SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ તરીકે પ્રસિદ્ધ છે તેઓની પણ ગુર્જર રચના મળે છે. સત્યપુરીય મહાવીર ઉત્સાહ કાવ્યમાં છેલ્લે તેઓ કરિપસાઉ સચ્ચરિવીરુ, જઈ તુહુ મણિભાવી, તઈ તુટ્ઠઈ ઘણપાલુ જાઉ, જહિ ગયઉ ન આવઈ. આ પ્રમાણે જણાવે છે. વિક્રમની બારમી સદીમાં વાદિદેવસૂરિ વગેરે, વિક્રમની તેરમી સદીમાં શાલિભદ્રસૂરિ, વિજયસેનસૂરિ વગેરે, વિક્રમની ચૌદમી સદીમાં ગુણાકરસૂરિ વગેરે, વિક્રમની પંદરમી સદીમાં મેરુનુંગસૂરિ, મુનિસુંદરસૂરિ વગેરે, વિક્રમની સોળમી સદીમાં માણિક્યસુંદરસૂરિ હેમહંસગણિ વગેરે. મહાપુરુષોની ઉત્તમોત્તમ કૃતિઓ મળે છે. દરેક દરેક સદીમાં અનેકાનેક મહાત્માઓની કૃતિઓ ગુર્જરકાવ્ય જગતમાં ચમકતી જોવા મળે છે. આ તમામ વિગતો જૈન ગુર્જર કવિઓ ભા ૧ થી ૮માં સુવિસ્તૃતરૂપે પુરાવા સહિત રજૂ કરવામાં આવેલ છે જે જોઈ જૈન સાધુ મહાત્માઓ પ્રત્યે અહોભાવ જાગ્યા વિના ન રહે! આ તો વાત થઈ કાવ્યસાહિત્યની! (બ) દાર્શનિક સાહિત્ય આ સાહિત્યને પણ એટલું જ સમૃદ્ધ મહાપુરુષોએ કર્યું છે. આ. ભદ્રબાહુસૂરિથી માંડી આ. સિદ્ધસેનદિવાકરસૂરિ, ઉમાસ્વાતિજી મહારાજ, આ. વાદિદેવસૂરિ, આ. હરિભદ્રસૂરિ, આ. હેમચંદ્રસૂરિ, સિદ્ધસેન ગણિ, આ. મલ્લિષણસૂરિ, ઉ. યશોવિજયજી આદિ તમામને અવશ્ય યાદ કરવા જોઈએ. તથા તે-તે મહાપુરુષોની કૃતિઓ જેવી કે તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાર્થસિદ્ધસેનીયાવૃત્તિ, ધર્મસંગ્રહણી, અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા, સ્યાદ્વાદમંજરી, સ્યાદ્વાદરત્નાકર, સ્યાદ્વાદકલ્પલતા, રત્નાકરાવતારિકા, અનેકાંતજયપતાકા', ન્યાયખંડખાદ્ય, અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણ, સ્યાદ્વાદરહસ્ય વગેરે આપણા સૌના સૌભાગ્યે જિનશાસનને અવિરત અજવાળી રહી છે. આ ઉપરાંત વ્યાકરણ સાહિત્ય, નાટ્યસાહિત્ય, ગણિત સાહિત્ય, કોશ સાહિત્ય, શિલ્પસાહિત્ય, નિમિત્ત સાહિત્ય, વૈદ્યક સાહિત્ય, યોગસાહિત્ય, લલિતસાહિત્ય, સ્તોત્રસાહિત્ય વગેરે અનેક પ્રકારના સાહિત્ય ઉપર અનેકાનેક કૃતિઓ જૈન જગતમાં વિદ્યમાન છે. જેના નામ શ્રવણમાત્રથી જ કદાચ જીવન ધન્ય બની જાય. આ સર્વ વિગતો જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧ થી ૩ માં વિસ્તારથી આપવામાં આવી