________________
૫૨૮
દરરોજ પ્રતિક્રમણ કરવાના અવસરે મન્નહ જિણાણુંની સજ્ઝાય બોલાય છે, જેમાં શ્રાવક જીવનના છત્રીસ કર્તવ્યોનું બયાન સુંદર રીતે કરવામાં આવ્યું છે. તેજ પ્રમાણે પર્યુષણ મહાપર્વના અષ્ટાહ્નિકા પ્રવચન સમયે પ્રથમના ત્રણ દિવસના પ્રવચન સમયે શ્રાવકોના વાર્ષિક અગિયાર કર્તવ્યોનું વર્ણન પણ રજૂ કરાય છે. તે બધાય વિસ્તારનો ભાવાર્થ એવો અનુપમ છે કે તે તે કર્તવ્યના પાલન દ્વારા એક શ્રાવક ધર્માભિમુખ બની ઉન્નત, ગૌરવવંતુ અને ગુણશીલ જીવન જીવી શકે છે.
દાન, શીલ, તપ અને ભાવરૂપી ચતુર્વિધ ધર્મ પ્રકાર ચતુર્વિધ શ્રીસંઘને એકસમાન આદરણીય બનવા જોઈએ. દેવરિતવંત હોય કે સર્વવિરતિયંત સૌને પોતપોતાના કર્તવ્યો સ્વેચ્છાએ અને ભાવપૂર્વક બજાવતા અવશ્ય લાભ થવાનો જ છે, તેમાં કોઈ શંકા નથી. બાર અણુવ્રતોના પાલન કરવાથી, અષ્ટપ્રકારી પૂજા કરવાથી કે નાના-મોટા વ્રત નિયમોથી કોને કેટલો અને ક્યાં લાભ થયો તે માટે કથાનુયોગ વાંચી જવા. સત્ય પ્રસંગોનો ઇતિહાસ બહુ જ વિસ્તૃત છે.
૫.પૂ. અભયદેવસૂરિજી રચિત ટીકાના આધારે આ. પ્રવર હરિભદ્રસૂરિજી વિરચિત પંચાશક ગ્રંથના શ્રાવકધર્મ પંચાશકમાં શ્રાવકનો અર્થ જિનવચનને દંભરહિત અને ઉપયોગપૂર્વક સુણનારને શ્રાવકની ઉપમા આપી છે. અમુક કુળમાં જ ઉત્પન્ન થયો હોય તે જ શ્રાવક બાકી જૈનેત્તર એવો અર્થ અત્રે સ્વીકાર કરવામાં નથી આવ્યો. તે જ પંચાશકની ગાથા નં. ૪૨ થી ૪૫ વચ્ચે એક શ્રમણોપાસકની દિનચર્યા ઠીક પ્રાતઃકાળથી રાત્રિ સમયની કેવી હોવી જોઈએ તેનું સુંદર માર્ગદર્શન પણ આપ્યું છે. તે જ ચાર ગાથામાં પૂરા દિવસના કર્તવ્યના ચોવીશ વિભાગો કરી વ્યાખ્યા કરી આપી છે. કદાચ તેવું ઉત્કૃષ્ટ શ્રાવક જીવન વહન કરનાર આજેય પણ કોઈ શ્રાવક હોય તો આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે જિનશાસન બહુરત્ના વસુંધરાને માને જ છે અને બીજી તરફ શાસ્ત્રકારોએ પણ કરૂણા લાવી સ્વયંના સંયમની સ્વાર્થવિચારણાથી બહાર આવી શ્રાવકો માટેની પણ પરમાર્થ પ્રવૃત્તિઓનું સુંદર બયાન કરેલ છે. શ્રાવકોએ ક્યાં રહેવું, શ્રમણ-જિનાલય અને સાધર્મિક એ ત્રણના પરિચયથી શું લાભ, જિનમંદિરની પૂજાવિધિ, દર્શનવિધિ, છ આવશ્યકો પ્રતિ જાગરૂકતા, વૈવાહિક વ્યવહાર વગેરે વિશે પણ માર્ગદર્શન અને ખુલાસાઓ આપ્યા જ છે. માર્ગાનુસારીના ૩૫ બોલ સમજવા-વિચારવા જેવા
જાણવા.
