________________
ઝળહળતાં નક્ષત્રો
૬૪. અષાઢી શ્રાવકની આસ્થા
જિનેશ્વર પરમાત્માની સેવા-પૂજા, ભક્તિ-અર્ચના અનાદિકાળ સિદ્ધ છે અને પ્રતિમાઓ જ ન હોત તો કદાચ વીતરાગ પરમાત્માની ઓળખાણ જ ન હોત, તીર્થો ન હોત તો તારક તત્ત્વ ન હોત અને ન રહેત જૈન સંસ્કૃતિનો ઇતિહાસ. માટે પણ મૂર્તિપૂજાનો ઇતિહાસ જાણવા સમજવા દેવલોક સ્થિત કે નંદીશ્વર દ્વીપ વગેરે તિÁલોક સ્થિત શાશ્વત જિનાલયો અને જિનબિંબોના વિશે અભ્યાસ કરવો પડે તે વગર શ્વે. મૂર્તિપૂજક સંઘોનો ઇતિહાસ અધૂરો રહે, કારણ કે સ્વયં ભગવાન મહાવીર દેવના મોટા ભાઈ નંદીવર્ધને પ્રભુજીની હયાતીમાં જ નાણા, દીયાણા, નાંદીયા મુકામે પરમાત્માની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવી તે તો હજી તાજી બીના છે, પણ છેક ગત ચોવીશીના નવમા તીર્થંકર દામોદર ભગવંતને અષાઢી નામના શ્રાવકે પોતાના આત્મકલ્યાણ વિશે જ પ્રશ્ન પૂછેલ તેમાંથી પણ ઘણો બોધ પામી શકાય તેમ છે. કારણ કે તે પ્રાચીન ઇતિહાસની અર્વાચીન સાબિતી આજેય આંખ સમક્ષ મૌજુદ છે.
દામોદર તીર્થપતિ ફરમાવે છે કે અષાઢી શ્રાવક આગામી ચોવીશીના ત્રેવીસમા પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં મુક્તિ પામશે. તેટલા માત્રથી પોતાના અનુમાનથી પણ સાવ સાચા ભક્તિભાવથી અષાઢી શ્રાવકે નદીની વાલુકાથી સ્વયંની કળા દ્વારા જે પ્રતિમાજી ભરાવી જીવનભર ભાવથી ભજી અને પૂજી તે પ્રતિમાજીની પાવનતાને પામી અષાઢી શ્રાવકના સ્વર્ગગમન પછી પણ પરમાત્માને દેવલોકના ઇન્દ્ર લાવી સ્વસ્થાને પૂજી. પાછળથી ભવનપતિમાં પણ પૂજાણી. અંતે અગાધ દરિયામાંથી પણ બહાર આવી અને ક્યારેક શંખેશ્વરના નિકટના ગામમાંથી કિસાનના ખેતરમાંથી પણ પ્રાપ્ત થઈ વગેરેની ઘટનાઓથી જૈન સંઘ વાકેફ જ છે.
વધુમાં અસંખ્ય વરસો પ્રાચીન તેજિનબિંબની પૂજા માટે લાઈનો લાગવી, પૂનમો ભરવી કે શંખેશ્વર જઈ અટ્ટમ તપની આરાધના કરવી વગેરે વર્તમાનમાં સ્પષ્ટ નજરે નિહાળી શકાય છે. તેમાંય તમામ જિનાલયો કે તીર્થોમાં મળી સૌથી વધુ પ્રતિમાજી પુરૂષાદાણીય પાર્શ્વપ્રભુની છે તેના રહસ્યો પણ અવગાહવા જેવા છે. પરમાત્માની પૂજા માટે લાખ્ખોની ઉછામણીઓ થાય, ક્રોડોના દાન થાય, મ્લેચ્છો પણ બૂરી નજર રાખતાં બૂરી દશામાં મુકાઈ જાય કે પછી લોકો
Jain Education International
૨૨૭
છ'રીપાલિત સંઘો લઈ તીર્થે જાત્રા કરવા જાય તે બધુંય અનાદિકાળ સિદ્ધ છે.
અષાઢી જેવા અદમ્યભક્તિવાન શ્રાવકના નિમિત્તે આ એક જ પ્રતિમાજીએ અનેકોના મિથ્યાત્વનું જ્યાં હરણ કર્યું હોય ત્યાં અસંખ્ય પ્રતિમાજીઓ માટે વિચારો પણ કલ્પનાતીત બની શકે છે. વર્તમાનમાં શંખેશ્વરના પાર્શ્વપ્રભુ સવિશેષ જયવંતા વર્તે છે.
૬૫. ઊજમબહેનનું કરિયાવર
થોડાં જ વરસો પૂર્વે એવો કાળ વીતી ગયો જ્યારે ભોગસુખની ભૌતિક સામગ્રીઓ ઉત્પન્ન થઈ ન હતી. તેથી સંપત્તિવાનો પણ લક્ષ્મીનો સદુપયોગ જિનાલયો, - નબિંબો કે જિનાગમો કે ધાર્મિક અનુષ્ઠાનો પાછળ કરી જીવનમાં સંસ્કારોનું સિંચન કરતા હતા પણ જેમ જેમ ભોગવાદ વધતો ગયો તેમતેમ આજે લોકોની લક્ષ્મી પણ સ્વાર્થના સુખમાં વપરાય છે, પરાર્થનાં કામો ઓછાં થાય છે.
શત્રુંજયની નવ ટૂંકો અને બધાંય જિનાલયો મળી સત્તાવીસ હજાર પ્રતિમાઓથી વધુ પ્રતિમાઓ તે પણ યાંત્રિકવાદનાં સાધનો વગર છેક પહાડ ઉપર જઈ સ્થાપના કરવી તે બધુંય નાનું–સૂનું કાર્ય નથી, પણ તે તે મંદિરો પાછળ તેના પોતાના ઇતિહાસ છે. તેમાંથી એક ટૂંક, જેનું નામ છે, ઊજમફઈની ટૂંક તેની ઘટમાળ નિમ્નાંકિત છે.
પિતાના અવસાન પછી આવી પડેલ જિમ્મેદારીને નભાવતાં મોટાભાઈએ પિતાના જ સ્થાને નાની બહેન ઊજમને લગ્ન કરાવી આપી કરિયાવરમાં નવ ગાડાં સોના-ચાંદીઝવેરાત ભરાવી આપ્યું, પણ તેણી તેથી રાજી ન થઈ તેથી ભાઈએ ઉદાસી દૂર કરવા વધુ ગાડાં ભરી આપવા પ્રસ્તાવ રજૂ કર્યો.
પણ ઊજમ તે ઊજમ હતી, તેણીએ નારાજીનું કારણ જણાવતાં કહી દીધું કે ગાડાંથી તો તે તેણીનાં ઘર ભરાશે, મન નહીં, કારણ કે કરિયાવરની વસ્તુઓ સંસાર વધારનારી છે, તારનારી નહીં, એટલે જ નવ ગાડાં પાછાં લઈ તેના બદલે શત્રુંજય ઉપર વિશાળ જગ્યા લઈ વિરાટ જિનાલય બંધાવાય તો તે જ લગ્ન પ્રસંગની ભેઢ ગણીશ.
ભાઈ તો વધુ રાજી થઈ ગયો. ગાડાં પાછાં લેવાના બદલે દસમું ખાલી ગાડું ભરી આપ્યું. એકમાત્ર નાની ચિઠ્ઠીથી જેમાં લખ્યું હતું ઊજમબહેનનું જિનાલય અને ખરેખર ચિઠ્ઠીનું
For Private & Personal Use Only
www.jainelibrary.org