________________
ઝળહળતાં નક્ષત્રો
શાન્તિચન્દ્રસૂરિજીએ અવંતિદેશ તરફ વિહાર કર્યો.
વિહારમાં વિચરતા એક રાત્રે સરસ્વતી દેવી પ્રત્યક્ષ થઈ. તેણે ભારે પ્રસાદ લાવી આચાર્યભગવંતને વરદાન આપ્યું કે “ચતુરંગ સભા સમક્ષ તમે હાથ ઉંચો કરી વાદ કરશો એટલે દર્શનનિષ્ણાત બધા વાદીઓ પરાજિત થશે.” આવો શુકનવંતો શુભ સંકેત લઈ આચાર્યભગવંત માળવા પહોંચ્યા. શૂરવીર, વિદ્યારસિક, વિદ્વાન, દાનવીર માળવાનો રાજા ભોજદેવ ધારાનગરીથી હર્ષપૂર્વક પાંચકોશ સામે લેવા આવ્યો. ભોજરાજાને પોતાની સભાના અજેયવાદીઓ ઉપર ગર્વ હતો. એથી તેણે આચાર્ય ભગવંતને કહ્યું, “મારી સભાના વિદ્વાન વાદીઓને કોણ જીતી શકે? તેમ છતાં તેમાંના જેટલા વાદીઓને આપ જીતશો એટલા લાખ માલવી દ્રમ્પ હું આપને આપીશ. મારે ગુજરાતના શ્વેતામ્બર ભિક્ષુનું બળ અવશ્ય જોવું છે.''
સારા શુકન લઈ આચાર્ય ભગવંતે ધારાનગરીમાં પ્રવેશ કર્યો. રાજા ભોજદેવે અનેકવીશ્વર ધનપાલે મહોત્સવપૂર્વક આચાર્ય ભગવંતને પ્રવેશ કરાવી રાજસભામાં બિરાજમાન કર્યા. સ્પષ્ટ વક્તા અને ન્યાયમાં તીક્ષ્ણબુદ્ધિ ધરાવનાર આચાર્યભગવંતે ભોજદેવની રાજસભામાં પોતપોતાનો પક્ષ કરતા બધા દર્શનના ૮૪ વાદીઓને રોજ એક-એકને હાથ ઉંચો કરીને વાદ કરતાં સરસ્વતી દેવીના વરદાનથી અનાયાસે જીતી લીધા. આ વાત સાંભળી બીજા ૫૦૦ વાદીઓ આચાર્ય શાન્તિચન્દ્રસૂરિ સાથે શાસ્ત્રાર્થ કરવા ધારાનગરીમાં આવી ચડ્યા. અઢળક દ્રવ્ય વ્યયની ચિંતાથી વિમાસણમાં પડેલા રાજા ભોજદેવનું મન પારખીને કવિ ધનપાલે તોડ કાઢ્યો કે આચાર્યશ્રીનું નામ શાંતિ છે, પણ તે વાદીઓ સામે વેતાલ જેવા છે. માટે હવે વધુ વાદ કરવાની જરૂર નથી. એટલે રાજા ભોજદેવે આચાર્ય શાન્તિચન્દ્રસૂરિજીને ‘વાદિવેતાલ’નું બિરુદ આપ્યું અને પોતાના વચન પ્રમાણે ૮૪ લાખ માળવી દ્રમ્મ એટલે ગુજરાતી ૧૨ લાખનું નાણું આપ્યું. આ દ્રવ્યમાંથી ધારાનગરીમાં જૈનમંદિરો બાંધવામાં આવ્યા. આ પ્રસંગે કવીશ્વર ધનપાલે પણ ૬૦૦૦૦ દ્રમ્મ આપ્યા. જેમાંથી થરાદના શ્રીસંઘે આદિનાથ ભગવાનના દહેરાસરમાં ડાબી બાજુ એક દેરી કરાવી તથા એક મોટો રથ બનાવ્યો. ભોજરાજાએ બુદ્ધિનિધાન કવીશ્વર ધનપાલની કથા ‘તિલકમંજરી'નું સંશોધન કરવા. આચાર્ય ભગવંતને ધારાનગરીમાં સ્થાપિત કર્યાં. કવિ શિરોમણી ધનપાલની કૃતિમાં શબ્દ કે સાહિત્યદોષ તો ક્યાંથી હોય? પણ તેમાં કોઈ ઉત્સૂત્ર પ્રરૂપણા ન રહે એટલા પૂરતું આચાર્યશ્રીએ સંશોધન કરી આપ્યું.
Jain Education International
૧૭૯
ફરી અણહિલપુર પાટણ-વિષાપહાર
એવામાં ગુર્જરનરેશ રાજા ભીમદેવની આગ્રહભરી વિનંતિથી આચાર્ય શ્રી શાન્તિચન્દ્રસૂરિજી કવિ ધનપાલની સાથે ધારાથી ફરી પાટણ પધાર્યા. અહીં તેઓ શાંતુ મહેતાના ચૈત્યમાં ઉતર્યા. ધર્મલાભ.' પાટણમાં બપોરે ગોચરી વહોરવા નીકળેલા આચાર્યશ્રીના શિષ્યો જિનદેવશેઠના ઘરે પહોંચ્યા. “પધારો મુનિવર!' જિનદેવ શેઠે ઉદાસ ચહેરે સાધુઓને આવકાર આપ્યો. ઘરમાં પ્રવેશતાં વાતાવરણ ગંભીર જોઈને સાધુઓએ ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે જિનદેવ શેઠે કહ્યું, “ગઈકાલે સાંજે બગીચામાં રમતા મારા પુત્ર પદ્મને સાપ કરડ્યો. તેનું ઝેર ઉતારવા વૈદોને બોલાવી તેમણે બતાવેલી ઔષધીઓનો મલમ લગાડ્યો, પાન બાંધ્યા, લેપ કર્યો. પણ કોઈ ઔષધોપચાર કાર ત ન નિવડ્યો. છેવટે ગારુડી-માંત્રિકોને બોલાવી બધા જ પ્રકારના મંત્રોપચાર કરાવવા છતાં મારો પુત્ર ભાનમાં આવ્યો નહીં એટલે છેવટે અમે તેને સ્મશાન પાસેની ભૂમિમાં દાટ્યો છે.’ શિષ્યોએ પાછા ફરી આચાર્ય ભગવંતને બધી વાત કરી અને કહ્યું, “ગુરુદેવ! ગમે તે થાય પણ આપે આ પદ્મને જીવાડવો પડશે. આપને જે યોગ્ય લાગે તે પ્રયત્ન કરો.' આથી આચાર્યભગવંત જિનદેવશેઠને લઈ સ્મશાને આવ્યા. “આપના પુત્રને સાચવીને બહાર કાઢો.” આચાર્ય ભગવંતે કહ્યું. જિનદેવ શેઠે ભૂમિમાં દાટેલા પુત્રને બહાર કઢાવ્યો. આચાર્ય ભગવંતે આંખો બંધ કરીને એકાગ્ર ચિત્તે અમૃત તત્ત્વનું સ્મરણ કરી પદ્મના દેહને સ્પર્શ કર્યો. “હું ક્યાં છું? આપ બધા અહીં શું કરો છો?' આચાર્યભગવંતના સ્પર્શમાત્રથી પદ્મનું સઘળું ઝેર ઉતરી ગયું અને તે ઉંઘમાંથી ઉઠતો હોય તેમ આળસ મરડીને બેઠો થયો. સામે આચાર્ય ભગવંતને જોઈ તરત તેમના ચરણે નમસ્કાર કર્યા. અત્યંત આનંદિત થયેલા જિનદેવ શેઠે પુત્રને બધી વાત કરી અને મહોત્સવપૂર્વક ગુરુભગવંતના પગલા પોતાના ઘરે કરાવ્યા.
સંવેગી આયાર્ય મુનિચન્દ્રસૂરિનો સંપર્ક
“મત્થએણ વંદામિ, આચાર્ય ભગવંત! આપના પુન્યદેહે સુખશાતા પ્રવર્તે છે?’’ પાટણમાં શાંતુ મહેતાના ચૈત્યમાં રહીને પોતાના ૩૨ શિષ્યોને પ્રમાણશાસ્ત્ર ભણાવતા આચાર્ય શાન્તિચન્દ્રસૂરિજીને નવા આવનાર સાધુએ નમસ્કાર કર્યા. પધારો, પધારો મુનિચન્દ્રસૂરિજી! આપ સર્વે કુશળ છો ને? વિહાર નિર્વિઘ્ને થયો ને?” આચાર્ય ભગવંતે હર્ષપૂર્વક આવકાર આપ્યો. સં. ૧૦૯૪માં વડગચ્છના, સૈદ્ધાંતિક તરીકે પ્રસિદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org