________________
ઝળહળતાં નક્ષત્રો
૫૨૭
1શ્રમણોપાસકના છ દૈનિક 8ળ્યો
પ્રેરણાદાતા : પ.પૂ. જયદર્શનવિજ્યજી મ.સા. (નેમિપ્રેમી)
તીર્થકર ભગવાન મહાવીરદેવે ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરીને મોક્ષમાર્ગના મુસાફરો માટે મહાનતાનો મહામાર્ગ મોકળો કરી દીધો. માનવભવની સાર્થકતા મોક્ષપ્રાપ્તિના ઉપાયોમાં જીવન અને જીવતરને જોડવામાં, તેવું પ્રત્યેક દેશનામાં પીરસતા અંતે સાધુ પદ સુધી ઉચ્ચતા પામવાનું સત્વ જેમને ઓછું પડે તેમના માટે સદાચારી, શ્રાવકપણાની પ્રરૂપણા પણ ભગવાને જ કરી દઈને મોક્ષપુરુષાર્થ આત્માઓને સંસારી છતાં અનેક પ્રકારી સાંત્વનાઓ બક્ષી છે.
ચાર પ્રકારના પુરુષાર્થમાં અર્થ અને કામ પુરુષાર્થ એ સંસારનું કારણ હોવાથી હેય બને છે, જ્યારે ધર્મ અને મોક્ષપુરુષાર્થ એ જ પારમાર્થિક લક્ષ્ય હોવાથી પરમ ઉપાદેય કહેવાય છે. અંતિમ બે પુરુષાર્થનું સેવન કરવા માટે જ તપજપ-જ્ઞાન-ધ્યાન કે ક્રિયાવિધાનો શાસ્ત્રકારોએ ફરમાવ્યા છે. જ્યાં સુધી એક શ્રાવક સંયમ સુધીની સિદ્ધિ સંપ્રાપ્ત ન કરે ત્યાં સુધી પોતાની દૈનિકચર્યાઓ જ ઉત્તમોત્તમ રાખે-સાચવે તે હેતુથી જિનપ્રણિત શાસ્ત્રોમાં સાંસારિકો શ્રાવકો માટેની ઉત્તમોત્તમ દિનચર્યાઓ પ્રરૂપાયેલી છે.
આ લેખમાં સંયમી મહાત્મા પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) વિવિધ ઐતિહાસિક સત્ય પ્રસંગો સાથે વિસ્તારી રહ્યા છે તે છ દૈનિક કર્તવ્યોને, જેનો સીધો જ સંબંધ સાગારિક એવા ગૃહસ્થો સાથે છે. જીવનના ઉત્થાન માટે અથવા મહાન કાર્યોમાં પણ સફળતા પામવા માટે નાના-નાના સદાચારોને ગૌણ ન કરી શકાય. દિવસ સારો જાય તો માસ સુધરી જાય, વરસ પણ ફળી જાય અને જો દિવસ જ બગડી જાય તો વિષમતાઓનું વિષચક્ર વરસ આખાયને પણ વિડંબનાઓ કે વ્યાધિથી ભરપૂર બનાવી નાખે તેવું ન થવા દેવા પ્રત્યેક પળની જેમ પ્રત્યેક દિનની સાવધાનીઓ ખાસ જરૂરી છે. જેમ ભગવંતે પાંચમા આરાના જીવો માટે છ આવયક ક્રિયાઓ ફરમાવી છે તેમ શ્રમણોપાસકો માટેના દૈનિક છ કર્તવ્યો પણ રજૂ કર્યા છે, તેની ઉપેક્ષા-કરવાથી વાર્ષિક કર્તવ્યો બજવી ન શકાય, ધર્મ પુરુષાર્થ પાંગળો બની જાય અને સંયમની સંપ્રાપ્તિ તો દૂર-સુદૂર ઠેલાઈ જાય.
પ્રસ્તુત લેખમાં જિનેન્દ્ર પૂજા, ગુરુપર્યપાતિ, જીવદયા, સુપાત્રદાન, ગુણાનુરાગ તથા આગમ શ્રવણરૂપી છ દેનિક કર્તવ્યોને વિવિધરૂપ-સ્વરૂપે આચરનારા શ્રાવક-શ્રાવિકાઓના ઐતિહાસિક પ્રસંગો વાંચી ચોક્કસ પ્રકારની ધર્મપ્રેરણા મળ્યા વગર નહિ રહે. ભગવાનનું શાસન જ મહાન છે, જેમ દાનશીલ-તપ અને ભાવધર્મની આરાધનાઓ કરનાર ચતુર્વિધ શ્રીસંઘના ભવ્યજીવો પૂર્વે હતા તેમ આજેય પણ છે અને ભાવિમાં પણ જન્મવાના તેવા તમામ જીવોને જિનશાસનની અનુપમ આરાધનાઓ માટે પ્રેરણાબળની ખાસ જરૂરત પડે છે. પ્રોત્સાહન વગર તો એક બાળક પણ પ્રગતિ સાધી નથી શકતો. તેવા શુભ હેતુથી રચાયેલ આ લેખના પદાર્થો ખાસ શ્રમણોપાસકના માર્ગદર્શન માટે જાણવા. શક્ય તેટલા ધર્માચારો જીવનમાં આચરવા, તેવો અત્રે સંકેત પ્રાપ્ત થશે અને તેવા શુભાચરણથી સંઘ-સમાજ-દેશ પણ ઉન્નતિ જ પામશે.
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org