SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો અઠ્ઠાવીશો ઃ—પદ્મસાગર (ઈ. ૧૬મી સદીના પૂર્વાર્ધમાં)નો ‘સ્થૂલિભદ્ર અઠ્ઠાવીસો' છે. ઓગણત્રીશી :—કવિ ગુણસાગરે ‘મન ઓગણત્રીશી સજ્ઝાય' રચી. ત્રીસી :—જેમલઋષિએ ‘ઉપદેશત્રીસી' લખી છે. એકત્રીસો ઃ—કવિ જયવલ્લભે ‘એકત્રીસો બાસઠિયો' લખ્યો છે. ‘સ્થૂલિભદ્ર હોય બત્રીસી :-૩૨ કડીમાં વિદ્યાપ્રભસૂરિની ‘આત્મભાવના બત્રીસી', ‘ઉપદેશબત્રીસી’ છે. છે. કવિ જેમલઋષિની પાંત્રીસી :—જેમલઋષિની જીવપાંચમી' છે. છત્રીશી/છત્રીસી ઃ તેનો સંબંધ ૩૬ પંક્તિ કડી સાથે છે. કવિ ચિદાનંદજીએ ૩૬ દુહામાં પરમાનંદ છત્રીશી’ રચી. બાવની :—તે પણ લોકપ્રિય કાવ્યરચના છે તેનો સંબંધ બાવન' સંખ્યા સાથે છે. અધ્યાત્મયોગી વિ ચિદાનંદજીએ ‘અધ્યાત્મબાવની' દુહામાં રચેલી, જિનહર્ષજીની ‘કવિત્તબાવની’ છે. સત્તાવની :—તેનો સંબંધ ‘૫૭'ની સંખ્યા સાથે છે. કવિ રૂપચંદજીએ સં. ૧૮૦૧માં ‘કેવલસત્તાવની'ની રચના, સંવર તત્ત્વના ૫૭ ભેદને ધ્યાનમાં લઈને કરી. બહોતેરી :—તેનો સંબંધ ‘૭૨’ સંખ્યા સાથે છે. જૈન સાહિત્યમાં ‘ગર્ભ બહોતેરી' મળી આવે છે જે ગર્ભવિજ્ઞાનની દૃષ્ટિએ અગત્યની છે. ચુમોતેરી/ચતુઃસપ્તતિકા :~(= ૪ + ૭૦)નો સંબંધ ‘૭૪' સાથે છે. કવિ સમરચંદે પ્રત્યાખ્યાન ચતુઃ સપ્તતિલકાની રચના ૭૪ કડીમાં કરી. છોંતેરી :—તેનો સંબંધ ‘૭૬’ સાથે છે. શતક :—તેનો સંબંધ ૧૦૦' સાથે છે. દા.ત. ‘સમાધિશતક/સમાધિતંત્ર-દુહા'માં જૈનધર્મના ઉત્તમ ગ્રંથોના સંદર્ભમાં ૧૦૦ દુહાનો અનુવાદ કવિ જવિજયજીએ કર્યો છે. ઉપા. યશોવિજયજીનું ‘સમતાશતક', રૂપચંદજીનું (લે.ઈ. ૧૮૧૫)નું ‘દોહાશતક’ છે. [સતસઈ–સાતસો દુહાની હોય છે.] Jain Education Intemational ૫૦૭ (૬) પ્રકીર્ણ કાવ્યપ્રકારો પારણું :—ઉપવાસ કર્યા પછી ‘પારણા' માટે ભિક્ષા વહોરવા નીકળવા (શ્રી આદિનાથ ભગવાન વ.)ના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આવી કૃતિઓ રચાઈ છે. દા.ત. કવિ સાગરચંદની સં. ૧૮૯૧માં ‘ઋષભદેવ સ્વામીનું પારણું’ અને કવિ માણેકવિજયજીની ‘ઋષભદેવજનનું ‘પારણું’ની રચના. ચોક :—‘ચોક’ના એક કરતાં વધારે અર્થ થાય છે. [દા.ત. ‘ચોક' એટલે ગામ/નગરના મુખ્ય માર્ગ પર ચાર રસ્તાવાળી જગ્યા અને બીજા એક અર્થ પ્રમાણે અહીં] ચોક એક પ્રકારની ગાવાની રીત–શૈલી છે. ચોક એક પ્રકારની ગેય કાવ્યરચના છે. તે લાવણી કાવ્યમાં આવતી એવી કવિતા છે કે તે ચાર કે આઠ કડીની મદદથી રચાયેલી હોય છે. જૈન સાહિ.માં એકંદરે સર્વકૃતિઓમાં બને છે તેમ છેવટે જે તે પાત્ર સંયમ સ્વીકારીને મુક્તિસુખની પ્રાપ્તિ કરે છે તે રીતે કવિ અમૃતવિમલકૃત ‘નેમિનાથનો ચોક' છે. ચૂડો ઃ—તે સૌભાગ્યના પ્રતીક સમાન છે. અહીં જૈન કાવ્યમાં ભગવાનના નામનો ચૂડો તેમના શરણમાં ગયાનો– ભક્તિભાવનો સંકેત સૂચવે છે. કવિ પદ્મવિજયજીએ ચંદનબાળાના સંદર્ભે મહાવીરપ્રભુનો ચૂડો' લખ્યો છે. ચૂંદડી ઃ—આ પણ ચૂડા જેવું આધ્યા. અર્થવાળું (રૂપક) કાવ્ય છે. આમ તો ચૂંદડી એ સંસારીજીવનમાં– લગ્નજીવનમાં સૌભાગ્યના પ્રતીક તરીકે છે પરંતુ જૈનકાવ્યમાં આત્માના શાશ્વત-અમર સુખ માટે સંયમજીવનરૂપી ચૂંદડી ઓઢવાની, આત્માનું સૌભાગ્યપણું પ્રાપ્ત કરવાની વાત કહી છે. કવિ શીવિજયજીની ‘શીયળની ચુંદડી' કવિ સમયસુંદરની ‘ચારિત્ર ચુંદડી’ વ.ને અહીં યાદ કરી શકાય. વીંઝણો ઃ—[સામાન્ય રીતે વીંઝણાનો અર્થ આપણે હવા નાખવાનું એક સાધન કે હાથપંખો એવો લઈએ છીએ પણ અહીં તો–] વિરહરૂપી ઉનાળાના તાપ-ગરમી-અશાંતિને શાંત કરતી રચનાનો અર્થ લેવાનો છે. અમરવિજયજીએ ‘રાજુલનો વીંઝણો' રચેલ છે. સંબંધ :—‘સંબંધ'નો વિશિષ્ટ અર્થઘટન કરીને રચેલો કાવ્યપ્રકાર છે. [સંબંધ એટલે સામાન્ય વ્યવહારમાં ‘સંયોગ, સંપર્ક, જોડાણ, વિવાહ, સગાઈ, મિત્રતા, પરિચય'. જ્યાં સંબંધ હોય ત્યાં અમુક પ્રકારની ફરજ–જવાબદારી–વફાદારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy