________________
વિરલા ગુણીના સંગાથી શરીણા કુમારપાળ વિ. શાહ ચિરંજીવી હો
( ગ્રંથ
આયોજનનામા,
આધાર કુમારપાળભાઈનો જન્મ ઉત્તર ગુજરાતના
સ્તંભ પ્રાચીન ગામ વિજાપુરમાં થયો. કોઈ એક કટોકટીની પળે આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લીધી અને ભવિષ્યના રાજમાર્ગની કેડી ત્યાંથી કંડારાઈ. કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના સમયે તેમને
ક્યાં ક્યાં જવું પડ્યું છે. આંધ્રના વાવાઝોડા વખત આ ધ્રુ માં, બાંગલાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં, મચ્છુ નદીમાં ઘસમસતાં પૂર આવ્યાં ત્યારે મોરબીમાં. અનેક જ્ઞાનશિબિરો માટે કોચીન, કર્ણાટકમાં, તીર્થોદ્ધાર માટે રાજસ્થાનમાં, કચ્છના ગોઝારા ભૂકંપ વખતે કચ્છમાં ધૂણી ધખાવીને બેસી ગયા. એમણે બધે જ ધર્મધજા લહેરાવી, જીવનનાં થોડાં વર્ષોમાં એમણે ઘણાં વિરાટ કામો કર્યો. અંતરંગ જીવન અને બહિરંગ જીવન બિલોરીકાચ જેવું નિષ્કલંક. રાખી લીધેલાં વ્રતો શોભાવ્યાં. ગુણોની સુગંધથી તરબતર એની ઉજ્જવળ જીવનગાથા છે. આવી ગાથાને ધન્ય છે. તેઓ મુક્ત ધર્મના અનુરાગી છે. સંસારી છતાં વળગણ વિનાના તેઓ પરિવ્રાજક છે. કુમારપાળભાઇ ! સૂચિત ગ્રંથ શ્રેણીમાં વર્ષો પહેલા પ્રોત્સાહક સહયોગના શ્રીગણેશ આપને ત્યાંથી થયાં છે.
હા, તમે જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં વૈયાવચ્ચધામો ઉભા કયૉ. જે જે કામ હાથ ધર્યા તેમાં અણિશુદ્ધ રીતે સાંગોપાંગ પાર ઉતયૉ.તમારી પ્રેરક જીવનધારા નજરે નિહાળીને ધન્યતાઅનુભવીએ છીએ...
- સંપાદક ફરી ફરી આ માત ગુર્જરી, કુમારપાળ જન્માવો, ડોળ ન કોઈ ધર્મી હોવાનો, ના સેવકનો દાવો, આંધ ફરે, બંગાળ ફરે, ધસે મોરબી પૂરે, જીવન બદલ્યું, દૃષ્ટિ બદલી, સાર સકલ સમજાયો, કોચીન, કર્ણાટક, મેવાડે, ધર્મ સાથિયા પૂરે, જ્ઞાન શિબિરો સ્વયં સજાવી, પ્રેમ અમીરસ પાયો, નિર્મળ એની કર્મ તપસ્યા, પહોંચી દૂર સુદૂરે, ભર યૌવનમાં પીધો એણે, કર્મયોગનો કાવો, તોય કદી ના હૈયે એના, અંશ અહમનો સ્ફરે, ફરી ફરી આ માત ગુર્જરી, કુમારપાળ જન્માવો,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org