SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૨૬૩ (૧) પ્રસ્તાવના : હાલ વિશ્વમાં મુખ્ય ગણી શકાય તેવા લગભગ ૧૧ ધર્મો પ્રવર્તમાન છે. આ ૧૧ ધર્મોનું ઉદ્ભવસ્થાન જોઈએ તો પર પણ અસર થાય છે. પૂર્વમાં ઉદ્ભવેલા ધર્મો માનવીય મૂલ્યોથી સભર, વિશ્વકલ્યાણની ભાવનાવાળા છે, જ્યારે પશ્ચિમમાં ઉદ્ભવેલા ધર્મો વ્યક્તિવાદી અને આત્મકલ્યાણ પૂરતા સીમિત છે. એ ધર્મોમાં સમષ્ટિને મળવું જોઈએ તેટલું મહત્ત્વ (૧) હિન્દુ, (૨) બૌદ્ધ, (૩) શીખ, (૪) જૈન. આ ચાર ધર્મનુંનથી અપાયું. જૈનધર્મ એ પૂર્વની નિપજ છે. ખૂબ જ ગહન અને ઉદ્ભવસ્થાન ભારતમાં છે. (૫) તાઓ, (૬) કોન્ફ્યુશિયસ આ બે ધર્મો ચીનમાં ઉદ્ભવ્યા છે. (૭) સીન્ટો એ જાપાનની દેણગી છે. (૮) યહુદી, (૯) ખ્રિસ્તી, (૧૦) ઇસ્લામ, (૧૧) જરથોસ્તી એ ચાર ધર્મ પશ્ચિમમાં ઉદ્ભવ્યા છે. ગંભીર એવું તત્ત્વદર્શન છે. તેમાં લગભગ બધા જ વિષયોને આવરી લેવાયા છે. તેની વિરાટતા, ઊંડાણ, તલસ્પર્શી અભ્યાસ કરવાની પદ્ધતિ અને તેનામાં રહેલી વૈજ્ઞાનિકતા-વાસ્તવિકતાને કારણે હાલમાં જૈન ધર્મનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. વિશ્વ આખામાં તેના વિષે અનેક સંશોધનો ચાલી રહ્યા છે. આ સંશોધનો બાદ કેટલાયે વિદેશી વિદ્વાનો અને જાણીતી વ્યક્તિઓએ જૈનધર્મ વિષે જે વાતો કરી છે તેના પરથી એ સાબિત થાય છે કે જૈનધર્મ એ માત્ર જૈનોનો, ભારતનો કે પૂર્વના પ્રદેશોનો જ ધર્મ નથી પરંતુ એક મહાન વિશ્વધર્મ છે. (૨) જૈનધર્મ વિશ્વધર્મ કઈ રીતે છે તેના કારણો : ધર્મના ઉદ્ભવસ્થાનમાં પૂર્વ અને પશ્ચિમ બંને છે. આથી બંનેની સંસ્કૃતિઓ જુદી જ હોય. પૂર્વની સંસ્કૃતિ એ જીવનના પ્રાણરૂપ છે. માનવીય મૂલ્યોને તેમાં ઊંચા સ્થાને રખાયા છે. દયા, લાગણી, કરુણા, પ્રેમ, ભાઈચારો, નિઃસ્વાર્થ ભાવના, ન્યાય, અતિથિ સત્કાર, ઔચિત્યપાલન, સંતોષ, સદાચાર, શાંતિ જેવા ગુણોની તેમાં ખીલવણી થતી તેમ જ ઉત્તરોત્તર વધતા દરેકના જીવનમાં સુપેરે વણાતા જતાં હતાં. જીવનના બંને મુખ્ય પાસા સુખ અને દુઃખને સમજી માણસને જીવતા-મરતા આવડતું હતું. યમ, નિયમ, પ્રાણાયામ, યોગ વગેરે દ્વારા લોકો જીવનને સુંદર રીતે બેલેન્સ કરી શકતા હતા. આત્માનું અસ્તિત્વ છે અને તેને લગતી દરેક બાબતોને યોગ્ય રીતે સમજી જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેયને તેના દરજ્જા અનુસાર મહત્ત્વ અપાતું. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ સિદ્ધાંતોને તેમ જ તે જેનામાં વણાયેલા છે તેવા સંયમ, અહિંસા અને તપરૂપ ધર્મને સમજી લોકો તેનું સુંદર રીતે આચરણ કરતા, જેને કારણે ધર્મ, ધર્મનો પ્રસાર-પ્રચાર અને ધર્મ આધારિત જીવન હતાં. પશ્ચિમની સંસ્કૃતિ ભોગપ્રધાન સંસ્કૃતિ છે. ત્યાંની શિક્ષણપદ્ધતિ એવી છે કે જેમાં ભણતર તો મળે પણ ગણતર ન મળે. બુદ્ધિ કસાય અને વધે પણ આત્મા મરી પરવારે. ત્યાં કુટુંબપ્રથા તો માત્ર નામની છે એમ કહી શકાય. સ્ત્રીઓ કમાવા જાય માટે બાળઉછેર ઘોડિયાઘર કે આયા પાસે, જેથી સંસ્કારસિંચનની કમી રહે. લગ્ન એક સંસ્કાર નહીં પણ કરારરૂપે અસ્તિત્વ ધરાવતા હોવાથી છૂટાછેડાનું મોટું પ્રમાણ, જેના કારણે બાળકો મા અથવા બાપ અથવા તો બંનેના પ્રેમથી વંચિત રહે જેની અસર બાળમાનસને હિંસક બનાવે છે. માનવીય મૂલ્યોનો હ્રાસ થાય છે. આજે આપણે વાત એ કરવી છે કે જૈન ધર્મ વિશ્વધર્મ છે. ``Jainism-A Global Religion." આ વિષયમાં એટલું તો જરૂર કહી શકાય કે જૈન ધર્મ એ એક સંપૂર્ણ ધર્મ છે, જેમાં જગતના કોઈપણ પાસાનો અભ્યાસ ન હોય એવું નથી. જૈન ધર્મ અધ્યાત્મજ્ઞાનનો અનુપમ કોષ તો છે જ પરંતુ વિશ્વની બધી જ વિદ્યાઓનો અજોડ સંગ્રહ પણ છે. ભૌતિક વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ભૂગોળ, ગણિતશાસ્ત્ર, તબીબીક્ષેત્ર, નાટક, સંગીત, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર વગેરે. ટૂંકમાં કહીએ તો તે જ્ઞાનનો મહાસાગર છે, જેનો પાર પામવો અત્યંત મુશ્કેલ છે. પશ્ચિમના સમર્થ અભ્યાસીઓએ પણ એકરાર કર્યો છે કે જ્ઞાનની અસંખ્ય શાખા-પ્રશાખાઓનો આટલો સૂક્ષ્મ અને તલસ્પર્શી અભ્યાસ કોઈ મહાન આત્મા કે વિરલ વ્યક્તિ જ કરી શકે. જૈન ધર્મના અનેક સિદ્ધાંતો આજે દેશ-વિદેશના સંશોધકો માટે સંશોધનના આધારરૂપ બની રહ્યા છે, એટલું જ નહીં આજે વિશ્વને જે સિદ્ધાંતોની જરૂર છે તેવા રહસ્યમય અને ગૂઢ સિદ્ધાંતો માત્રને માત્ર જૈનાગમોમાં સંચિત થયેલા છે. અણુબોમ્બ–પરમાણુબોંબ અને હિંસાથી ત્રસ્ત એવા વિશ્વને માટે શાંતિનો સંદેશ. “જીવો અને જીવવા દો”નો સંદેશ. પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિમાં જે અંતર રહેલું છે તેની ધર્મ સમદર્શિત્વનો સિદ્ધાંત, “આત્મવત્ સર્વભૂતેષુ”ની ભાવના તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy