SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ‘જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસ'ના અનુકરણમાં સોમમૂર્તિ મુનિએ ‘જિનપદ્મસૂરિ–પટ્ટાભિષેક રાસ'ની રચના કરી. એમાં જિનકુશલસૂરિના શિષ્ય જિનપદ્મસૂરિના પટ્ટાભિષેક ઉત્સવનું વર્ણન થયું છે. રામાયણ, મહાભારત તેમ જ કેટલાક પુરાણ-ગ્રંથોનાં કથાનકોને કેન્દ્રમાં રાખીને પણ ઘણા રાસ રચાયા છે. આવો સૌથી પહેલો રાસ છે શાલિભદ્રસૂરિષ્કૃત ‘પંડવચરત’(ઇ. ૧૩૫૪). પંદર ‘ઠવણ'ઓમાં વિભાજિત આ રાસ બૃહદાકાર અને ગેય છે. એમાં મહાભારતની કથાનો સંક્ષેપ પ્રસ્તુત થયો છે. કવિએ જૈન-પરંપરા પ્રમાણે કથાનકને વળાંક આપ્યો છે, તેથી મહાભારતનાં અનેક કથાનકોથી એમાં ભિન્નતાનું દર્શન થાય છે. કાવ્યાત્તે નેમિજિનેશ્વરનું વર્ણન સાંભળી પાંચેય પાંડવોને શત્રુંજય તીર્થમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા નિરૂપ્યા છે. મહાભારતના યુદ્ધ-પ્રસંગના વર્ણનમાં ઓજસ્વી વીરરસની અભિવ્યક્તિ થઈ છે : ‘ભિડઇ સહડ રડવડઈ સીસ ધડ નડ જિમ નચ્ચŚ, હસઈ, ધુસઈ ઊસસઈ વીર મેગલ જિ મચ્ચઈ.’ (યોદ્ધા એકબીજા સાથે લડી રહ્યા છે, ધડથી માથાં ખસી પડે છે ને એ નાચતાં લાગે છે. વીર પુરુષો હસે છે, ધસે છે અને ઊંચા શ્વાસ લે છે. હાથી ધમાલ કરી રહ્યા વસ્તુસંવિધાન, કાવ્યસૌંદર્ય, કાવ્યબંધ ઇત્યાદિ દૃષ્ટિએ ગ્રંથ ગુણવત્તાસંપન્ન છે. વિજયપ્રભસૂરિરચિત ‘કમલારાસ’ (સં. ૧૪૧૧)ની કુલ ૪૯ કડીઓમાં સોપારા-પાટણના રાજા રતિવલ્લભની રાણી કમલાકુંવરીની કરુણ કથા રજૂ થઈ છે. પરદેશી ધનનગરીના રાજા કીર્તિવર્ધને કમલા પ્રત્યે આસક્ત થઈ તેને આકર્ષણવિદ્યાથી હાથ કરી. કમલાએ શીલરક્ષા માટે કીર્તિવર્ધનને આજીજી કરી, પણ કામાસક્ત તેણે કમલાને મારઝૂડ કરી. કમલાને શોધતા રતિવલ્લભને કોઈકે કમલાએ કરેલ પૂર્વજન્મનાં દુષ્કર્મોનો ખ્યાલ આપ્યો ને જણાવ્યું કે તે એ કર્મોનાં ફળ ભોગવી રહી છે. કર્મોનો ક્ષય થતાં રાજારાણીનું મિલન થયું અને અંતે બન્નેએ વૈરાગ્ય લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કમલાએ શીલરક્ષા માટે દાખવેલ દૃઢતા દર્શનીય છે ઃ ‘રાય રૂઠઉ રોસિ કરી રે સતીનઈ કરઈ સંતાપ, કામિની કહઈ રાજા પ્રતિઈ તૂં છઈ માહરુ બાપ. Jain Education International જિન શાસનનાં ઇંદ્ર હિવારઈ ઇહિ આવઈ રે ન કરૂં મઝ સીલ ભંગ, હૂં મૂરષ તરણા સમુ રે ન કરૂં પર–નર-સંગ.’ (રાજા રોષે ભરાઈને સતીને સંતાપ આપી રહ્યો છે. કામિની રાજાને કહે છે : ‘તું મારો બાપ છે. સ્વયં ઇન્દ્ર આવે તોપણ હું મારા શીલનો ભંગ કરું નહિ. તું તો તરણાને તોલે મૂર્ખ છે. હું પારકાનરનો સંગ કરું નહિ.') કરેલાં કર્મનાં ફળ ભોગવવાં પડે છે એ રાસનો કેન્દ્રવર્તી વિચાર છે. વિનયપ્રભ ઉપાધ્યાયે ઇ. ૧૩૪૬માં ‘ગૌતમરાસ’ની રચના કરી છે. એનું વિભાજન છ ભાસ (ઢાળ)માં થયું છે. પ્રત્યેક ભાસને અંતે છંદ બદલાય છે. અલંકારો અને છંદોના વૈવિધ્યને કારણે કૃતિ ગેયતા અને કાવ્યાત્મકતા–સંપન્ન બની છે. કુલ ૬૨ કડીઓની આ રચનામાં ઇંદ્રભૂતિ ગૌતમની તપસ્વી જીવનચર્યા વર્ણવાઈ છે. વર્ણનક્રમ આ પ્રમાણે છે : વસુભૂતિ અને પૃથ્વીના પુત્ર તરીકે ઇંદ્રભૂતિનો જન્મ, ઇન્દ્રભૂતિનો વિદ્યાભ્યાસ, પાંચસો વિદ્યાર્થીઓ સાથે ઇન્દ્રભૂતિનું મહાવીર સ્વામી પાસે આગમન, મહાવીર અને ઇન્દ્રભૂતિનો શાસ્ત્રાર્થ, ઇન્દ્રભૂતિના સંશયોનું નિવારણ ને મહાવીર સ્વામીનું શિષ્યત્વ સ્વીકારવું, ઇન્દ્રભૂતિ ગૌતમની અષ્ટાપદ પર્વત ઉપરનાં ચોવીસ જિનાલયોની યાત્રા અને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. કૃતિ અલંકારોથી મંડિત થઈ છે. ઉપમાઓની હારમાળાઓથી કવિ ગૌતમનો મહિમા ગાય છે ઃ જિમ સહકારે જિમ જિમ કોઉલ ટહુકે, જિમ કુસુમહવને પરિમલ બહકે, સૌગંધ નિધિ, ચંદન ગંગાજલ લહેરે લહકે, ઝલકે, તેજે ગોયમ સોભાગનિધિ.’ જિમ કણયાચલ તિમ (આંબા ઉપર જેમ કોકિલા ટહુકાર કરે, ફૂલવાડીમાં જેમ સુગંધ બહેકી રહે, ચંદન જેમ સુગંધનો ભંડાર છે, ગંગાજળ જે રીતે લહેરીઓથી લહેકી રહે છે, તેજથી જેમ કાંચનગિરિ ઝળકી રહે છે એ રીતે સૌભાગ્યનિધિ ગૌતમ શોભી રહ્યા છે.) For Private & Personal Use Only અગિયારમીથી પંદરમી સદી સુધીની ઉપર્યુક્ત સર્વે રચનાઓ અપભ્રંશ તેમ જ પ્રાચીન ગુજરાતી ભાષામાં લખાઈ છે. કેટલીક કૃતિઓ રાજસ્થાની તેમ જ હિંદી ભાષામાં પણ લખાઈ છે. www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy