SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ જિન શાસનનાં (૧૯) વર્તમાનમાં નાસ્તિકવાદ વધી રહ્યો છે, તેના મૂળકારણમાં લોકોની વિજ્ઞાનમાં વધેલી શ્રદ્ધા અને ધર્મના ફળમાં ઘટેલી આસ્થા મુખ્ય કારણ છે. આવી પરિસ્થિતિમાં ગચ્છવાદ, સમુદાયવાદ, તિથિવાદ, સામાચારીવાદ, સંકુચિતવાદ કે વિતંડાવાદથી બચી અધ્યાત્મવાદને મહત્વ આપનાર રક્ષિત છે, બાકી નાસ્તિકતા વધારાનું કારણ બની શકે છે. (૨૦) એક તરફ સંયમી સાધકોને બધીય અનુકૂળતાઓ આપનારો સાચો શ્રમણોપાસક વર્ગ મૌજુદ છે, બીજી તરફ બે શ્રમણો કે બે સમુદાયો વચ્ચે પણ મતભેદ, મનભેદ કે ધર્ષણ ઊભો કરનાર વિરાધક વર્ગ પણ જોવા મળશે. સાધકે ગીતાર્થતા વાપરવી. (૨૧) સાચી-ખોટી આગાહીઓ કરી, સાવ ખોટી હો-હા મચાવી કે પોતાના અભિગમોથી અતિરેકી બની મતમતાંતરો કરનાર શાસનનો દ્રોહ કરી શકે છે. માટે પણ દરેક શ્રાવકો અને શ્રમણોએ શક્ય ત્યાં સુધી તોડવાના બદલે જોડવાના કાર્યોમાં શક્તિ વાપરવી. (૨૨) લાઈટ, માઈક, મોબાઈલ, મીડિયા કે પ્રચારતંત્રનો ઉપયોગ કરી સંયમના ભોગે શાસનની પ્રભાવના કરવાની ખેવનાવાળાને અનેકો તરફથી સહાયતા કે આલંબન મળી રહેશે, પણ પોતાની આત્મિક આરાધના ગુમાવી ફક્ત ક્ષણજીવી પ્રભાવના કરવાના જોખમો ઘણા બધા છે. (૨૩) પાટ ઉપરથી પ્રવચન ન દેનાર, પુરુષોની સભામાં આવી ઉપદેશ ન ફરમાવનાર કે વિકટક્ષેત્રોમાં પણ વિહારો કરી લોકસમાજને ધર્મપતિ જગૃત રાખનાર અથવા કલ્યાણકક્ષેત્રોના જીર્ણોદ્ધાર માટે ઝઝુમનાર સાધ્વીસંઘને કારણે પણ જૈન સંઘ ઉજળો છે. સહનશીલતા અને સેવા-વૈયાવચ્ચે ગુણધારી સાધ્વીસંઘની ઉપેક્ષા ન કરવી. (૨૪) શાસનની પ્રભાવના કરતાંય, આરાધનાની લગની તે જ ખરું સંયમ છે. માટે પણ કોઈ પ્રકારની સંસ્થાઓ વગરના કે જિનાલયસર્જન, પુસ્તકલેખન, પ્રકાશન, પ્રસારણ, આકર્ષણ કે આડંબર વગરના અનામી મહાત્માઓનો પરિચય કરવા જેવો છે. શ્રાવકોના કાર્યોમાં શ્રમણોનું ઉતરવું તે કાળની બલિહારી કહી શકાય. (૨૫). પરમાત્માના લોકોત્તર પુણ્યથી દાનપ્રવાહ જ્યારે જિનાલયો કે વિવિધ આયોજનોમાં વહેતો જાય ત્યારે અવળા વિચારો કરી અપલાપ ન કરવો, બબ્બે દાતાઓની દાનરુચિ અનુમોદવી. બીજી તરફ શાસનપ્રભાવનાના આડંબરો પ્રસંગે ખાસ અનુકંપા અને જીવદયા કાર્યો વિચારી લેવા. (૨૬). પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછીનો અમ્યુદયકાળ જ્યારે પ્રવર્તી રહ્યો હોય ત્યારે સમાધાનકારી અભિગમોવાળા જીવો વધારે સંખ્યામાં રહેવાના. દેશકીય, રાજકીય, ધર્મીય અને સામાજિક અનુકૂળતાવાળા વર્તમાનકાળમાં ધમરાધનાઓ કરનાર ભવાંતરને સુરક્ષિત કરશે. આર્થિક વ્યવહારોથી સદાય અલિપ્ત રહેનારા, અત્યલ્પ લોકપરિચય રાખનારા, સંયમમાં પણ લાગતા અતિયારની આલોચનાઓ કરી પવિત્રતા જાળવનારા, તપસ્વીઓ કે ત્યાગીઓ જેવા ગુણાત્ય સંયમીઓ થકી જ શાસનની ધૂરા ટકી રહી છે, રહેવાની, માટે કોઈ પણ સંયતોની ઉપેક્ષા, અવગણના ન કરવી. (૨૮) સાંસારિકોની દુનિયા કાલ્પનિક ભૂમિકા ઉપર રચાય છે, જ્યારે સંસારત્યાગી અણગારો વાસ્તવિક જીવન જીવે છે. માટે પણ ધર્મ પુરુષપ્રધાન તો છે જ સાથે ગૃહસ્થપ્રધાન નહિ બલ્ક શ્રમણપ્રધાન છે. શાસનરક્ષક, આરાધક અને પ્રભાવક ત્રણેય પ્રકારના સંયમીઓ ખરેખર વિશ્વની આઠમી અજાયબી છે. પ્રકૃતિના પરમાર્થના કારણે જેમ કુદરત સૂર્ય-ચંદ્ર દ્વારા દિનરાત અને ઋતુઓને બક્ષે છે અને જીવસૃષ્ટિને રક્ષે છે તેમ આકાશગંગાના વિરાટ ફલક ઉપર ગતિમાન નક્ષત્રો પણ માનવસમાજને કંઈક ઉપદેશે છે, જેથી તિચ્છલોકની સંસ્કૃતિ વિકૃતિના વમળોમાં અટવાઈ ન જાય. રુશિષ કિ વહન? અર7 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy