SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જિન શાસનનાં મુનિઓનાં દર્શન થયાં. મુનિદીક્ષા મેળવી મહાવ્રતો ઉચ્ચાર્યા. એમની સાથે સિદ્ધાચલ પહોંચ્યા. ઘોર પાપી પણ આ તીર્થની નિશ્રાએ તરી જાય છે, એ જાણી સિદ્ધાચલ પર અણસણ કરી કારતક સુદ પૂનમના દસ ક્રોડ મુનિ સાથે દ્રાવિડ-વારિખિલ મુનિઓ મુક્તિગામી બન્યા. સંપત્તિ માટે કરોડોની હિંસા કરનારાનાં વિવેકચક્ષુ જાગ્યાં અને આત્મકલ્યાણ કરી ગયા. આજ સુધીમાં જર-જમીન માટે ભીષણ લોહિયાળ સંઘર્ષો થયા છે. જીતનારા કે હારનારા કોઈ કશું સાથે લઈને ગયા નથી. જેનો વિયોગ નિયમો છે એવી ચંચલ લક્ષ્મી માટે સંઘર્ષ ન જ કરીએ. ચમત્કારો આજે પણ બને છે પં. પ્રભુદાસ બેચરદાસ પારેખનું નામ એક દીર્ઘદ્રષ્ટા પીઢ શ્રાવક તરીકે જાણીતું છે. એમણે એક અનુભવ લખ્યો છે. શ્રી શત્રુંજય મહાતીર્થના મહિમાને ઉજાગર કરતો એ પ્રસંગ સંક્ષેપમાં આ પ્રમાણે છે– વિ.સં. ૧૯૭૦ આસપાસમાં પૂ.આ.ભ. નીતિસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં અવારનવાર જવાનું બનતું. આચાર્ય મ. પાસે એક મુસ્લિમ બિરાદર હૈદરઅલી જોવા મળતા. તે મૂંગા હતા પણ જીવદયાના હિમાયતી હતા. માંસાહારી લોકોને માંસ છોડાવવા એ પાટીમાં પેનથી લખી પ્રયત્ન કરતા. જીવદયાનો મહિમા ગાતી ચોપડીઓ-ચોપાનિયાં વહેંચતા. એક વાર આચાર્ય ભગવંતે કહ્યું : હૈદર, તું પાલીતાણા જા. શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કર. એ તીર્થની સ્પર્શનાનો મહિમા અપરંપાર છે.’ હૈદરે શત્રુંજયતીર્થની યાત્રાનો નિયમ લીધો. આ પછી વર્ષો વીત્યાં. પં. પ્રભુદાસભાઈ અમદાવાદથી પાટણ રહેવા ગયા. એક વાર અમદાવાદ કામ પ્રસંગે ગયેલા. પ્રેમદરવાજા પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી બૂમ પડી......પ્રભુદાસભાઈ....પ્રભુદાસભાઈ! પાછળ જોયું તો હૈદરઅલી. પંડિતજી, કહાં સે આતે હો?” “પાટણથી’ અને પછી પંડિતજીએ પૂછ્યું–‘અલ્યા હૈદર, તું બોલતો ક્યારથી થયો? મેં તો તને જયારે જોયો ત્યારે હાથમાં પાટી અને પેન સાથે જોયો છે. બોલતો ક્યારેય જોયો નથી. આ શું ચમત્કાર થયો?” ‘પંડિતજી, આપકો માલૂમ હૈ કિ ગુરુજીને શત્રુંજયકી યાત્રા કા ઉપદેશ દિયા થા. મેં ગિરિરાજ પર ચઢા. દાદા કા દર્શન કિયા ઓર મેરી જબાન ખુલ ગઈ. મેં બોલને લગા.’ પ્રભુદાસભાઈને ભારે આશ્ચર્ય થયું. ગિરિરાજનો મહિમા કેવો જાગતો છે! શ્રદ્ધા અને સંવેગપૂર્વક આરાધના કરી આત્મકલ્યાણ કરવા માટે આપણને કેવાં કેવાં તીર્થો વ. મળ્યું છે! જીવન સફળ કરીએ. પ.પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ-ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અસ્મિતા ગ્રંચ ભાગ-૨ના વિમોચન સમારોહમાં ઓલ ઈન્ડિયા જેના શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હાથે સંપાદકશ્રી નંદલાલ દેવલુકનું થયેલું જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે. આવું જ શાહી સન્માન શંખેશ્વર તીર્થમાં ગુરુ ગીતમસ્વામી ગ્રંથના વિમોચન પ્રસંગે શ્રી ગાર્ડી સાહેબના હસ્તે થયેલું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy