________________
ઝળહળતાં નક્ષત્રો
૧૭૧
છે. જમીનનાં ઝળહળવાં લક્ષણો
રજુઆત ઃ આચાર્ય શ્રીમદ્ વિજય અજિતશેખરસૂરિજી
પરમાત્માશ્રી તીર્થંકરદેવ પ્રરૂપિત પ્રવચન શાશ્વત છે. અસંખ્ય સુર–અસુરસતત જે શાસનની સેવા કરે છે, તે શાસન સવાયા સૂરજની જેમ સદાય ઝળકે છે. છતાં મહાન સંયમધર-મૃતધરઆત્માઓ શ્રીસૂરિવારોએ પોતાની દર્શનશુદ્ધિની ઈચ્છાથી તે-તે સમયે પૂરક ગુણોથી પ્રવચનને અધિક પ્રભાવિત કર્યું છે, જાણે સાક્ષાત્ પ્રભુશ્રી વર્ધમાનસ્વામીજીની સેવા-ભક્તિ કરી છે. એવી પ્રભાવક જાજ્વલ્યમાન શૃંખલામત નિર્મળ સંયમધારક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મઘોષસૂરિવર મહારાજા તથા વાદિવેતાલ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયશાંતિચન્દ્રસૂરિવર મહારાજાના સંક્ષિપ્ત જીવનકથન જૈન પરંપરાનો ઇતિહાસ પ્રભાવક ચારિત્ર, જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ચૈત્યવંદન મહાભાષ્ય આદિ ગ્રંથાર્ણવમાંથી ઉદ્ધત કરી પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ શિષ્ય પૂ. આ.શ્રી અજિતશેખરસૂરિ મહારાજ દ્વારા સકલ શ્રીસંઘ સમક્ષ પ્રગટ કરવાનો પ્રયાસ કરાયો છે.
આ મહાત્માઓએ અવનીતલ ઉપર ચરણ-ગુણરૂપ કલ્પતરુને નવપલ્લવિત કર્યો હતો. વર્તમાન સમયની ભાષામાં કહીએ તો આ મહાનું સેલિબ્રિટી હતાં, છતાં આજની સેલિબ્રિટીની જેમ પોતાની કિંમત જળવાઈ રહે, મીડીયા મેનેજમેન્ટ કંપની દ્વારા સમાચારોમાં સામાજિક વર્તુળમાં સદા ચમકતાં રહેવું, અંગત રહસ્યોની કિતાબ એકીસાથે ભોળાભાવે નહીં ખોલવી અથવા પ્રત્યેક નવા ઇન્ટરવ્યુ કે પ્રસ્તાવમાં નવું કંઈક જણાવે તેવું હેડીંગ કે સેલિંગ પોઈન્ટ હોવું જોઈએ અથવા ભવિષ્યમાં પણ પોતાની ઇમેજ રહે. –આવા અનેક દુર્ગુણોને ગરવા ગુરુકુલવાસમાં રહીને જ દફનાવી દીધા હતાં. તપ-સંયમ-સ્વાધ્યાયમાં મગ્ન રહીને જે સમયે જે રીતે પ્રભુશાસનની સેવાનો અવસર જણાયો ત્યારે વિનમ્રભાવે શાસનની સેવા કરી. શ્રદ્ધાનેબોધિને જાજ્વલ્યમાન બનાવ્યું. પ્રભુશાસનની બલિહારી છે કે મહાન શક્તિસંપન્ન આત્માના યાદગારપ્રાણવાન ટુંકા પ્રસંગો દ્વારા ચારિત્રસુગંધને માણિએ. એમનાં સત્ત્વયુક્ત-સત્યસાર ગુણોથી હૃદય વાસિત કરવા જેવું છે. બીજાના સુપરહિટ-આત્મહિતકર-હૃદયસ્પર્શી લખાણની કોપી-નકલ કરી પોતાની મહત્તા બતાવવી એવા દુર્ગુણોનો પક્ષપાત છોડવા જેટલા સત્ત્વશાળી બનવા જેવું છે. થોડા સમય પૂરતાં પણ આ ગુણોને આત્મસાત્ કરવામાં નવા શ્વાસ લઈને રિફ્રેશ થઈને બહાર અવાશે. આ જમીનના ઝળહળતાં નક્ષત્રોનો ઝળહળાટ આંખને આંજવા માટેનો નથી, પણ મનને માંજવા માટેનો છે. મન-વચન-કાયાને માં જનારા આ પ્રસંગો છે. તેથી ઉદાત્ત ભાવનાથી મન વાસિત કરી આ લેખમાળા દ્વારા આત્મામાં નિર્મળ જ્ઞાન-સંયમ સમર્પણ ભાવના ગુણોને ઝંખીએ.
પૂજ્ય જૈનાચાર્યોનો આપણને પરિચય કરાવનાર પ્રસ્તુત લેખમાળાના લેખક પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતશેખરસૂરિજી મ.સા. વર્તમાનકાલીન જૈન શાસનમાં અગ્રગણ્ય વિદ્વાન મહાત્માઓની હરોળમાં ગણાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org