________________
ઝળહળતાં નક્ષત્રો
નિમિત્ત શાસ્ત્રના જ્ઞાનથી મોદકને વિષમશ્રિત જાહેર કર્યો જે બિલાડીને આપતાં બેહોશ બની ગયેલ.
પોતાના સંયમી ભાઈએ ધનપાળને ઝેર પ્રયોગના ષડયંત્રથી બચાવી દીધા પછી તેણે મિથ્યાધર્મ છોડી દઈ
દરરોજ જિનાલયમાં જઈ વીતરાગ પરમાત્માની પૂજાસ્તવના ચાલુ કરી દીધેલ, એટલું જ નહીં પણ પોતાના ઉપકારી તરીકે ભાઈ મહાત્મા ઉપરાંત જૈનાચાર્ય શાન્તિસૂરિજીનું નામ પણ જાહેરમાં લેવા લાગ્યા હતા. પોતાના બનાવેલા ભવ્ય આદિનાથ કાવ્યમાં શંકર, ધારાનગરી અને રાજા ભોજનું નામ આદિનાથ, વિનીતા અને ભરતરાજાના નામની બદલે મૂકવાના આગ્રહમાં રાજાની પણ શેહશરમમાં તણાયા વગર સ્પષ્ટ જણાવી દીધેલ કે પોતે તેમના ભાટ-ચારણ નથી. ક્રોધાવેશમાં બાળી નાખેલ તે કાવ્યને જ્યારે ફરીથી મેઘાવી પુત્રીએ જ રચી આપ્યું ત્યારે તે કાવ્યનું નામ તિલકમંજરી રાખી દીધું. પુત્રીના નામ ઉપરનું તે કાવ્ય આજેય પણ ભગવદ્ભક્તિરૂપે મૌજુદ છે.
તે પ્રસંગથી નારાજ બનેલ કવિરાજ ધનપાળ સાચોર ચાલ્યા ગયા હતા. જેમને રાજા ભોજે પણ ફરી પાછા સન્માનપૂર્વક બોલાવી કૌલમતના સંન્યાસીનો પરાભવ કરાવેલ. તે પછી સદા માટે રાજા ભોજ જેવા જ્ઞાનપ્રેમીની ધારાનગરીમાં ધનપાળ કવિના કહેણથી જૈન સંયતોનું આવાગમન નિરંતર બની ગયેલ. શાંતિસૂરિજીને વાદિવેતાલ બિરૂદ આપનાર અને અનેક જિનાલયો દાનરાશિમાંથી બંધાવનાર ધનપાળ કવિ હતા.
૨૭. ભાવિ તીર્થંકરનો જીવાત્મા
Jain Education International
એક સમયના શિકાર–શોખીન રાજા શ્રેણિક અનાથી મુનિ પાસેથી બોધ પામી ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા. છેક પચાસ વરસની પ્રૌઢવયે જિનેશ્વર અને જિનધર્મ પામેલ તે મગધાધિપતિએ તે
પછી પોતાના જીવનમાં ધર્મજિજ્ઞાસા
૨૦૫
એવી તો જગાવી કે જિનવચનથી પક્કા જોડાઈ ગયા.
પૂર્વકાળમાં અજ્ઞાનદશામાં એક સગર્ભા હરણીનો વધ કરી પાપાનુમોદનાથી જે વિષમ કર્મો બાંધ્યા હતા તેના કારણે પોતાનો આગામી જન્મ નરકગતિનો જાણી અપાર દુ:ખી થયા હતા. સ્વયં તો તથાપ્રકારી કર્મોદયે છેક જીવનાંત સુધી ચારિત્રને ગ્રહણ ન કરી શક્યા, પણ જે-જે પુત્ર-પુત્રી કે રાણીઓએ ભગવંત પ્રરૂપિત સંયમમાર્ગ સ્વીકાર્યો તે બધાય પારિવારિકજનોને ઉદાર દિલથી ચારિત્ર માર્ગે વળાવ્યા.
એટલું જ નહીં, પણ પરમાત્માના પાવન પરિચયે તીર્થંકર નામકર્મની નિકાચના કરી આગામી ચોવીશીના પ્રથમ તીર્થપતિ પદ્મનાભ નામે ગૌરવ લેવા પુરુષાર્થ પણ કર્યો. અનેકવાર અંતઃપુર-પરિવાર સાથે ભગવાન મહાવીરના સમવસરણમાં પધારી અનેક પ્રકારના પ્રશ્નો પૂછી સમાધાન મેળવ્યા. ગણધર ગૌતમ સાથે પણ સારો એવો સમય વાર્તાલાપ, જ્ઞાનગોષ્ઠી અને ધર્મચર્ચામાં વીતાવ્યો.
તેઓ પોતે રાજા પ્રસેનજિતના પ્રાણપ્યારા પુત્ર હતા પણ બેનાતટની કન્યા નંદાને પરણી અભયકુમાર નામે બુદ્ધિનિધાન પુત્રરત્ન પામેલા જેના થકી પૂરા મગધદેશ ઉપર તેમની યશકીર્તિ–નામના પ્રસરી ગયેલ. શાલિભદ્ર જેવા ધનાઢ્ય શ્રેષ્ઠી કે પુણીયા શ્રાવક જેવા ગુણાઢ્ય આરાધક બધાય સાથે પરિચય કરી પોતાના જીવનને પણ ગુણવાન બનાવનાર રાજા શ્રેણિક જીવનાંત સુધી ચરમતીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ઉપાસક રહ્યા હતા.
પણ જેમ દીવા તળે જ અંધારૂં હોય તેમ તેમના પોતાના જ પુત્ર કુણિક દ્વારા પૂર્વભવના વૈરાનુબંધને કારણે કેદખાનાના કેદી બન્યા. ચાબૂક-હંટરના ઘોર માર સાથે અપમાન સહન કર્યા અને અંતે પણ પુત્ર ઉપરની ગેરસમજથી તાલપુટ ઝેર મુખમાં લઈ આત્મહત્યા કરી મૃત્યુ પામ્યા.
છતાંય ઇતિહાસની અમરકથાઓમાં તેમનું નામ નોંધાઈ ગયું છે. એક ભવના સંઘર્ષો પછી આગામી ભવમાં તો વીતરાગી બની અનેકોના તારણનું કારણ બનશે.
૨૮. પણિક શેઠનો ચમત્કારિક
અનુભવ
આચાર્ય ભગવંત ઉદ્યોતનસૂરિજી થકી ધર્મમાર્ગમાં સ્થિર થયેલ અણહિલપુર પાટણના શ્રીમાલવંશનો શ્રાવક ચણિક દરિદ્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org