________________
60
ઝળહળતાં નક્ષત્રો
નિરંજનનાથ, નિરાસક્તયોગી, નિશ્ચલસુખવેત્તા સિદ્ધોના અથવા મંગલકારી, મહાસુખદાયી, મોક્ષમાર્ગી મહાવીર પ્રભુ જેવા અરિહંત ભગવંતના જિનાલયો કે જિનપ્રતિમાઓ આ આર્યાવર્ત અથવા વિદેશી ભૂમિમાં ન હોત તો તેવા તારક તીર્થોની ઓળખાણ વિના જૈનોને પણ જૈનકુળમાં જ જન્મ છતાંય જિનેશ્વરની પીછાન ન થાત. સંપૂર્ણ ભારતમાં જ્યાં જ્યાં પણ દહેરાસરો છે, તેના કારણે જૈનેતરો પણ આનંદકારી, અનુપમ, અલૌકિક ભગવાનના પરિચયમાં આવી પ્રેરણાબળ પામે છે. જ્યારે વિષમતા એ છે કે સર્વે જૈનોને પણ વીતરાગી તીર્થંકરની ભક્તિ-સેવા-પૂજા-અર્ચનાનું પુણ્યબળ મળ્યું નથી.
હે સ્વામી! સુણજો સેવક—સંવેદના
જ્યાં જ્યાં પ્રતિમા નિતણી, ત્યાં ત્યાં કરું પ્રણામ
(૨૭ વિશિષ્ટ વિશેષણોનું વિશ્લેષણ)
પ્રાર્થી : પ.પૂ. જયદર્શન વિજયજી મ.સા. (નેમિપ્રેમી)
૪૭૩
જૈન જગત પક્ષે જે જે સ્તવનો, સ્તુતિઓ, સજ્ઝાયો કે ચૈત્યવંદન, દેવવંદન,
પૂજા, મહાપૂજનો, ભક્તિગીત કે સંગીતનો ખજાનો છે, તે ભગવદ્ભક્તિનો જ એક પ્રકાર છે. જેમ સામુદાયિક ભક્તિ આત્મશુદ્ધિ કરે છે, તેમ એકાંતિક સંવેદના દ્વારા અભિવ્યક્ત ભક્તિ પણ શાસનદેવોને જાગૃત કરે છે. ઉપાધ્યાય યશોવિજયજી રચિત વિવિધ સંવેદનાઓ જાણવા-માણવા જેવી છે. આ. રત્નાકરસૂરિજીની રત્નાકર પચ્ચીસીના ભાવો અવગાહવા જેવા છે. જ્ઞાનવિમલસૂરિજી, વિજયલક્ષ્મીસૂરિજી, ઉપાધ્યાય વિનયવિજયજી કે પં. રૂપવિજયજી, પં. પદ્મવિજયજીકૃત વિવિધ ભક્તિ પદો ગોખવા-ગાવા જેવા છે.
જાત્રા કરવા ગયા ત્યારે ગીતપંક્તિમાં સાંભળેલ ‘ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું.'' ફક્ત આ એક જ પંક્તિ જીવનના રહસ્યને સમજાવવા પર્યાપ્ત છે. નિરાગી, વીતરાગીની નિર્દભ ભક્તિની જે મસ્તી હોય છે, તે ભક્ત અને ભગવાન સિવાય કોણ જાણી શકે? અને સત્ય ભાવોના પડઘમ ક્યાંક ને ક્યાંક તો અવશ્ય પડે જ, તે નિઃશંક છે.
Jain Education International
૨૭ વિશિષ્ટ વિશેષણો દ્વારા પ્રભુભક્તિને ગદ્યમય ભાષામાં લખી મોકલનાર મુનિરાજ ૫.પૂ. જયદર્શન વિજયજી મ.સા. (નેમિપ્રેમી) સ્વયં શીઘ્ર કવિરાજ પણ છે. બસ્સોથી વધુ સ્તવનો ચારિત્રપ્રાપ્તિ પૂર્વે રચ્યા હતા અને એક વાર કલ્પસૂત્રજીના આગમગ્રંથને પર્યુષણ મહાપર્વમાં બેંગ્લોર મુકામે પોતાના ઘેર પધરાવી રાત્રિના ૩।।−૪ વાગ્યા સુધી લાગટ આઠ-નવ કલાક સુધી શ્રુત અને પ્રભુભક્તિ સાંસારિક અવસ્થામાં કરી હતી. સંગીતીય સાધનોમાં ગીટાર, હાર્મોનિયમ અને તબલા-ઢોલક શીખી જ્યારે પરમાત્માને સંવેદના પાઠવતા
For Private & Personal Use Only
www.jainelibrary.org