________________
૫૫૬
વ્યવહારનયની આવશ્યકતા અને મહત્તા અંગે થોડી વિશેષ વાતો જોઈએ.
(૧) દીક્ષા–વડીદીક્ષા ગણિપદવી તથા સાધુને જોગ વખતે તે તે સૂત્રો-અધ્યયનના ઉદ્દેશ–સમુદ્દેશ-અનુજ્ઞા વગેરે કરાવાય છે, તે વખતે ગુરુઓ જે અનુજ્ઞા વગેરે પ્રદાન કરે છે ત્યારે ‘‘સમાસમળાનું સ્થે” શબ્દો બોલે છે અહીં આ કાર્ય હું નહીં, ગુરુઓ કરી રહ્યા છે એવા ભાવના જે શબ્દપ્રયોગો છે એમાં ઉદ્દેશાદિ કરાવનાર વડીલ સાધુને પોતાને અભિમાન ન થાય, શિષ્યની કડી છેક ગુરુ અને પરમગુરુ સુધી આ રીતે જોડાય છે એમ જણાય છે. આ વ્યવહારનયની પ્રમુખતા છે કે બીજું કાંઈ?
(૨) વંદન–પ્રણામ કરતાં ગૃહસ્થોને જૈન સાધુઓ ધર્મલાભ!' એવો આશીર્વાદ આપે છે. (અહીં તને મોક્ષલાભ! થાઓ એવા આશિષ વચનો બોલાયા નથી) આ ધર્મ એટલે ચારિત્રધર્મ-રત્નત્રયીરૂપ ધર્મ. આ ધર્મથી મોક્ષ મળે, એમ જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આ ધર્મ, અર્થ અને કામની સામગ્રી પણ મેળવી આપે. અહીં ધર્મલાભ' આશીર્વાદને એ વ્યવહારથી બધા જ પુરુષાર્થોનો આશીર્વાદ સમજી શકાય છે. અહીં પણ વ્યવહારની જ મુખ્યતા બતાવાઈ છે.
(૩) સદ્ગુરુ સ્વરૂપ આચાર્ય–ઉપાધ્યાય વગેરે પોતાના શિષ્યમુનિને જ્ઞાન આપે છે, સમ્યક્ ચારિત્રના પાલનમાં જરૂરી કપડાં–પાત્રા વગેરે ઉપધિ આપે છે ત્યારે શિષ્ય જણાવે છે, હે ગુરુદેવ! આપે આ બધી ચીજો પ્રસન્નતાપૂર્વક આપી પણ મેં એને અવિનયથી સ્વીકારી. આમાં મેં જે દુષ્કૃત કર્યું છે એની માફી માગું છું.' ત્યારે વ્યવહારદક્ષ આચાર્ય મહારાજ કહે છે ‘આયરિયસંતિદ્વં’ આ જે મેં આપ્યું છે તે બધું પૂર્વાચાર્યનું છે. મારું નથી. અહીં પણ આચાર્ય મહારાજની શબ્દોની અને મનની નમ્રતા, વ્યવહારનયની પ્રધાનતા જણાવે છે.
અરિહંતદેવો તીર્થને-પ્રવચનને-સંઘને નમસ્કાર કરીને દેશના શરૂ કરે છે. આ શું વ્યવહાર ધર્મની પ્રધાનતાને કહેનારું નથી? સર્વજ્ઞ હોવા છતાં પોતે કેમ રાત્રિભોજન નથી કરતા? સર્વજ્ઞ હોવા છતાં પોતે કેમ રાત્રે વિહાર નથી કરતા? વગેરે
–વળી વ્યવહારધર્મની યથોચિત સ્થિરતા વગરનો– માન્યતા વગરનો નિશ્ચયધર્મ વાસ્તવિક હોઈ શકે ખરો? વાત્સવમાં નિશ્ચય-વ્યવહાર એક જ ધર્મરથને ખેંચનારા
Jain Education Intemational
છે !
જિન શાસનનાં
નિશ્ચય—વ્યવહાર બન્ને ભેગા થઈ સુંદર ધર્મારાધના થાય છે અને તે દ્વારા મોક્ષ
મેળવાય છે. બે પૈડા પૈકીનું એક પૈડું ભાંગી ગયેલો રથ પ્રગતિ ન જ કરી શકે.
= આગળ વધારનારા બે પૈડાં છે. એકની પણ માન્યતાના અભાવમાં-યથાવસર પાલનના અભાવમાં બીજાની હાજરી હોય તો પણ એ બીજો એકાન્તિક બની કાર્યસાધક બની શકતો નથી.
ગુરુઓ નમસ્કાર કરનાર ગૃહસ્થોને ‘ધર્મલાભ’ આશીર્વાદના શબ્દો કહે છે. એ શું માત્ર નિશ્ચયના જ છે કે વ્યવહાર પણ ત્યાં છે જ.
For Private & Personal Use Only
સાતા પૂછનારને ‘દેવગુરુપસાય' એવા શબ્દોથી જવાબ આપનારા સાધુઓ આવો શબ્દ વ્યવહાર કરે છે એ જરૂરી કે બિનજરૂરી? આવું ન બોલનાર કે ન બોલવું જોઈએ એવું માનનાર સાધુને દેવગુરુની કૃપા મળે ખરી? હોય તો ટકે ખરી? વાસ્તવમાં તો આવા શબ્દો બોલનાર પોતાના આત્માને જ જાણે સમજાવે છે કે તેનામાં જે કાંઈ સારાંશ છે તે દેવગુરુની કૃપાનું જ ફળ છે.
પોતાના દિલમાં રહેલ દેવગુરુની અસીમ લાગણીની હૂંફ
www.jainelibrary.org