________________
૧૧૮
જિનશાસનનાં
ગુરુદેવ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પાસે ૩૯ વર્ષની વયે વિ.સં. ૨૦૨૫માં વતન-અમરેલીમાં દીક્ષા લઈ તેઓશ્રીનું શિષ્યત્વ શોભાવ્યું. દીક્ષા વૈશાખ વદ ૭ના થઈ. એ જ વર્ષે સિદ્ધ ગિરિરાજ ઉપર દાદાની સન્મુખ રંગમંડપમાં પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે જેઠ વદ-૧૧ના વડી દીક્ષા પામ્યા.
સુંદર સંયમનું લક્ષ્ય, ગુર્વાજ્ઞા પાલન, સહાયક બનવાની વૃત્તિ, જયણાની ધગશ, દરેક બાબતમાં ચોકસાઈ ચીવટ અને ઉપયોગપૂર્વક વર્તવાની ટેવના કારણે વિકાસ થતો ગયો. પૂજ્ય ગુરુદેવનો વિશ્વાસ સંપાદન કરી વિવિધ મહાત્માઓ સાથે સંઘાટકરૂપે ઘણાં ચાતુર્માસો કરી તે તે ક્ષેત્રને ઉપકારક બન્યા. એ દ્વારા યોગ્યતાનો વિકાસ થતાં વડીલોએ વડીલ બનાવીને ચાતુર્માસ માટે મોકલવાનો પ્રારંભ કરતાં બુલંદી અવાજમાં શાસ્ત્રીય પ્રવચનો આદિ કરી વિશેષ ઉપકાર કરનારા બન્યા.
પૂજ્ય ગુરુદેવના કાળધર્મ બાદ ગુરુભાઈ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની પણ એવી જ કૃપા પ્રાપ્ત કરી.
વિ.સં. ૨૦૫રમાં શ્રી ભોરોલ તીર્થની ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા બાદ તેઓશ્રીની સંમતિ મેળવી ગુરુબંધુ વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન, પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના સાંનિધ્યમાં રહી અનેક સ્વતંત્ર ચાતુર્માસાદિ કરી જન પ્રતિબોધ કર્યો.
આ દરમ્યાન અનેક પુસ્તકોના સંકલન-સંપાદન કર્યા. ધાર્મિક વહીવટ વિધાન પુસ્તક દ્વારા ધર્મદ્રવ્ય વ્યવસ્થાનું સુંદર સંયોજન કરી આપ્યું. ૭૨ વર્ષની વયે તેઓશ્રીને શિષ્યરત્નની પ્રાપ્તિ થઈ. જે મુનિરાજ શ્રી જિતપ્રજ્ઞવિજયજી મહારાજના નામે તેઓશ્રીની સેવા-સુશ્રુષા કરી જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિશીલ બનેલ છે.
તેઓની વિશેષ યોગ્યતા જોઈ ૭૪ વર્ષની વયે તેમને શ્રી ભગવતી સૂત્રના જોગ કરાવવામાં આવ્યા અને બંને સૂરિવરોએ વિ.સં. ૨૦૬૧ના કાર્તક સુદ ૧૧ના રોજ સુરતમાં તેઓને ગણિ–પંન્યાસપદ અર્પણ કર્યું. ત્યારબાદ પગ વાળીને ન બેસતાં તેમણે શાસન પ્રભાવક સૂરિવરો નામના દળદાર સચિત્ર ગ્રંથનું સંપાદન કાર્ય હાથમાં લીધું અને બે વર્ષ સુધી સખત પરિશ્રમ કરી એનું પ્રકાશન પાર પાડ્યું. વિ.સં. ૨૦૬૭ના પોષ વદ ૧ ના મુંબઈ–વાલકેશ્વરમાં પ્રવચનપ્રભાવક આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે તેમને આચાર્યપદે આરૂઢ કર્યા. ૮૧ વર્ષની વયે વિધિવત આચાર્યપદને પામેલા તેઓશ્રીની સમુદાય સમર્પિતતા, આજ્ઞા નિષ્ઠતા, સંયમેકલક્ષી જીવન આદિ ગુણલક્ષ્મીના સકલ શ્રીસંઘ આનંદપૂર્ણ દર્શન કરવા સોભાગી બન્યો છે.
આજે જૈફ વયે પણ રોજના ૧૫ થી ૨૦ જેટલા કિલોમીટરનો તેઓ મજેથી વિહાર કરે છે અને મુકામમાં સ્વાધ્યાય અને સંધ ઉપયોગી સાહિત્યના સર્જનમાં સમય આપે છે. તેઓશ્રીના સાંસારિક પરિવારમાંથી "t પણ્યાત્માઓ પ્રતિબોધ પામી સંયમની અંદર આરાધના કરી રહ્યા છે. તેઓ ચિરાયુ બને અને નિરોગીપણે સંયમ આરાધના કરી સંઘ ઉપર ઉપકાર કરતા રહે એવી શુભેચ્છા.
પુસ્તકોનું સંપાદન : ૧. ધાર્મિક વહીવટ વિધાન (સાત ક્ષેત્રની વ્યવસ્થા), ૨. જિનભક્તિનું ભેટવું. ૩. સમાધિ સાધના સંગ્રહ, ૪. ચાલો ગુરુ વંદન કરવા જઈએ, પ. શાસન પ્રભાવક સૂરિવરો. | સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના ૧૨૧ શિષ્યમાં તેઓશ્રીનો ૬૪મો નંબર આવે છે. દીક્ષા પર્યાયના ૪૨ વર્ષમાં વધુમાં વધુ વર્ષો નિત્ય એકાસણાં પાંચ પર્વી આયંબિલો જાળવ્યાં છે. પૂજ્યશ્રીને લાખ-લાખ વંદનાઓ.
– સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org