છે. પણ, આજે સતત ઉપેક્ષા આ ગ્રન્થોની સેવાતી આવી છે. એટલે જ દાચ જૈન Jain Education International જિન શાસનનાં સાહિત્યની મહત્તા આપણી જાણમાં નથી આવી. વંદન કરીએ આ મહાપુરુષોને! જેણે આવા ઉજ્જ્વલ ગ્રંથરત્નોની હારમાળા સર્જી શ્રુતજ્ઞાનનો સમ્યક્વારસો આપણા સુધી પહોંચાડવા અથાક મહેનત કરી. આ તો એકમાત્ર વાત થઈ સાહિત્ય અંગે! (૨) સામર્થ્ય પ્રાચીનકાળમાં જૈન મુનિઓ ઉપર જે રીતે સંકટો– આફતો અને આપત્તિઓની બૌછાર બરસી છે તે જોતા આંખમાંથી પાણી નીકળ્યા વિના ન રહે! તે સહુ આપત્તિઓની જૈનમુનિનોએ ડગ્યા વિના જબરજસ્ત સામર્થ્યથી ટક્કર ઝીલી અત્યુન્નત પરંપરા જાળવી રાખી છે. તેમાં પણ મોગલ સલ્તનતના કાળમાં હિન્દુઓ અને જૈનો ઉપર જે વીત્યું છે તેની કળ હજી સુધી વળી શકી નથી. પરસ્પરની યાદવાસ્થળીઓને કારણે, મોગલ બાદશાહોને કારણે આ. વિજય હીરસૂરિ મ.સા. ઉપર વીતેલા અત્યાચારો અજાણ્યા નથી. છતાં જૈન જગતમાં અજાણ્યા એવા એક-બે પ્રસંગો જોઈએ જેથી તે-તે મહાત્માઓની ઝિંદાદિલીને સાશ્રુપૂર્ણ અભિવાદન કર્યાનો આત્મસંતોષ તો થાય! ૧૫૨૦ની આસાપાસના સમયે કારતક સુદ-૧૫ના દિવસે મારવાડના વડગામમાં જન્મ ધરનાર આ. વિજય હેમવિમલસૂરિ મ.સા.ને સં. ૧૫૭૨માં ગુજરાતના બાદશાહા દાઉદશાહના પુત્ર મુઝફરશાહે કાનભંભેરણીથી પકડવાનો હુકમ બહાર પાડ્યો અને આખરે થોડી દોડધામના અંતે ખંભાતમાં તેઓશ્રી પકડાઈ ગયા. બાદશાહે તેમને જેલમાં પૂર્યા. જો તેમની મુક્તિ ઇચ્છતા હો તો ૧૨૦૦૦ ટાંક તાકીદે ભરી જાઓ' આ પ્રમાણે વટહુકમ બહાર પાડી ચોરી ઉપર શિરજોરી પણ બાદશાહ કર્યા વિના ન રહી શક્યો. નાનો એવો તે સંઘે મોટી માંગણી પૂરી કરવા માટે માંડ માંડ તેટલી રકમ ભેગી કરી. જેલમાં પૂરાયેલા આચાર્ય મ.સા. તદ્દન બેખબર છે. તેઓ જાણતા નથી કે મને છોડાવવા માટે સંઘ અત્યારે કેટકેટલી મુશ્કેલીઓ સામે આંખમીચણા કરી ૧૨૦૦૦ ટાંક ભેગા કરી રહ્યો છે. શ્રીસંઘે રકમ ભરી દીધી. આચાર્ય ભગવંત કંઈક આશ્ચર્ય સાથે જેલમાંથી છૂટ્યા, તેમણે આવતાવેંત સકલશ્રીસંઘને એકઠો કરી પ્રશ્ન કર્યો ‘બાદશાહે અચાનક મને કેવી રીતે છોડી દીધો?’ થોડાં ગલ્લાંતલ્લાં કર્યા પછી આખરે સંઘે સાચું કારણ જણાવી દેવું પડ્યું તે જાણ્યા આચાર્ય મ.સા.ને પારાવાર દુ:ખ થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy