________________
ગ્રંથ
શ્રી મનહરલાલ એસ. પારેખ
બેંગલોર (કર્ણાટક)
આયોજનના આધાર, સ્તંભ
ધર્મે દીધેલા ધન સ્વજન હું ધર્મને ચરણે ધરજી, શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વિસર,
હો ધર્મમય મુજ જિંદગી હો, ધર્મમય પળ આખરી, ' પ્રભુ આટલુ જનમોજનમ દે જે મને કલ્યાણકારી. લક્ષ્મીની ત્રણ ગતિ છે. આ ત્રણમાં પ્રથમ સ્થાને દાનધર્મ, લક્ષ્મી પ્રાપ્ત કરવી, મળ્યા પછી રક્ષા કરવી, રક્ષા કરેલ ધનમાં વૃદ્ધિ કરવી અને વધારેલા ધનનું દાન કરવું. આ સિદ્ધાંતને જીવનમાં આત્માસાત કરી આ પારેખ પરિવારે ગુજરાતની અસ્મિતા અને ગરિમાને ભારે ઉજાગર કરી છે.
સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ અને ધર્મારાધનાઓમાં શ્રી મનહરભાઈ પારેખનું નામ બેંગલોર અને કર્ણાકટની અનેક સંસ્થાઓમાં પ્રથમ હરોળમાં નજરે પડે છે. જૈનોના ચારેય ફીરકાઓ પરત્વે ખૂબજ માન-આદર ધરાવે છે. વર્તમાન સમયમાં વિચરતા મોટા ભાગના શ્રમણ ભગવંતોના મંગલ આશીર્વાદ તેમણે પ્રાપ્ત કર્યા છે. તેમના સાલસ સ્વભાવ, નમ્રતા અને સાદગીએ અમને વારંવાર પ્રભાવિત કર્યા છે. ખૂબ ખૂબ
- સંપાદક
ધન્યવાદ...
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org