________________
૧૧૪
(૨૭) આ. પરમદેવસૂરિજી
તેઓ વિ.સં. ૧૩૦૦ પછીના કાળમાં થઈ ગયા. જ્ઞાની પુરુષ હતા, સાથે જૈનધર્મના પ્રભાવક. પોતાના જ્ઞાનબળથી દાનેશ્વરી જગરૂશાને જણાવી દીધેલ કે વિ.સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫ના ત્રણ વરસ ઉપરાઉપરી દુકાળ પડશે. માટે જિનશાસનના હિતમાં પ્રજાજનોના કલ્યાણ માટે કાંઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદ વગર સૌને ઉદારતાથી અન્ન-વસ્ત્ર-ઔષધ વગેરેનું દાન કરવું.
ભક્ત શ્રાવક જગશાએ જ્ઞાની ભગવંતના બોલ ઉપર જ ૧૧૨ દાનશાળાઓ ખુલ્લી કરી દીધી, પ્રજા તો ધન સ્વીકારે, પણ રાજા જેવા રાજાઓ પણ તેમની પાસેથી પોતાના પ્રજાજનો માટે દાન લઈ ગયા હતા અને ત્રણ વરસમાં જ આઠ અબજ, સાડા છ ક્રોડ મણ અનાજનું વિતરણ જગડૂશાએ બિનશરતી ખુલ્લા હાથથી કરી જિનશાસનનો જયજયકાર કરાવ્યો હતો. દિલ્હીના બાદશાહ સુધી તો સમાચાર ગયા, પણ સાથે હિન્દુસ્તાન સમગ્રમાં તેમના દાનધર્મનો ડંકો વાગી ગયો. જ્ઞાની ગુરુદેવ વગર આ લાભ કેવી રીતે મળી શકત, એવી શુભ ભાવનામાં તેઓએ પ્રાણ છોડ્યા હતા. દાનથી જ ધર્મની શરૂઆત થાય છે, તે ઉક્તિને સાર્થક કરનાર જગડુશાને જૈન જગત અભિનંદન આપ્યા વગર કેમ રહે? ધન્ય છે પરમદેવસૂરિજીની કરુણા ભાવનાને.
તે પહેલાની અકબરની ક્રૂરતા વિચારણીય છે. કારણ કે વિ.સં. ૧૬૨૦ની સાલમાં ગોંડવાણાની રાણી દુર્ગાવતીને જીતવા કેટલાય સ્ત્રી-પુરુષોને જીવતા મારી નાખેલા, પશુઓ કાપી નાખ્યા હતા. તે જ પ્રમાણે ચિત્તોડના કિલ્લાને સર કરતી વખતે લાખો જીવોની હત્યા કરાવેલ અને કહેવાય છે કે મૃતકોની જનોઈના
જિન શાસનનાં
ઢગલાનું જ વજન ૭૪૬૫ મણ જેટલું હતું. લાહોર નિકટના જંગલમાં પણ લાખથી વધુ પશુ ભેગા કરી શિકાર શોખીન અકબરે બધાય મૂક પ્રાણીઓને એક સાથે રહેંશી નાખ્યા હતા. આગરાથી અજમેર સુધીના માર્ગમાં એક એક કોસની દૂરી ઉપર બંધાવેલ મિનાર ઉપર મારેલા હરણોના તોરણો લટકાવેલા. દરરોજના સવારના નાસ્તામાં જ સવાશેરભર પ્રમાણ ચકલાઓની જીભ તે ખાતો હતો. શિકાર માટે ૫૦૦ ચિત્તાઓ, પાંચ હજાર પાડાઓ ઉપરાંત વીસ હજાર કૂતરાઓ રાખેલા.
Jain Education International
કહેવાય છે કે તે પૂર્વભવમાં મુકુન્દ નામનો તાપસ હતો અને નિયાણા સાથેના મરણથી આવી ધર્મશૂન્ય દશા પામેલ.
આજેય પણ ઉદારમના શ્રાવકોના અભિનંદન થાય છે. રોકાણનું ફરમાન કર્યું. તે યથાયુક્ત કર્તવ્ય છે.
(૨૮) આ. જગદ્ગુરુ હીરસૂરીશ્વરજી
પ્રાચીનકાળમાં તો મંત્ર પ્રભાવક મહાત્માઓનો ઇતિહાસ જોવા મળશે, પણ વર્તમાનકાળમાં જ નિકટના ચારસો વરસો પૂર્વે થયેલ હીરસૂરિજી આ. ભગવંતની જીવનલીલા પણ ચારિત્રિક પ્રભાવે અનોખી વીતી ગઈ છે. ચંપા શ્રાવિકાના છ માસના ઉપવાસના નિમિત્ત બાદશાહ અકબર જેમનો પરિચય પામ્યો તેવા આ. હીરસૂરિજી છેક ગંધારથી વિહાર કરી શિષ્ય પરિવાર સાથે વિ.સં. ૧૬૩૯ જેઠ વદ તેરસના દિલ્હી પધાર્યા.
આવી મિથ્યાત્વ દશાવાળા એક બાદશાહને પોતાના ચારિત્રિકબળથી વશમાં લઈ તેની પાસે જ સંપૂર્ણ ગુજરાત, માલવા, અજમેર, દિલ્હી, ફતેહપુર અને મુલતાન પ્રદેશોમાં દરેક વર્ષે પર્યુષણ મહાપર્વના મળી ૧૨ દિવસ અમારિ પ્રવર્તન કરાવવું અને લાગટ છ માસ સુધી બધાય આજ્ઞાવર્તી પ્રદેશોમાં હિંસા બંધ કરાવવી કે ડાબર મહાસરોવર પાસે લાખ્ખો પક્ષીઓને મુકત કરી છોડી દેવા, ગુનેગારોની સજા માફ કરવી વગેરે કરુણા-અનુકંપાના અનેક કાર્યો કરાવી જિનશાસનનો જયજયકાર કરાવ્યો હતો. તેટલું જ નહીં પણ બાદશાહને પ્રતિબોધી પછી વિહાર સમયે અકબરની વિનંતીથી વરુણદેવના કૃપાપાત્ર શાંતિચંદ્ર ઉપાધ્યાયને અહિંસાધર્મ સંભળાવવા દિલ્હી
ઉપાધ્યાયજીએ પણ અકબરની ક્રૂરતા ખતમ કરી નાખી, તેને વધુ દયાવંત બનાવવા ઇન્દ્રજાળ દ્વારા તેના પિતા હુમાયુ બાદશાહને રાજરસાલા સાથે આવતા દેખાડ્યા હતા. અટકનો કિલ્લો જે જીતાતો ન હતો, તેને ફક્ત ફૂંક મારી ખાઈમાં ધૂળ ભરી, સૈન્યને સ્પંભિત કરી અને કિલ્લાના દરવાજા પણ ત્રીજી ફૂંકથી ખોલી નાંખી ચમત્કાર દર્શન કરાવ્યાં હતાં.
ઉપાધ્યાયશ્રીજીના જ પ્રભાવથી સવાશેર જીભની હિંસાવૃત્તિ બંધ કરનાર, શત્રુંજયની જાત્રા કોઈપણ સોનૈયાના કર લીધા વિના ખુલ્લી કરાવનાર, જજિયાવેરામાં મળનાર ચૌદ ક્રોડની કરવેરાની પણ માફી કરનાર અને છ-છ માસ સુધી અમારિ પ્રવર્તન ચાલુ કરાવનાર આજ અકબરે શિખરજી વગેરે તીર્થોની માલિકીના જે ફરમાનો કાઢી આપેલ છે, તે આજેય પણ સાબિતી સ્વરૂપે મોજૂદ છે. એટલું જ નહીં આજ સમયકાળથી મુસ્લિમ બાદશાહો જૈનધર્મીય અહિંસાપાલનથી ભાવિત થઈ,
For Private & Personal Use Only
www.jainelibrary.org