SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ દેશોમાંથી ‘માર' શબ્દ દૂર કર્યો; કતલખાના અને દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી.૨૯ मज्जाजैनेन येनोच्चै राजर्षिख्यातिमीयुषा । अष्टादशसुदेशेषु मारी शब्दोऽपि वारितः ॥ प्रबोध - चिन्तामणि ६-३४ कले: कलेवरे भक्तपानदानेन ये हिते । ते हते अमुना सूनाभ्राष्ट्रयौ मोहस्य वल्लभे ॥ प्रबोध चिन्ता ६-४१ પુરોગામીઓના રૂપકો અનુસાર કુમારપાળના સદ્ગુણ પ્રાકટ્ય અને દુર્ગુણ ત્યાગના નિર્દેશરૂપે અહીં પાત્રો રૂપકાત્મક સાથે કુમારપાળનો ઉલ્લેખ કર્યો છે. ગ્રંથકારે માત્ર કુમારપાળના જૈનત્વનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ ચારે વર્ષે જૈનત્વ સ્વીકાર્યાનો ઉલ્લેખ કર્યો છે. संजातमार्हतं चातुर्वर्ण्य हिंसां जहौ जनः । सर्वत्र साधवोऽभ्यर्चन्तेऽधीयते धार्मिकी श्रुति ॥ ६-४६ ।। કુમારપાળના સ્વર્ગવાસ પછી ઉનાળો ગયા બાદ વર્ષામાં જેમ સૂકાયેલો દેડકો તાજો થાય, તેમ કલિકાળ ફરીથી પૃથ્વી પર વિલાસ કરવા લાગ્યો. भाग्यैरप्सरसां स्वर्ग सौधाध्यासिनि भूधभे । कलिस्तपात्यये शुष्कभेकवद्व्यलसत्पुनः ।। ६ / ४८ (૫) કુમ્ભારવાનપ્રસંઘ— જિનમંડન ગણી વિ.સં. ૧૪૯૨ ‘કુમારપાળપ્રબંધ’ ગુજરાતના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. તેમાં વિ.સં. ૮૦૨–અણહિલપુર પાટણની સ્થાપનાથી વિ.સં. ૧૨૩૦ સુધીની ઘટનાઓ સંક્ષેપમાં રજૂ કરવામાં આવી છે. પ્રબંધ કુમારપાળ સંબંધી હોવા છતાં તેમાં રૂપક-અંશ છે. એકવાર ગુરુવંદના કરતા રાજાએ પૌષધશાળાના દરવાજે એક સુંદર કન્યા જોઈ. હેમચંદ્રાચાર્યે કન્યાનો પરિચય કરાવ્યો કે તે વિમલચિત્ત નગરના અર્ધદ્ધર્મ રાજા અને વિરતિ રાણીની પુત્રી કૃપાસુંદરી છે. આ કન્યાને યોગ્ય વર ન મળતાં તે વૃદ્ધકુમારી તરીકે પ્રસિદ્ધ હતી. વળી આ પરિવારના અહીં આગમન વિશે કહ્યું કે અર્ધદ્ધર્મ અને રાજસચિત્તપુરના મોહરાજ વચ્ચે નિરંતર યુદ્ધો થતાં રહે છે. કલિયુગમાં મોહરાજ ફાવી ગયો છે. તેથી અર્ધદ્ધર્મરાજ અત્યારે તેના પરિવાર સાથે કુમારપાળના રાજ્યમાં વસે છે. Jain Education International જિન શાસનનાં કૃપાસુંદરીના પરિવારની મહત્તા જાણીને કુમારપાળે તેની સાથે લગ્ન કરવા વિચાર્યું. તેણે મતિપ્રકર્ષ દ્વારા કૃપાસુંદરીની પ્રતિજ્ઞાઓ જાણી—મૃતક ધન ત્યજે. રાજ્યમાંથી વ્યસનોનું નિષ્કાસન કરે તેની સાથે કૃપાસુંદરી લગ્ન કરશે. જાહેર કરવામાં આવ્યું કે હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાળે આ પહેલાંથી જ કર્યું છે. किञ्चाऽभक्ष्यमयं त्यकत्वा परनारीपराङ्गमुखः । વવેશે પવેશે 7 હિંસાવિમવયાત્— આ સાંભળી પ્રસન્ન થયેલા ધર્મભૂપે વિરતિને જણાવીને કૃપાસુંદરી કુમારપાળને પરણાવી. વિ.સં. ૧૨૧૬ માગશર સુદી બીજના શુભ દિને હેમચંદ્રાચાર્યે આશીર્વાદ આપ્યા કે या प्रापे न पुरा निरीक्षितुमंपि श्री श्रेणिकाद्यैर्नृपैः, कन्यां तां परिणायितोऽसि नृपते ! त्वं धर्मभूमीशितुः । अस्यां प्रेम महद्विधेयमनिशं खण्डयं च नैतद्वचो यस्मादेतदुरु प्रसंगवशतो भावी भृशं निर्वृतः ॥— શ્રેણિક જેવા મહારાજાઓ જેને જોવા પણ પામ્યા નથી તેવી કૃપાસુંદરી સાથે લગ્ન કરીને તું સુખી થઈશ.” જૈન પરંપરા માને છે કે ભગવાન મહાવીરની હયાતીમાં તેમના પરમ ભક્ત શ્રેણિક રાજાએ અહિંસા ક્ષેત્રે જે કામ ન કર્યું તે કામ કુમારપાળે શ્રદ્ધેય હેમગુરુના આશીર્વાદથી કર્યું એવો ગર્ભિતાર્થ છે. મોહરાજાને હરાવી પોતાના પિતાનું રાજ્ય પાછું અપાવવા કૃપાસુંદરીએ મહારાજા કુમારપાળને વિનંતી કરી તો કુમારપાળે મોહરાજની રાજધાની પાસે પડાવ નાખી જ્ઞાનદર્પણ દૂત સાથે કહેવડાવ્યું કે ધર્મરાજનું રાજ્ય પાછું આપો અગર યુદ્ધ માટે તૈયાર રહો.” મોહરાજે પડકાર ઝીલી લીધો. તેણે દુર્ધ્યાન સેનાપતી સાથે માત્સર્યનું કવચ ધારણ કર્યું અને નાસ્તિક્યના હાથી પર બેસી રાગ, દ્વેષ, ક્રોધાદિ વીરો સાથે યુદ્ધ આરંભ્યું પરંતુ શસ્ત્રો ખૂટી જતાં તે યુદ્ધભૂમિમાંથી ભાગી ગયો, કુમારપાળનો વિજય થયો. તમામ રૂપકો કુમારપાળના આધ્યાત્મિક વિકાસની ક્રમિકતા સૂચવે છે. સિદ્ધરાજ–કુમારપાળના શાસનમાં હેમચંદ્રાચાર્યના માર્ગદર્શનથી ગુજરાતની સંસ્કારિતા અને સર્વદેશી સમૃદ્ધિ એની ચરમ સીમાએ પહોંચી હતી. તેથી જ જિનમંડન ગણી કહે છે નામૂત્ર મવિતા પાત્ર દેમસૂરિસમોનુરુ: । તે યોગ્ય છે. જ્યારે તેમનું શિષ્યત્વ પામી હિંસા, મદિરા, સપ્તવ્યસનાદિ દૂષણોથી મુક્ત કુમારપાળ મહાન રાજા કરતાં મહામાનવ તરીકે વધુ સન્માનિત છે, તેથી સોમપ્રભસૂરિનું કથન યથાર્થ છે કે મારવાન! ત્વમસિ મતાં મસ્ત મળિ: II For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy