________________
ઝળહળતાં નક્ષત્રો
ખેલ, અસ્તિત્વ માટેનો જંગ ચાલી રહ્યો છે ત્યારે મહાવીરના આ સિદ્ધાંતો ડૂબતા માટે તરણા સમાન રહેલા છે. વિશ્વશાંતિ માટે આ બધા સિદ્ધાંતો ચાવીરૂપ સાબિત થાય તેમ છે. આ બધા સિદ્ધાંતોની ઉપયોગિતા અને મહત્ત્વ જોઈને જ કેટલાક મહાનુભાવો એમ કહે છે કે,
૨૧મી સદી એ જૈનોની સદી છે. જૈન ધર્મની સદી છે. આથી જ આ બધા સિદ્ધાંતોનો જેમાં સમાવેશ થયેલો છે તે જૈન ધર્મ એ વિશ્વધર્મ છે એમ નિર્વિવાદપણે કહી શકાય. વિશ્વધર્મ એને કહી શકાય જે સમગ્ર વિશ્વમાં સુંદર અને સુચારુ રીતે સંકલન દ્વારા શાંતિનું સ્થાપન કરી પ્રેમ અને ભાઈચારાની ભાવના પેદા કરે. વળી વિશ્વધર્મ તે જ હોઈ શકે જેમાં રહેલા તત્ત્વો સમગ્ર દુનિયાના માનવો પર એકસરખી રીતે લાગુ કરી શકાય. પરિણામસ્વરૂપ મળે જગતકલ્યાણ, વિશ્વકલ્યાણ. જે સમગ્ર એટલે કે UNIVERSEને લાગુ પડે છે તેને જ વિશ્વધર્મ કહી શકાય અને જૈન ધર્મ એટલે જ વિશ્વધર્મ છે. એક શાયરે એટલે જ કહ્યું છે કે,
તલવાર કી કિંમત બઢિયા મ્યાન સે નહીં, ધાર સે હોતી હૈ, કપડે કી કિંમત ચમકદાર રંગસે નહીં, તાર સે હોતી હૈ, જૈન ધર્મ મેં મહત્ત્વ ગુણ કા હૈ, વ્યક્તિ કા નહીં, ઇસલિયે તો યહ વિશ્વધર્મ હૈ, માત્ર ભારત કા નહીં. (૫) જૈન ધર્મનું સ્વરૂપ ઃ—
અન્ય ધર્મોની તુલના જો જૈન ધર્મની સાથે કરીએ તો તર્કવિદ્યા, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે દરેક ક્ષેત્રે જૈન ધર્મ બધાથી સર્વોત્તમ અને શ્રેષ્ઠ છે. સર્વજ્ઞશાસને આગમો દ્વારા જે જુદી જુદી વાતો દુનિયાના લોકો સમક્ષ મૂકી છે તે તત્ત્વદર્શી છતાં રંગીન, ગંભીર છતાં મસ્ત, વાસ્તવિક છતાં સરળ વાતો જાણતા એમ થાય છે કે જૈનશાસનમાં શું નથી?
ગુલાબ પણ છે અને કોયલ પણ છે. રંગીન ફુવારાની રોશની છે. નિર્મળ વહેતા ઝરણાનો નિનાદ છે અને ગંભીર અતલ સાગરનું ઊંડાણ પણ છે. સમર્થ વિદ્વાનોના વક્તવ્ય, દર્શન અને મંતવ્યો છે તો શ્રોતાઓના સંદેહ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસાનું મિશ્રણ પણ છે. જગતના દરેક જીવોને જે કર્મરોગો લાગુ પડ્યા છે તેના રામબાણ ઇલાજ પણ છે અને બે ઘડીમાં છદ્માવસ્થામાંથી ક્ષપકશ્રેણી માંડી, શૈલેષીકરણ કરી, ચૌદ રાજલોકની ઉપર રહેલ મુક્તિસુંદરીને વરનારા મહાપુરુષોની
Jain Education International
૨૭૧
સુંદર વાતો પણ છે. દૈહિક સુંદરીની મોહજાળમાં ફસાયેલો માનવી મુક્તિસુંદરીને કેમ મેળવી શકે તેના ઉપાયો પણ છે. સંગીતની મસ્ત સુરાવલી છેડતા શૌર્યથી માંડી શૂરાતન આદિ નવેય રસથી ઓપતો ધર્મકથાનુયોગ પણ છે, તો તિલક અને આઈનસ્ટાઈનને પણ ચકરાવામાં નાખી, ભૂલ-ભૂલામણીમાં સપડાવી દે તેવો ગણિતાનુયોગ પણ છે અને સંગેમરમરની અદ્ભુત શિલ્પકૃતિઓને ટક્કર લગાવે તેવો ચરણકરણાનુયોગનો ઝપાટો પણ છે. છકાય, છદ્રવ્ય, નવતત્ત્વ, કર્મપ્રકૃતિ, લેશ્યા આદિ દાર્શનિક તત્ત્વની વિપુલતાવાળો દ્રવ્યાનુયોગ પણ છે. તેનામાં ઉષાના સર્વ રંગો છુપાયેલા છે તો સંધ્યાના સુંદર મજાના, મદમસ્ત, કિલ્લોલતા રંગો પણ છે. માતાનું વાત્સલ્ય અને નિઃસ્વાર્થ પ્રેમ તેમાં લપેટાયેલો જોવા મળે છે તો પિતાનો મમત્વભવ પણ તેમાં નિમગ્ન બનેલો દેખાય છે.
સર્વજ્ઞ શાસનની આ ગહન, ગંભીર છતાં મસ્ત વાતો ગળે ઊતારતા આવડે તેનો શ્વાસ સુગંધી બને છે અને ભવભ્રમણરૂપી ઘટમાળ ઘટે છે. અનંત કાળની કુંભકર્ણ જેવી નિંદ્રામાં સૂતેલો આત્મા જો જાગી જાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં તે ઊર્ધ્વગતિને આંબી જાય છે. અરે! સમય ગમે તેવો હોય સુખનો કે દુઃખનો, બંનેમાં તે સમભાવે જીવી શકે છે. સોનેરી કિરણોની જેમ અને નિબંધ પવનની જેમ માનવ હસતો અને મલકતો રહી શકે છે. અરે! દરેક વખતે નૃત્યકારના દેહમરોડને સંવાદી શકે છે. ગુપ્તકાળનું ગાંધાર શિલ્પ પામી શકે છે. અજન્ટાના પદ્મપાણિના ભીંતચિત્રોનું સુરમ્ય સૌંદર્ય અનુભવી શકે છે. ૐકારનાથના રાગ આલાપમાં, રવિશંકરની સુંદર સિતારમાં, બિસ્મિલ્લાહની શરણાઈમાં જે સુંદરતા–જે સંવાદિતા–જે મનની શાંતિ છે તેનાથીયે અનેકગણી સુંદરતા– સંવાદિતા અને મનની શાંતિ જૈન શાસનમાં, જૈન ધર્મમાં અને જૈન સિદ્ધાંતોમાં ભરેલી છે.
આવા પાંચ પાયાના જે સિદ્ધાંતો છે તેના વિષે આપણે વિસ્તૃત રીતે જોયું. આ જે સિદ્ધાંતો છે તે સૂક્ષ્મ રીતે માનવજીવનમાં વણી લેવાય તો વિશ્વમાં શાંતિ-પ્રેમ અને કરુણાનું સામ્રાજ્ય સ્થાપી શકાય તેના માટે ભગવાને જે રીતે ફરમાવ્યું છે તેનો યોગ્ય પ્રસાર-પ્રચાર જરૂરી છે. જો બધું યોગ્ય રીતે થાય તો વિશ્વની મોટાભાગની સમસ્યાઓ હલ થઈ શકે છે. આને કારણે જ જૈન ધર્મને વિશ્વધર્મ કહી શકાય.
હવે આપણે જૈન ધર્મના સ્વરૂપને જોઈશું જેનાથી આપણને ખ્યાલ આવશે કે જૈન ધર્મમાં કેવી ગહન-ગંભીર–
For Private & Personal Use Only
www.jainelibrary.org