SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ભારતીય સંશોધકો માટે એક ખૂબ આનંદની વાત છે કે છેલ્લા દોઢ હજાર વરસના પ્રત્યેક દાયકાનું સાહિત્ય જૈન ભંડારોમાં છે. એવો કોઈ સમય નથી જ્યારે વિદ્વાન સાધુઓએ કંઈ ને કંઈ સર્જન ન કર્યું હોય. વિદ્વાનો ભાષાનો ક્રમિક વિકાસ જોઈ શકશે. શબ્દોના અર્થો, તેમાં થતા ફેરફારો, સર્જનનું સામાજિક જોમ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકશે. ભાષા સાહિત્યનો આવો ક્રમિક ઇતિહાસ એક આગવી દેન ગણાય. મુંબઈમાં ભાતબજારમાં અનંતનાથજી જૈન દેરાસરમાં, મસ્જીદ બંદર પાસે, મહાવીર જૈન વિદ્યા, ગોડીજી, ફાર્બસ ગુજરાતી સભા પાસે હસ્તપ્રતોનો સુંદર સંગ્રહ છે. જેસલમેર-પાટણમાં ઘણું જ સાહિત્ય તાડપત્ર, ભોજપત્ર અને ઉત્તમ કાગળો ઉપર લખાયેલ. સેંકડો પ્રતોમાં આજે સચવાયેલું દર્શનાર્થે મળે છે. જિન શાસનનાં જૈનોએ સમાજે સાહિત્યને ઉત્તેજન આપવા બનતું બધું કર્યું છે. પાઠશાળાઓ બનાવી. દરેક સાધુને સંસ્કૃત શીખવાની વ્યવસ્થા કરી. પુસ્તકો તૈયાર કર્યા તેમ જ લહિયાઓ પાસે તૈયાર કરાવ્યાં તે માટે શાહી સહિતનાં લેખન-ઉપકરણો નિર્માણ કર્યા. પુસ્તકાલયો બનાવ્યાં. વિદ્વાનોનું સમયે સમયે બહુમાન કર્યા કર્યું. સાધુપણામાં પણ અભ્યાસના ગ્રંથ મળે એવી વ્યવસ્થા કરી. શબ્દકોશો, વ્યાકરણ વગેરેનો લાભ અન્ય વિદ્વાનોને મળે, માટે કાશ્મીરથી મદુરાઈ સુધીનાં મંદિરોને એ ગ્રંથોની હસ્તપ્રતો મોકલી. વિદ્યાવ્યાસંગી રાજાઓને પણ એ ગ્રંથો ભેટ મોકલ્યા. સાધુઓને અભ્યાસમાં મદદ થાય માટે બીજા ધર્મોના અનેકાનેક ગ્રંથો મેળવી ભંડારોમાં રખાયા. ભંડારોએ વિદ્વાનો તૈયાર કરવામાં મોટો ભાગ ભજવ્યો. સેંકડો સાધુઓએ, એંશી એંશી વરસની વય સુધી, અભ્યાસ અને સાહિત્ય સર્જન કર્યું. જૈનસંઘમાં જૂની હસ્તપ્રત સંગ્રહોને સાચવવા સાથે જ નવી હસ્તપ્રતોના લેખનનું કાર્ય પણ ભારે ઉમંગથી ચાલી રહ્યું છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજીના ઉપદેશથી રાજા કુમારપાળે ભવિષ્યનો વિચાર કરી ૧૦૦૦ વર્ષ કે તેથી વધુ ટકી શકે તેવા તાડપત્રો ઉપર એકીસાથે ૭૦૦ લહીયાઓ બેસાડી ગ્રન્થ લેખનનું કાર્ય કરાવ્યું હતું જે વારસો આજે પણ ઉપલબ્ધ બની શક્યો છે. ત્યારબાદ લુપ્ત થતા પુનઃ તેનું સંજીવન કરતા આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિજીના પ્રશિષ્ય આચાર્ય કીર્તિયશસૂરિજીના ઉપદેશથી શ્રી જૈન શાસનમ્ ટ્રસ્ટે પ્રારંભ્યું છે. જેમાં તાડપત્ર ઉપર રોજના ૨૦૦ લહિયાઓ લખી રહ્યા છે. જે આયોજન ભારતભરના તમામ રાજ્યોમાં દરેક ગ્રંથો લખાવી સુરક્ષિત રીતે રાખવાનું વિચારાયું છે. જેના કારણે ભાવી પેઢીને આ વારસો સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. અમદાવાદમાં શ્રુતલેખન અને મુંબઈમાં શ્રુતગંગા દ્વારા થતું હસ્તપ્રતલેખનનું ઉપયોગી કાર્ય નોંધપાત્ર છે. જૈનોની આ જ સાચી સંપત્તિ છે. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજીનું આ દિશામાં ભારે મોટું યોગદાન ધરબાયેલું છે. પાકિસ્તાનમાં રહેલો હસ્તપ્રત સંગ્રહ યુગદિવાકર વલ્લભસૂરિજી મહારાજની દીર્ઘદૃષ્ટિથી દિલ્હીના વલ્લભસ્મારકમાં સચવાયો છે. Jain Education International જ્ઞાનામૃતનું પાન કરાવતી પરબો આજના વિકસતા વિજ્ઞાનયુગમાં આપણી ધર્મશ્રદ્ધા ટકાવી રાખવા આપણા પૂર્વજોએ આપણા માટે માર્ગદર્શક બનતા એવા ઉપદેશોના સેંકડો ગ્રંથો રચેલા છે જે આજ સુધી મોજૂદ છે. એવા વિપુલ ગ્રંથભંડારોને સાચવી વધારે સમૃદ્ધ બનાવવા જોઈએ. આ પાયાનો મર્મ સમજી જૈનોએ જ્ઞાન પરત્વે કેવી ભક્તિભરી દૃષ્ટિ કેળવી છે તે તો જુઓ! દિવાળી પછી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy