________________
૧૬૨
‘પણ, એ કોઈના હાથની વાત થોડી છે. બાકી અહીં મૃત્યુ થાય તો વખાણવા જેવું ખરું.' ભોજકે તીર્થ ઉપરના મૃત્યુને ઉત્તમ જણાવ્યું ત્યારે અનોપચંદભાઈ કહે, “તો પછી હું આ ચાલ્યો' અને એ બોલતા સાથે જ હંસલો ઊડી ગયો. પિંજર પડી રહ્યું.
ઇચ્છામૃત્યુ જેવી ઘટના ક્યારેક જ જોવા-સાંભળવા મળતી હોય છે. અનોપચંદભાઈના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મળી શકે તેમ છે. “સંયમ કબ હિ મિલે સસનેહી પ્યારા’ જીવન-મંત્ર બની જાય તો પણ ઘણું.
સારપને ફેલાવીએ વિ.સં. ૨૦૪૨માં દુષ્કાળ પડ્યો ત્યારનો પ્રસંગ છે. કારમાં દુકાળના કારણે માનવો પણ મુશ્કેલીમાં મુકાયા.
મુંગા પશુ-પંખીઓ વેદના કહી ન શકે, પણ જીવદયા પ્રેમીઓ આવા વખતે બેસી થોડા રહે!
ઠેરઠેર પશુઓ માટે કેમ્પ ગોઠવાયા. પંખીઓની સ્થિતિ વિષે પણ ચિંતન ચાલ્યું. બીજાં પંખીઓ દૂર દૂર ચણવા જઈ શકે એટલે પાંચદસ કિલોમીટરમાં પણ ચબૂતરો હોય ત્યાં પહોંચી જાય. પણ મોર આટલે દૂર ઊડીને ન જઈ શકે.
દાનવીર શેઠ દીપચંદ ગાર્ડ વગેરેએ ગામોગામ મોરને દાણા નાંખવાનું આયોજન ગોઠવ્યું.
પણ પંખીઓ કંઈ થોડું સમજે કે આ માત્ર મોર માટેની વિશેષ વ્યવસ્થા છે! બીજાં પક્ષીઓ પણ મોરના દાણાને ચપોચપ ચણી જવા લાગ્યાં.
મોર બિચારા ભૂખ્યા જ રહી જતા. આનો ઉપાય ઊંડા વાસણમાં દાણા નાખવાનો વિચાર્યો. મોરની ડોક અંદર પહોંચે બીજા પંખીઓની ન પહોંચે. ત્યાં બીજી સમસ્યા ખડી થઈ. વાસણમાં ડોક જાય એટલે મોરને આજુબાજુમાંથી આવતી બિલાડી ન દેખાય અને ભાગી ન શકે. પણ જીવદયાપ્રેમીઓ એમ વાત અધવચ્ચે છોડે તેવા ન હતા. આનું પણ સમાધાન શોધી કાઢ્યું.
- પારદર્શક ઊંડા વાસણોમાં દાણા મૂકવામાં આવતા. હવે ચણતાં ચણતાં પણ મોર ચારે બાજુ નજર નાખી શકતા. હવે જીવદયાપ્રેમી કાર્યકરોએ પણ સંતોષનો શ્વાસ લીધો.
સગોભાઈ પણ જ્યારે સગાભાઈનું હડપ કરી લેતો હોય એવા ઘોર સ્વાર્થી વાતાવરણમાં પણ મૂંગા પશુઓની
જિન શાસનનાં માવજત કરતા જીવદયાપ્રેમીઓની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે.
આપણે જ પ્રયત્ન કરીએ તો આપણે પણ કશુંક સારું કરી શકીએ અને જગતમાં સારું જ્યાં જે કરતા હોય તેની અનુમોદના, પ્રશંસા કરતાં રહીએ. સારપને ફેલાવીએ.
ખરાબ તો ઘણું બનતું હોય છે. એના પોસ્ટમોર્ટમ, નિંદા, વિકથામાં સમય ન બગાડીએ. આપ ભલા તો જગ ભલા.
રંગાઈ જાને રંગમાં વાળુકડ ગામના થોભણભાઈઉંમરલાયક થયા પણ સગપણનો મેળ પડ્યો નહીં.
છેવટે ઘણા પ્રયત્ન ઘોઘા જઈ મેળ પાડ્યો. ઘોઘાની લાડી ને વાલકડનો વર! સારી એવી રકમ આપવાનો સોદો કરીને પણ લગ્ન કરી લીધાં.
રકમમાં મોટી થેલી ભરીને રાણી છાપ રૂપિયા આપ્યા. પણ. એમાં રમત કરી. ઉપર તો રાણીછાપ રૂપિયા અને નીચે તાંબાના ઢબુ પૈસાઓથી થેલી ભરેલી હતી.
સસરાને પાછળથી ખબર પડી કે દગો થયો છે. એ પણ કાચી માયા નહોતી. એણે થોભણ ઉપર ઘોઘાની કોર્ટમાં કેસ
કર્યો.
એક દિવસની વાત છે. થોભણભાઈને અમદાવાદ આવવાનું થયું. આખો દિવસ કામકાજમાં ગયો. રાત્રે સામાયિક કરવા ઊજમફઈની ધર્મશાળાએ મિત્ર ચતુરભાઈ જોડે ગયા.
મૂલચંદજી મહારાજ અને અન્ય મુનિરાજો સંથારો કરી સુઈ ગયેલા.
બંને મિત્રો સામાયિક લઈ નવકારવાળી ગણતા હતા એવામાં નજીકમાં કોઈનું મૃત્યુ થયું. રોકકળ ચાલુ થઈ. રામ બોલો ભાઈ રામ ચાલુ થયું.
થોભણભાઈ કહે : ‘જીવન ક્ષણભંગુર છે. દરેકે જવાનું છે. જિંદગીના છેલ્લા સ્ટેશનનું નામ છે મોત !'
ચતુરભાઈ કહે : ‘અલ્યા હવે હોશિયારી કરવી રહેવા દે. બૈરીના મોહમાં તું મુંઝાયો છે. અષ્ટમ્પષ્ટમ કરીને સસરાને ઊઠાં ભણાવી લગ્ન કર્યા છે. તું શું દીક્ષા લેવાનો હતો.”
થોભણ કહે : “અલ્યા ચતુર! હું તો આ લગ્નની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org