________________
ઝળહળતાં નક્ષત્રો
૩૭૭
શ્રુત અંગેની અશ્રુત-પૂર્વ માહિતી અને માર્ગદર્શન (.) શ્રવજ્ઞાળ શા માટે શ્રેષ્ઠાવિશ્રેષ્ઠ 9
સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
જૈનધર્મના અનુયાયી-આરાધકોને વારસામાં પ્રાપ્ત થયેલ ખજાનો કિંમત આંકી ન શકાય, એટલો બધો અમૂલ્ય છે : એ ખજાનો છે શ્રુતજ્ઞાનનો! શ્રુતજ્ઞાન એટલે જિનાગમ વગેરે સમગ્ર ધર્મગ્રંથો! બીજા બીજા ધર્મના ધર્મગ્રંથોનો હિસાબ નજીવો છે, કેમ કે એ ધર્મો પાસે પોતાના ધર્મગ્રંથો મર્યાદિત સંખ્યામાં જ છે, જેમ કે ઈસાઈ-ખ્રિસ્તી ધર્મ પાસે એક માત્ર ધર્મગ્રંથ બાઈબલ છે, મુસ્લિમ-ઇસ્લામ ધર્મ પાસે માત્ર કુરાન છે, બૌદ્ધો પાસે ત્રિપિટક છે, શીખ પાસે ગ્રંથસાહેબ છે, વૈદિકધર્મ પાસે ચાર વેદ છે, વેષ્ણવો-હિંદુઓ પાસે રામાયણ-મહાભારત અને ગીતા છે.
જ્યારે જૈન ધર્મ પાસે ૪૫ આગમો ઉપરાંત વિદ્યમાન ધર્મગ્રંથોની સંખ્યા હજારોનો
આંકડો વટાવી જાય એવી છે. કોન્ટીટી માત્ર ન જોવાય ક્વોલીટી પણ જોવી પડે ! જૈન ધર્મ પાસે શ્રુતજ્ઞાનનો ખજાનો કોન્ટીટીની દૃષ્ટિએ પણ ૧૫ હજાર ધર્મગ્રંથોથી વધુ છે અને ક્વોલિટીની તો વાત જ થાય એમ નથી. આજની તમામ શોધખોળોનું મૂળ પકડવા જશો તો જૈન ધર્મગ્રંથો સુધી છેડો પહોંચશે. એ હકીકત જૈન ધર્મના શ્રુતજ્ઞાનની શ્રેષ્ઠતા પર મહોર છાપ લગાડે છે!
આવું ઉમદા શ્રુતજ્ઞાન તીર્થકર ભગવંતો શાસનસ્થાપનાના માધ્યમે ત્રિપદી દ્વારા ગણધરોને પ્રદાન કરે છે. ગણધર ભગવંતો સૂત્ર સ્વરૂપે દ્વાદશાંગીની રચના કરે છે. આ દ્વાદશાંગીના આધારે જૈનશાસન જગતમાં અવિરતપણે ચાલતું રહે છે. શાસનનો ત્રાણ, પ્રાણ અને આધાર એકમાત્ર “શ્રુત' છે. શ્રુત ટકશે ત્યાં સુધી શાસન ટકશે. શાસન ટકશે ત્યાં સુધી આપણે સૌ ટકીશું. માટે આપણે સૌએ ટકવું હોય તો શાસનને ટકાવવું પડે, ને શાસનને ટકાવવા માટે શ્રુતને ટકાવવું જ રહ્યું. શ્રુતને ટકાવવા માટે એકમાત્ર ઉપાય છે તેનું હસ્તલેખન! સિદ્ધહસ્તલેખક, સમર્થ સાહિત્યકાર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સંયમજીવનના ૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે મુંબઈ ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં ભવ્ય કૃત મહાપૂજાનું આયોજન થયું, ત્યારે શ્રુતરક્ષા સંકલ્પશિલ્પી પૂજય પંન્યાસપ્રવરશ્રી યુગચન્દ્રવિજયજી ગણિવરશ્રીના માર્ગદર્શન શ્રુતરક્ષા અભિયાનનો જે પ્રારંભ થયો હતો, એ આજે સિદ્ધગિરિતીર્થે સૂરિપદે પ્રતિષ્ઠિત પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય યુગચન્દ્રસૂરિજી મહારાજની પ્રેરણા પામી ‘વર્ધમાન શ્રુતગંગા’ ટ્રસ્ટના અન્વયે શંખેશ્વર તીર્થના આંગણે શ્રુતતીર્થકૃતમંદિરની ભવ્ય પરિકલ્પના સ્વરૂપે આખરી ઓપ પામવાના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂક્યો છે, આ વધામણીને શ્રુતપ્રેમી આત્મસમો હૃદયના ઉમળકાથી અવશ્ય વધાવી લેશે, તેવો પૂરો વિશ્વાસ છે. સિદ્ધહસ્ત લેખક પૂ. આચાર્યદેવશ્રીએ શ્રુતજ્ઞાન શા માટે શ્રેષ્ઠ છે? અને શ્રુતરક્ષા કાજે શું કરવું જોઈએ? આ અંગેનું મનનીય અને મહત્ત્વનું માર્ગદર્શન પ્રદાન કરતો ખૂબ સુંદર લેખ પાઠવીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જ્ઞાનસમૃદ્ધ એવા પ્રજ્ઞાવંત આચાર્ય ભગવંતને લાખ લાખ વંદના.
–સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org