SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૮૩ જૈઠા ભૂગોળનું વર્કશુદ્ધ વિજ્ઞાન સંજય વોરા જૈન શાસ્ત્રોમાં જગતનું વાસ્તવિક સ્વરૂપ, ભૂગોળ, ખગોળ, સૂર્ય-ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, દ્વીપો, સમુદ્ર, સ્વર્ગ, નર્ક, પાતાળલોક વગેરે બાબતોમાં પાયાની નક્કર હકીકતો આપેલી છે. જે વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ છે. આ વિશ્વનું અને તેમાં વ્યાપ્ત પદાર્થોનું જે ખરૂ સ્વરૂપ છે. તેનું વર્ણન કરતાં શાસ્ત્રોને જૈન ધર્મમાં દ્રવ્યાનુયોગ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનની કેટલીક માન્યતાઓને કારણે જૈન ધર્મના દ્રવ્યાનુયોગના પાયા ઉપર જ પ્રહાર થયો છે. આજનું વિજ્ઞાન જૈન ધર્મના દ્રવ્યાનુયોગમાં વર્ણવેલા ભૂગોળ-ખગોળને અમાન્ય કરે છે તેને કારણે ઘણા સવાલો ઊભા થાય છે. જૈન ધર્મના પ્રખર વિદ્વાન અને ગુરુદેવ પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી મ.ના ધ્યાનમાં આ વાત આવી ત્યારે તેમણે આધુનિક ભૂગોળ-ખગોળનો વિશદ અભ્યાસ કર્યો. અનેક વિસંગતતાઓ તર્કબદ્ધ રીતે શોધી કાઢી જૈન ભૂગોળની સાચી વૈજ્ઞાનિકતા પૂરવાર કરવા એમણે ઘણા ગ્રંથો લખ્યા, આ વિષયના નિષ્ણાતો સાથે સતત વર્ષો સુધી લાંબો પત્રવ્યવહાર કર્યો-જૈન ભૂગોળની વાતોને પ્રેક્ટીકલ મોડલો અને પ્રયોગોના માધ્યમથી સૌને સમજાવવા પાલીતાણામાં તળેટી પાસે શ્રી જંબુદ્વીપનું નિર્માણ કરવામાં આવ્યું. જંબૂદ્વીપ સંસ્થાના સ્થાપક પ.પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ના પટ્ટધર શિષ્ય પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ.ની પ્રેરણાથી તેમના માર્ગદર્શન હેઠળ જૈન ભૂગોળ ઉપરનો એક સમૃદ્ધ ગ્રંથ તૈયાર કરવાનું કાર્ય જાણીતા પ્રસિદ્ધ જૈન પત્રકાર શ્રી સંજયભાઈ વોરાને સોંપવામાં આવ્યું. જે ગ્રંથનું હમણાં જ પ્રકાશન થયું. શ્રી સંજયભાઈ વોરા સાયન્સના ગ્રેજ્યુએટ છે. ઉપરાંત જૈન ભૂગોળના પણ ઊંડા અભ્યાસી છે. ગુજરાત સમાચાર દૈનિકમાં “સુપાર્થ મહેતા'ના ઉપનામે પ્રગટ થતી લોકપ્રિય કોલમમાં પણ તેઓ અમેરિકાની અને ભારતની ભ્રામક ચંદ્રયાત્રા બાબતમાં પ્રકાશ પાડ્યા કરે છે. વર્તમાન સમયના ઘણા બધા સળગતા સવાલોને પણ વાચા આપી છે. પ્રસંગોપાત ઘણી બધી સ્ફોટક માહિતી જનસમાજના ધ્યાન ઉપર મૂકીને શ્રી સંજયભાઈએ એક પત્રકાર તરીકેની સેવા નિષ્ઠાથી બજાવી છે. તે માટે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર બને છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન પુસ્તકમાં ઘણી ચોક્કસ વિગતોનું ઝીણવટભર્યું અવલોકન નજરે પડે છે. જૈનધર્મશાસનપ્રેમી સંજયભાઈ વોરાની જ્ઞાન સંપદાનો લાભ અનેકોને મળતો રહે તેવી કામના વ્યક્ત કરીએ છીએ. -સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy