૂઝ બૂઝ હે ચંડકૌશિક! હવે તું મોહ છોડી બોધ પામ.'' અને હિતકારી મિતભાષા પણ પ્રીત સાથે કહેવાણી તેથી નાગ જેવા ભયંકરને ભદ્રંકર એવું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને આત્મશુદ્ધિ પ્રગટી. “અરે! ક્યાં મારો આ પૂર્વેનો ત્રીજો જૈન સાધુનો ભવ. ક્રોધમાં મેં જૈનત્વ ગુમાવેલ અને પૂર્વભવમાં તાપસ બન્યો. ત્યાં પણ ક્રોધના ગુણાકાર વધતા અંતે આ ભવમાં માનવદેહ ખોઈ દ્રષ્ટિવિષ સર્પ બન્યો છું. કેટલાય જીવો મારી દ્રષ્ટિના પ્રક્ષેપમાત્રથી મોતને ભેટી ગયા છે અને ખાસ મને પ્રતિબોધ કરવા આવેલ આ મહાપુરુષ તે તો ચોવીશમાં તીર્થંકર મહાવીર ભગવાન છે. ધન્ય છે તેમની સમતાને અને ધિક્કાર છે મારા આવેશને. આ પછીના ભવમાં મરીને મારે નરકગતિમાં નારકી નથી બનવું. પરમાત્માની કૃપાથી મારે મરણપર્યંતનું અણસણ હોજો, અને મારા બધાય પાપો બળી જજો.' ૨૪મા તીર્થપતિને હજુ કેવળજ્ઞાન થવું બાકી હતું, પણ મન:પર્યવજ્ઞાની ભગવંતે સર્પના શુભ મનોવિચારોને પારખી લીધા. લાગટ ૧૫ દિવસના નિર્જળ ઉપવાસ જંગલમાં મંગલ સ્વરૂપ ખેંચી લીધા અને પ્રભુજીની પાવનછાયાને કારણે તેનો પામરાત્મા જીવદયા જાળવી, કીડીઓના ભયાનક ઉપદ્રવને સાવ સમતાથી સહી આઠમા દેવલોકનો ભાગી બની ગયો. શુભ ભાવનાની આ છે શક્તિ કે જે તિર્યંચોને પણ ઉગારી શકે તો મનસ્વી માનવને કેમ ન તારી શકે? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy