SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ୪୪ રાજસ્થાનમાં જોધપુરના મહારાજાનો સંગ્રહ પણ સુંદર છે. ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતીભવન અને વારાણસી સંસ્કૃત યુનિવર્સિટી, નાગરી પ્રચારિણી સભા, બિહારમાં નાલંદા અને દરભંગામાં પણ સારાં પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ છે. ઉપરાંત પટણા યુનિવર્સિટી પાસે પણ છે. બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી પાસે પણ ઠીક પ્રમાણ છે. નંદિયા અને શાંતિનિકેતનમાં પણ સારો એવો સંગ્રહ છે. પંજાબમાં હોશિયારપુરમાં, લાહોરમાં પંજાબ યુનિવર્સિટી પાસે, કાશ્મીરમાં અને જમ્મુના જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. જૈન પરંપરાનો ઇતિહાસ' ચાર ભાગમાં પૂ. મુનિશ્રી ચારિત્રવિજયજી મ. (ત્રિપુટી મહારાજ) તરફથી ઘણો પરિશ્રમ લઈને લખાયો હોવાનું જણાય છે. જિન શાસનનાં વર્તમાન જૈનસંઘ માટે જે સર્વસ્વ સમાન ગણાય, એવા શ્રુતવારસા તરફ આજે કેવી ઉપેક્ષા સેવાય છે, હસ્તલેખન જ આ વારસાને ચિરંજીવ રાખવા માટેનો ઉપાય કઈ રીતે છે, શ્રુત વારસો કેટલો વિરાટ હતો, આજે એમાં કેટલો બધો ઘટાડો થઈ જવા પામ્યો છે, વગેરે વગેરે શ્રુત અંગેની અશ્રુતપૂર્વ વાતો પર વેધક પ્રકાશ સિદ્ધહસ્ત લેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના લેખમાં આ ગ્રંથના માધ્યમે પાડ્યો છે, જૈન સંઘે આની પર ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. ભૂમિની ચેતનાનો આવિર્ભાવ બે હજાર વર્ષ પહેલાં સિદ્ધ નાગાર્જુન, જેમને આકાશગામિની વિદ્યા હસ્તગત હતી, એ પાલિતાણાના જંગલમાં જ વિહાર કરતા હતા. સોળમી સદીમાં પરમ પૂજ્ય શ્રી આનંદવિમલસૂરિજી, સત્તરમી શતાબ્દીમાં જગદ્ગુરુ તપસ્વી શ્રી હીરવિજયસૂરિજી તથા આ. શ્રી વિજયદેવસૂરિજી, સત્તરમી-અઢારમી સદીમાં જ્યોર્તિધર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તથા ક્રિયોદ્ધારક પંન્યાસ શ્રી સત્યવિજયજી, પ્રજ્ઞાપુરુષ આત્મારામજી મહારાજ વગેરે અને વિક્રમની વીસમી સદીમાં જૈનશાસનની સર્વતોમુખી પ્રભાવના કરનાર પૂજ્ય શ્રી નેમિસૂરિજી મહારાજ તથા શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ., તથા આગમોનો ઉદ્ધાર કરનાર આગમોદ્ધારક પૂ. આનન્દસાગરસૂરિ મ., યુવા શિબિરોને ચાલુ કરી લાખો યુવાનોને ધર્મમાર્ગે અવતરણ કરનારા ૧૦૮ ઓળીના તપસ્વી શ્રી ભુવનભાનુસૂરિજી મ. થયા એવી આ પુણ્યભૂમિનું રૂપ કાંઈ અનોખું જ જોયું, અનેકોને પ્રેરણા આપતો જૈન પ્રજાનો પરોપકારી સ્વભાવ અને સહિષ્ણુતા પણ પ્રત્યક્ષ જોયાં, અનુભવ્યા. અરે! ત્રેવીશ તીર્થંકરો પણ જ્યાં આવી ગયા એ લોકોત્તર પરમ તારક તીર્થના શ્રદ્ધાસભર હૃદયે જે સુભાગી જીવ જીવનમાં એક વાર જ દર્શન કરે છે તે અવશ્ય દિવ્ય દર્શન પામે છે, અને જેના વંદન-સ્મરણ માત્રથી અપાર કર્મનિર્જરા થાય છે, તે તીર્થાધિરાજેશ્વર મહાતીર્થ શત્રુંજય મહાગિરિ-પાલિતાણા, જ્યાં ભગવાન ૠષભદેવ પ્રભુ નવાણું પૂર્વવાર આવ્યા હતા; જ્યાંથી અનંતા મુનિઓએ મોક્ષની પ્રાપ્તિ કરી; અનંત આત્માઓએ જ્યાંથી ઉન્નત જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું, એવા આ તીર્થ સાથે બારોટોની અમર શહાદતનો ઇતિહાસ પણ અમર નામના મેળવી ગયો. સૌરાષ્ટ્રની આ એ જ ભૂમિ છે, જ્યાં અરિહંતદેવ ભગવાન મહાવીરસ્વામીની હયાતીમાં જ તેમના વડીલ બંધુ શ્રી નંદીવર્ધને નિર્માણ કરેલી કહેવાય છે તે ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહુવામાં કરાયેલ છે. (રાજસ્થાનના નાણા, દિયાણા, નાંદિયા જીવિતસ્વામી વાંદિયા' ત્યાં પણ જીવિતસ્વામી મહાવીરપ્રભુ છે.) શત્રુંજય તીર્થોદ્વારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy