________________
૩૭૮
જિન શાસનનાં
ભગવાન મહાવીરના ૧૧ ગણધરો દ્વારા
દ્વાદશાંગીની રચના એક કલ્પના કરીએ : કોઈ રાજા છે, એને પાંચ પુત્રો છે. શક્તિની દૃષ્ટિએ એ પુત્રો એકથી એક ચડિયાતા છે. છતાં રાજા બીજા નંબરના પુત્ર પર રાજ્યાભિષેક કરે છે. રાજયાભિષિક્ત એ પુત્રનું સન્માન એનાથી નાના અને મોટા ભાઈઓ બરાબર જાળવે છે, એટલું જ નહીં, એની રાજ્યવ્યવસ્થા પણ બરાબર ચાલે છે અને બીજા નંબરના એ પુત્રનું સામ્રાજય જયજયકારપૂર્વક વૃદ્ધિગત પણ બનતું રહે છે.
કલ્પનાના કદમને આગે બઢતાં અટકાવી દઈને હવે આપણે વિચારીએ કે શું આવું બને એ શક્ય છે ખરું? સૌ પ્રથમ તો એવો જ સવાલ થાય કે રાજા આ રીતે બીજા નંબરના પુત્રનો રાજયાભિષેક કરે, એ શું ન્યાયસંગત ગણાય? પાંચ પુત્રો શક્તિમાં એકથી એક ચડિયાતા હોવા છતાં બીજા પુત્ર પર થયેલા રાજ્યાભિષેક સામે કોઈ વાંધો ન ઉઠાવે, એવું શક્ય બને ખરું? એટલું જ નહીં, બીજા પુત્રો રાજયાભિષિક્ત પુત્રનું બહુમાન જાળવે, એ પણ સંભવિત ગણાય ખરું? સૌથી છેલ્લો અણિયાળો સવાલ તો એ છે કે, રાજાને આવું કરવા કેમ મજબૂર બનવું પડ્યું હશે? પાંચ પુત્રો શક્તિમાં એકથી
એક ચડિયાતા હોવાથી રાજા હજી કદાચ પાંચમાં પુત્રના શિરે રાજ્યાભિષેક કરે એ યોગ્ય ગણાય. પરંતુ બીજા નંબરના પુત્ર પર થયેલો રાજ્યાભિષેક તો કઈ રીતે યોગ્ય ગણાય અને આવું રાજ્ય વળી જયજયકારપૂર્વક વૃદ્ધિગત કઈ રીતે બનતું રહે?
સણસણતા આ સવાલોનો જિજ્ઞાસા-સંતોષક જવાબ એ છે કે, રાજા ન્યાયયુક્ત અને પક્ષપાતથી મુક્ત છે. માટે પાંચે પુત્રો શક્તિથી ચડિયાતા હોવા છતાં બીજા નંબરના પુત્ર પર રાજ્યાભિષેક રાજાએ એ કારણે જ કર્યો છે કે બીજા બધા પુત્રો વધુ ને વધુ શક્તિશાળી હોવા છતાં મૂકપ્રાય છે અને આ
બીજો પુત્ર જ વાચાળ છે, એથી રાજ્યનું સંચાલન કરવા એ જ સમર્થ છે. માટે જ એની પર રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે અને આ કારણે જ એ રાજય ફાલીફૂલી રહ્યું છે.
બીજા પુત્ર પર રાજ્યાભિષેક કરવાનું કારણ સમજી ગયા બાદ હવે જાગતી જિજ્ઞાસા વળી બીજી જ છે. આવા રાજાનું નામ શું અને એના પાંચ પુત્રો ક્યાં ક્યાં નામે ઓળખાય છે? આનો જવાબ છે : એ રાજવીનું નામ છે : ભગવાન શ્રી મહાવીર પરમાત્મા અને એ પાંચ પુત્રોના નામ છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન!
મહારાજા શ્રી મહાવીર પરમાત્મા અને રાજકુમારો સમા પાંચ જ્ઞાન-પુત્રોનું સ્વરૂપ નીચેના એક શ્લોક દ્વારા બરાબર સમજવા જેવું છે.
पुत्राः पंच मति-श्रुतावधि-मनःकैवल्य संज्ञा विभोः तन्मध्ये श्रुतनंदनो भगवता संस्थापितो स्वे पदे अंगोपांगमयः सः पुस्तक-गजाध्यारूढो लब्धोदयः सिद्धांताभिध-भूपतिः गणधरैर्मान्यश्चिरं नन्दतात् ।।
ભગવાનના આંતર–સામ્રાજ્યનું વર્ણન કરતો આ શ્લોક કહે છે કે ભગવાનને પાંચ પુત્રો હતા : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન! આ પાંચમાંથી બીજા ભૃતનંદનને ભગવાને પોતાના સિંહાસને સ્થાપિત કરેલ છે, જે અંગ અને ઉપાંગમય છે. પુસ્તક રૂપ ગજરાજની અંબાડી પર પ્રતિષ્ઠિત જે શોભી રહ્યા છે. ચારે બાજુથી જેમનો ઉદય થઈ રહ્યો છે તથા ગણધરો દ્વારા પણ જે સન્માનનીય
સરસ્વતીકૃપાપાત્ર શ્રુતસંરક્ષક પૂર્વ સૂરિવરો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org