SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સંવેગી આચાર્ય શ્રી મુનિચન્દ્રસૂરિજી પોતાના ગુરુદેવ સાથે નડૂલનગરથી ચૈત્યપરિપાટી કરવાની ઇચ્છાથી અહિલપુર પાટણ પધાર્યા હતા. તેમણે નાની વયમાં આચાર્ય યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી માત્ર ૧૨ વસ્તુઓ જ આહારમાં લીધી હતી. સૌવિરકાંજીનું પાણી, છ વિગઈ અને અન્ય ખાવાના દ્રવ્યોનો સર્વથા ત્યાગ કર્યો હતો. તેઓ ઉપા. વિનયચન્દ્રના વિઘાશિષ્ય હતા. તેઓ શાંત, ત્યાગી, નવકલ્પ વિહારી, નિર્દોષ વસતિ અને આહારના ગવેષક હતા. તેમ જ શ્રીસંઘમાં સૌને માનનીય વિદ્વાન હતા. પાટણમાં ચૈત્યોને જુહારતા થારાપદ્ર ગચ્છના ભગવાન ઋષભદેવના ચૈત્યમાં દર્શન કરવા પધાર્યા ત્યારે પાસેના સ્થાનમાં નિવાસ કરતા વાદિવેતાલ આ. શાન્તિચન્દ્રસૂરિને વંદન કરવા આવ્યા. “આપની કૃપાથી સર્વે કુશળ છીએ આપ વિક્ષેપ વિના આપનો પાઠ ચાલુ રાખો. આપની અનુમતિ હોય તો અમે પણ આ પાઠમાં બેસીએ.” આચાર્ય મુનિચન્દ્રસૂરિજીએ કહ્યું. “ખુશીથી બિરાજો. આચાર્ય ભગવંત!” આચાર્ય શાંતિચન્દ્રસૂરિજીએ અનુમતિ આપી. આચાર્ય મુનિચન્દ્રસૂરિ ત્યાં પંદર દિવસ રહ્યા અને દરરોજ પાઠના સમયે હાજરી આપી. સામાન્ય પ્રજ્ઞાવાળા ન સમજી શકે એવા દુર્બોધ બૌદ્ધ તર્કોના પ્રમેય પુસ્તક વિના માત્ર એકાગ્ર ચિત્તે સાંભળીને ધારી લીધા આચાર્ય શાન્તિચન્દ્રસૂરિ દ્વારા એક વાર એક દુર્ઘટ પ્રમેય વારંવાર સમજાવવા છતાં તેમના શિષ્યોના સમજવામાં આવ્યો નહીં. આથી તેમણે ખેદ પામી, નિસાસો નાખી કહ્યું, “આ તો ભસ્મમાં ધૃત નાખવા જેવું થયું!” આ સાંભળી મુનિચન્દ્રસૂરિએ કહ્યું, “આપની આજ્ઞા હોય તો અમે આ વિષયમાં કંઈક કહેવા ઈચ્છીએ છીએ.'' આચાર્ય શાન્તિચન્દ્રસૂરિએ કહ્યું, “અમને પ્રજ્ઞાનો પક્ષપાત છે. શિષ્યોનો નથી. જો આપ અમારો પાઠ બરાબર સમજ્યા હો તો અમે જે દુર્બોધ બૌદ્ધ પ્રમેયનું આ પંદર દિવસથી વ્યાખ્યાન કર્યું છે તેનું આજે વિવેચન કરી બતાવો.' અને આચાર્ય ભગવંતની અનુજ્ઞાથી મુનિચન્દ્રસૂરિજીએ પંદર દિવસનો પાઠ અનુક્રમે કહી સંભળાવ્યો. આ સાંભળીને અત્યંત હર્ષ પામેલા આચાર્ય ભગવંતે તેમને આલિંગન આપી પાસે બેસાડી કહ્યું કે, “તમે તો ધૂળમાં ઢંકાયેલું રતન છો. તમે મારી પાસે પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરી આ જીવન સાર્થક કરો.’ પાટણમાં સંવેગી સાધુઓ માટે સ્થાનના અભાવે આચાર્ય ભગવંતે ટંકશાળની પાછળ આવેલા શેઠ દોહિંડના ઘરમાં સુંદર સ્થાન અપાવી તેમને ષગ્દર્શનના પ્રમાણશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. ઉત્તમ જ્ઞાન વર્ષાવનાર અને એને તીવ્ર મેધાથી પૂરેપૂરું Jain Education Intemational જિન શાસનનાં ગ્રહણ કરનારનો સુભગ સંગમ થયો. ત્યારથી પાટણમાં ચૈત્યવાસી સાધુઓ તરફથી સંવેગી સાધુઓને સુલભતાથી વસતિ મળવા લાગી. આચાર્ય શાન્તિચન્દ્રસૂરિ પાસે ભણ્યા બાદ આચાર્ય મુનિચન્દ્રસૂરિએ સાંભરના રાજા અર્ણોરાજની સભામાં શૈવ વાદીને હરાવ્યો હતો. દિગંબરવાદી ગુણચન્દ્રની સાથે રાજગચ્છના આચાર્ય ધર્મઘોષસૂરિના થયેલા વાદમાં તેમને મદદ કરી ગુણચન્દ્રને હરાવ્યો હતો. તેમણે ઉપદેશપદ ટીકા, ધર્મબિન્દુ લઘુવૃત્તિ, લલિત વિસ્તરા પંજિકા આદિ ઘણા ગ્રંથો રચ્યા છે. ધર્મપંડિત એકવાર સરસ્વતીની કૃપા મેળવીને ભરુચનો બ્રાહ્મણ ધર્મપંડિત ધારાનગરીમાં આવ્યો. અહીં તેણે બહુ જ આડંબરપૂર્વક ભોજરાજાની વિદ્વત્ સભાને વાદ માટે આહ્વાન કર્યું. ભોજરાજાની સભાના વિદ્વાન પંડિતોમાંથી કોઈ તે આહ્વાન ઝીલી શક્યું નહીં. આખરે અવંતિની લાજ બચાવવા ભોજરાજાને કવીશ્વરની યાદ આવી. પોતાનાથી વિમુખ થઈને ચાલી ગયેલા કવીશ્વર ધનપાલને અવંતિની આબરુનો આણ આપી, મનાવીને પાછા બોલાવ્યા. સિદ્ધસારસ્વત કવીશ્વર ધનપાલે સહજતાથી ધર્મપંડિતને પરાજિત કર્યો. આથી ધર્મપંડિતે કવીશ્વરની પ્રશંસા કરતા કહ્યું, “આ પૃથ્વી પર આપ એક જ બુદ્ધિનિધાન છો. આપના સમાન કોઈ નથી.” ત્યારે ધનપાલ કવિએ કહ્યું, ‘કોઈ નથી’ એમ ન કહેવાય. ‘બહુરત્નાવસુંધરા’. પાટણમાં બુધિશરોમણી જૈનચાર્ય શાંતિચન્દ્રસૂરિ બિરાજે છે. તું તેમને મળજે.' ધનપાલ કવિના કહેવાથી ધર્મપંડિત પાટણ આવ્યો. અહીં આવીને તેણે આચાર્ય શાન્તિચન્દ્રસૂરિ સાથે વાતચીતની શરૂઆતમાં જ પ્રશ્નચક્ર ચલાવ્યું. પણ આચાર્ય ભગવંતે તેને શ્વાન અને પોતાને દેવ બનાવે એવા જવાબો આપ્યા. પછી ધર્મપંડિતે તત્ત્વોપપ્લવ ગ્રંથના આધારે વિતંડાવાદની વાક્યરચના શરૂ કરી. તે વિરામ પામ્યો ત્યારે આચાર્યશ્રીએ તે પાઠ અક્ષરશઃ સંભળાવ્યો તેમ જ તેનો યોગપટ્ટક આદિ વેશ માંગીને લઈ તે પહેરીને તેની બધી અંગચેષ્ટાની નકલ કરી બતાવી. ધર્મપંડિત આશ્ચર્ય પામી આચાર્ય ભગવંતના પગમાં પડ્યો. તેણે કહ્યું, “આપ કવીશ્વર ધનપાલે કહ્યું હતું એવા જ દુર્જેય વિદ્વાન છો!” એમ કહી અભિમાન તજી પોતાના સ્થાને ચાલ્યો ગયો. દ્રવિડ વાદી એક વાર દ્રવિડ દેશનો વાદી આવ્યો. એ વાદ કરતા સામાન્યજનોને ન સમજાય એવા અવ્યક્ત ભૈરવ શબ્દો બોલવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy