SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો જશે, અનેકોને તારશે આ પ્રસંગથી સુશીલા શ્રાવિકાઓનો પણ અનાદર ન કરવો તેવો હિતબોધ મળે છે. ૩૮. દેવને નાથનાર જાવડ શાહ પરમાત્માના શાસનમાં થયેલ અનેક આચાર્ય ભગવંતોમાં બાળવયે દીક્ષિત, લબ્ધિઓના સ્વામિ, તથા દૈવી સહાયયુક્ત શાસનપ્રભાવક અને મહાન આરાધક વ્રજસ્વામિજીનું નામ ખ્યાતનામ છે. તેઓને એકદા શત્રુંજય ગિરિરાજના દર્શન કરતાં જર્જરિત થયેલ જિનાલયો અને જિનબિંબોની સખત ચિંતા થઈ ગઈ. પોતે યુગપ્રધાન પુરૂષ હતાં, સામે આર્થિકતાથી સદ્ધર કોઈક શ્રાવકની જરૂરત હતી, જેથી ધનના બળે ધર્મની ધજા ગગનમાં લહેરાવી શકાય. યોગાનુયોગ તેમના પરિચયમાં મહુવા-ગુજરાત નિવાસી ભાવડશાના પુત્ર જાવડશા પરિચયમાં આવ્યા. જેઓ ઘરમાં ઉત્પન્ન થયેલ જાતિમાન ઘોડાના પ્રભાવે ક્રોડાધિપતિ બની ગયેલ, પણ બધીય લક્ષ્મી હોંશ અને હોડમાં દરિયાઈ વ્યાપારમાં લગાડી દેવાથી ફક્ત નફા સિવાયની મૂડી હાથમાં રાખી ન હતી. સૂરિભગવંતે જાવડશા પાસે તીર્થાધિરાજ શત્રુંજયની દશા વિશે રજૂઆત કરી જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. જાવડશા મનના વિશાળ હતા પણ બાર-બાર વરસથી સમુદ્રમાં લાપતા થયેલા અઢાર વહાણોને કારણે વ્યથિત હતા. તેમણે એટલી જ વાત કરી કે જો તે વહાણોના સમાચાર મળી જાય, તો તેનો સંપૂર્ણ માલ વેચી થનાર ઉપજ આચાર્ય ભગવતની નિશ્રામા રી નાખવાની તૈયારી છે. વજ્રસ્વામિજીએ સાધનાબળ 1ગાવી આશિષ આપ્યા ને આશ્ચર્ય વચ્ચે વરસોથી ગુમ થયેલ મહાણોના વાવડ મળી ગયા. તેથી વચન પ્રમાણે જાવડશાએ શત્રુંજય ગિરિરાજના મૂળનાયક પરમાત્માના જિનાલયથી લઈ અનેક દેરીઓના જીર્ણોદ્ધારનો લાભ લઈ લીધો. સાધના અને સંપત્તિના સમન્વયથી વાતાવરણ બદલાઈ ગયું. પહાડ ઉપર નવા જિનબિંબો તૈયાર કરવા આરસ પહોંચાડવામાં આવ્યો અને જાવડશાનું સાસરૂં પાછું ઘેટીમાં જ હોવાથી તેમના ધર્મપત્ની પણ પુણ્યાનુબંધી પુણ્યકાર્યમાં જોડાઈ ગયા. પણ મિથ્યાદ્રષ્ટિ બનેલ અધિષ્ઠાયક દેવના પ્રકોપને કારણે નવા જ ભરાવેલા જિનબિંબો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે જ ખંડિત થવા લાગ્યા તેવું દેખતાં જ જાડવશા હબક ખાઈ ગયા પણ હિંમત ન હાર્યા અને ફરીથી પ્રતિમાઓ ઘડવાનું કાર્ય પ્રારંભી દીધું. Jain Education International ૨૧૧ છતાંય બીજી, ત્રીજી વાર જ નહીં, પણ કહેવાય છે કે વીસવાર પ્રતિમાઓને દુષ્ટદેવે ભાંગી નાખી. હવે તો દંપતી યુગલ થાકી ગયા હતા કારણ કે જીર્ણોદ્વારના કાર્યના શુભારંભ સમયની જુવાન અને પછીની પ્રૌઢાવસ્થા હવે વૃદ્ધાવસ્થામાં ફેરવાઈ ગઈ હતી અને ગુરૂદેવ અને પરમાત્માની શ્રદ્ધા વધુ દ્રઢ કરી એકવીસમી વારના પ્રયત્ન પછી પતિ-પત્ની બેઉ જ્યારે દેવને પડકાર કરતાં રથના બે પૈડા પાસે સૂઈ ગયા ત્યારે જ પ્રતિમાથી યુક્ત રથને દેવે મુક્ત કરી દીધો. જિનશાસનના મહાન આરાધક અને પ્રભાવક જાવડશા વ્રજસ્વામિજીની પાવનકારી નિશ્રા પામી પ્રતિષ્ઠા મહોત્સવને ધામધૂમથી પાર પાડી ધજા ફરકાવવા જતાં હર્ષના અતિરેકમાં હ્રદય બંધ પડી જવાથી અવસાન પામ્યા ને પુત્ર-પરિવારમાં શોક વ્યાપી ગયો. પણ તરત જ દેવ-દેવી બનેલ પતિપત્નીએ આકાશમાર્ગથી ઉતરી પરિવાર સકળને દર્શન આપી ધન્યભાગી બનાવ્યા હતા. ઇતિહાસમાં એક અમરકથા ઉમેરાઈ ગઈ. ૩૯. લલ્લિગ શ્રાવકની શ્રુતભક્તિ લલ્લિગ નામનો એક આરાધક દરરોજ ઉપાશ્રયમાં આવી સામાયિક-પૌષધ કરે અને કાજો વાળી સ્વાધ્યાય વગેરે માટે અનુકૂળતાઓ કરી આપે. પરિસ્થિતિ સામાન્ય હતી, પણ ભાવના લાખની હતી. તેથી ચિત્રકૂટમાં જે જે મહાત્માઓ પધારે તેમને ઘર દેખાડવા, સેવા-ભક્તિ કરવા અે પૌષધશાળા સાચવવાનું સુંદર કાર્ય સ્વેચ્છાએ નિત્ય કરતો હતો. એકદા બ્રાહ્મણમાંથી શ્રમણ અને સાધુપદથી આગળ વધતાં સૂરિપદ સુધી પહોંચી ગયેલ આચાર્ય હરિભદ્રસૂરિજીએ તે શ્રાવકની યોગ્યતા દેખી તેને સુખીશ્રાવક પાસેથી ૨કમ અપાવી સાધર્મિક ભક્તિ કરાવી. પુણ્યવાન દાતા શ્રાવકની નાની પુણ્યરકમમાંથી અતિ ધનવાન બધી ગયેલ લલ્લિગે પૈસાનો મદ કર્યા વગર જ પૂર્વવત્ સાધુ અને શ્રુતસેવા ચાલુ જ રાખી. જ્યારે આચાર્યશ્રીને ૧૪૪૪ બૌદ્ધોને હણી નાખવાના સંકલ્પના પ્રાયશ્ચિત પેટે ૫૪૪૪ ગ્રંથ રચનાની આલોચના આવી, ત્યારે મેધાવી હરિભદ્રસૂરિજીએ દિવસ--રાત જોયા વગર જિનશાસનની શ્રુતભક્તિને સંવારવા તથા પ્રાયશ્ચિત્ત પાર પાડવા એક પછી એક અવ્વલગ્રંથો રચવા ચાલુ કર્યા. ગુરૂકૃપાથી સંપન્ન બનેલ લલ્લિગે તે શ્રુતસાધનામાં પોતાનો પણ ફાળો નોંધાવવા તાડપત્રોની વ્યવસ્થા તો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy