________________
ઝળહળતાં નક્ષત્રો
As
©
Tag” અનોખી છે. વિશ્વ વિખ્યાત ધર્મભૂમિ પાલિતાણા તીર્થની ગોદમાં યો. AVAVA® એક ખમીરવંતી, ધર્મઘેલી, સાહિત્યરસિક બારોટ જ્ઞાતિમાં જન્મ, મા A > શારદાના પારણામાંથી આશીર્વાદ–તીર્થકર ભગવંતોની ભોમકા, મહાન
આચાર્યદેવોની, પવિત્ર યાત્રિકોની પ્રિય ભોમકા પાલિતાણાનો સદેવ સહવાસ. ધર્મનો રંગ લાગ્યો જ. જૈન ધર્મની વિશાળતા, પવિત્રતા અનેક ગુણો હૈયે વસી ગયા. જૈન ધર્મ પર અનન્ય સંપાદન સંપત્તિ સમાજચરણે ધરી અને સંતોષ પામ્યા.
મારી દષ્ટિએ નવસર્જન કરતાં સંપાદનક્ષેત્ર કાંઈક જુદું જ ક્ષેત્ર છે. ભૂતકાળમાં ડોકિયું, વર્તમાનમાં વિહરતા અને ભાવિની કલ્પનાસૃષ્ટિ સજાવતા નંદલાલભાઈને “અસ્મિતા' શબ્દ ગમી ગયો. પતંજલિપ્રદત્ત અસ્મિતા શબ્દ, હેમચંદ્રાચાર્યજીએ ગુજરાતની મહાનતા વધારવાના અર્થમાં પ્રયોજ્યો, તો આ પ્રભાવક ગ્રંથ સંપાદકે એને હાથવગો કરી–ગોહિલવાડ, ગુજરાત, ભારત અને એશિયાની અસ્મિતાના સ્વરૂપે સંપાદનમાં સદૈવનો મઢી લીધો!!
આમેય નંદલાલભાઈ ધૂળધોયાનું કામ કરી જાણનારા. ખોજી તથા દૃષ્ટિવંત કસબી સંપાદક. મેઘાણી જેવાને વાંચ્યા, પચાવ્યા. ભવ્ય ભૂતકાળમાં નજર ફેરવી મૂલ્યવંતા સંપાદનો કર્યાં તેમનું સંપાદન વૈવિધ્યસભર છે, ખમીરવંતું છે. નંદલાલભાઈ ઢળતી અવસ્થામાં જૈન ધર્મ તરફના અહોભાવને લીધે, તેમજ મહાતીર્થ પાલિતાણાની પ્રભાવક અસરને લીધે વિધવિધ પ્રકારનાં, જૈનધર્મ પરનાં સંપાદનો આપે છે એ એમનું મહા ઉજ્જવળ સંપાદન કાર્ય છે.
- આ સંપાદન કાર્ય માત્ર ગુજરાતના સાહિત્ય ક્ષેત્રને જ નહીં પણ વર્તમાન | જૈન સમાજને તથા ભાવિપેઢીઓ માટે પણ એક પવિત્ર નજરાણારૂપ બની રહેશે
. એમાં શંકા નથી. શ્રી નંદલાલભાઈને મારી તમામ શુભેચ્છાઓ સાથે Nan_ અભિનંદન આપું છું.
ડૉ. પ્રો. પ્રહલાદ પટેલ, કનેરીનો માઢ, હાટકેશ્વર દરવાજો. વડનગર-૩૮૪૩૫૫ જ
s
Jain Education Interational
For Private & Personal use only
www.jainelibrary.org