Jain Education International
જિન શાસનનાં
દરેક કાળમાં એવું પણ જોવા મળે કે જન્મ્યા જૈન કુળમાં પણ જૈનાચારથી અનભિજ્ઞ હોવાથી આચાર ન પાળતા હોય, બીજી તરફ જન્મથી બ્રાહ્મણ કે અન્યધર્મી પણ જૈનોના પરિચયે સ્વીકાર કરેલ જિનધર્મ વગેરે. તે બધીય વિચિત્ર સ્થિતિપરિસ્થિતિ કરતાંય મહત્ત્વની બાબત છે જિનાજ્ઞાની સમજણ, જીવનમાં યથાશક્ય પાલન, સર્વવિરતિ સુધી જવાની ખેવના અને મોક્ષલક્ષી આરાધના. જિનાલયો અને ઉપાશ્રયો તો કર્તવ્ય પાર પાડવા સાધન સામગ્રી છે. (A) દૈનિક કર્તવ્યમાં પ્રથમ છે જિનેન્દ્ર પૂજા
તે બાબતમાં તાત્ત્વિક વાત એ છે કે સુદેવ, સુગુરુ, સુધર્મ આદરૂં તેવા બોલ મુહપત્તિના પડિલેહણ સમયે બોલનાર શ્રાવકે મનના મંદિરમાં પ્રથમ સ્થાન પરમાત્માનું રાખવાનું છે અને તે પછીના ક્રમે ગુરુપદ છે. મહામંત્ર નવકારના પણ પ્રથમ બે પદ દેવાધિદેવની સયોગી અને અયોગી કેવળીદશાના છે. પછીના ત્રણ પદ ગુરુતત્ત્વની ઉપાસના હેતુ છે, જ્યારે સંપૂર્ણ નવકારનો જાપ સુધર્મ બની જાય છે. જિનેશ્વરો પોતાના જીવનકાળમાં પણ પોતાની પૂજા કરાવવાની અપેક્ષાવાળા નથી, તેથી જ અનાસક્ત, અપ્રતિબદ્ધ અને અનુપમ જીવનચરિત્ર સંપન્ન તેઓ નિર્વાણ પછી પણ ત્રણેય લોકમાં પૂજાય છે. કહ્યું પણ છે કે જૂનનાત્ પૂરશ્રીનાં, નિન: साक्षात् कल्पद्रुमः ।
આજે ત્રણેય લોકમાં શાશ્વત અને અશાશ્વત જિનબિંબોજિનાલયો છે અને તેથી તીર્થંકર ભગવાનના પૂજાતિશયથી ભગવાન હરહંમેશ ૧૪ રાજલોકના વિશાળ લોકસ્થાનના કોઈપણ વિભાગથી અવિરત પૂજાય છે અને પૂજાતા રહેવાના. તેથી જૈનકુળમાં જન્મ્યા પછી જો જિનેન્દ્ર પૂજા-ભક્તિતીર્થયાત્રા કે જિનાલય પ્રતિ સદ્ભાવ નથી તો જાણવું કે મનુષ્ય અવતાર ફક્ત ભવને પૂરો કરવા માટે જ ભારરૂપ બની શકે છે. ગુરુને જ ભગવાનના સ્થાને માની ન દહેરાસર જવું કે ન પૂજાદિ કરવું તે પણ ગલત માન્યતા છે, તે જ પ્રમાણે ભગવાનની પૂજાને જ મુખ્ય માની ગામમાં બિરાજમાન ગુરુભગવંતોની ઉપેક્ષા કરી નાખવી તે પણ અનાચાર બને છે. શ્રાવકોએ તો અર્થ અને કામપુરુષાર્થના સંક્લેશો વચ્ચે વિશુદ્ધ ધર્મ સુધી પહોંચવાનો પ્રથમ ઉપચારમાર્ગ છે પરમાત્માની પાવનકારી પૂજા-અર્ચના, અષ્ટપ્રકારી પૂજા, નવાંગી પૂજા, આંગી પૂજા કે સ્નાત્ર પૂજાદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org