________________
૪૮૨
જીવંતસ્વામી! મહાવિદેહ ક્ષેત્રની જેમ અમારા નાના આ ભરતક્ષેત્રમાં પણ શાસનની પ્રભાવનાઓ ખૂબ થજો, પણ બીજી તરફ વધતી ચાલી વિરાધનાઓથી અમને બચાવજો. પ્રભાવક બની જવાના મનોરથ કરતાંય ક્યાંક આરાધકભાવ મનમાંથી ઉતરી ન જો. ચૌતરફ દાનની ગંગા ભલે વહે, પણ બે નંબરના ધન અને માન–સન્માનની ભૂખ ઓછી થતી જજો. દુઃખી-દર્દીઓને દેખી અનુકંપા કે કરૂણાથી પ્રેરિત માનવતાવાદી પ્રવૃત્તિઓ ભલે હોજો, પણ બીજી તરફ મહામાનવ જેવા શીલવંતોની ઉપેક્ષાઓ ન થજો. તપસ્યાની તો હેલી વરસજો, ધૂમ શાસનની ગુંજતી રહેજો પણ પારણા પછી ધર્મસ્થાનના બારણા બંધ ન થજો, રાત્રિભોજન, અભક્ષ્યભક્ષણ કે હરવા-ફરવાના રંગ-રાગ-વિલાસ ન વધજો. ભાવસભર ભક્તિઓ અવશ્ય કરજો પણ તેમ કરવા જતાં જિનવાણી-શ્રવણ, જ્ઞાનાર્જન કે ધ્યાનધર્મની સૂગ ભૂલથીય મગજમાં પેસી ન જો.
હે દેવાધિદેવ! અહીં તો કોઈ ગુરુને જ ભગવાન માની લઈ, આપના દર્શન-પૂજન માટે દહેરાસર પણ નથી જતા અને વિધિ-વિધાનોમાં આડંબરોનો આક્ષેપ કરે છે. બીજી તરફ પ્રવચનને જ ચૂકી જઈ પ્રભુ સુધી પહોંચનારો પણ
Phone : 079-27544951/53 Fax : (079) 27544955 e-mail : tubetraders@hotmail.com
With Best Compliments From
TUBE TRADERS
Authorised Distributor of Tata pipes & Member Of Tata Pipes Pariwar
709-710, Sakar-III, Nr. Income Tax Circle, Ashram Road, Ahmedabad - 380014
Jain Education Intemational
જિન શાસનનાં
એક વર્ગ છે, જે બેઉ વચ્ચે સમાધાન હોજો. વીતરાગી આપને ઓળખી લીધા પછી નાની-નજીવી બાબતોના સંઘર્ષ કે મતાંતરો ન થજો, સાથે પુણ્યપુરુષ આપશ્રીને પામ્યા પછી રાગ-દ્વેષ કે પાપો ન જ વધજો.
કાળપ્રભાવે મોક્ષની સીડી કેમ ચઢવી તેના ઉપાયો દેખાડવાને બદલે મુખની બીડી કેમ છોડવી એવા ક્ષુલ્લક ઉપદેશો અમને આપવા પડે ત્યારે ભાવિકાળની ભયાનકતા મન–માનસને સતાવી જાય છે માટે હે ભ્રાતા ! ત્રાતા! વિધાતા! મિથ્યા ચિંતાથી અમને સૌને મુક્ત કરજો. આપની અતુલ શક્તિ દેખી કોઈક કવિએ ભક્તિગીતમાં ગાયું છે કે “મરત મારત ગૌર મારતી, તારે તેરી આરતી" અન્ય કવિરાજ કહે છે કે,
કલકલ મત કર, પાપોં સે ડર ડર, ઉત્તમ આયી પલ, ખલ ખલ વહેતી, સમયકી ધારા, પુણ્ય કમાને ચલ. જિનકી પૂજા ભક્તિ-ભાવોંસે, જીવન બનેગા ધવલ, હલ પાયેગા હર પ્રશ્નોંકા, ભગવત્કૃપા કે બલ,
હે જિનવર! લખાણ પુરું કરું છું, પણ આપની ભક્તિનું લંબાણ જીવનાંત સુધી હોજો.
Vinod Sheth
GROUP CHAIRMAN MUMBAI
With Best Compliments From
AKAR GROUP
For Private & Personal Use Only
www.jainelibrary.org