SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો વડુકર મૂર્તિ તથા આજુબાજુના દેવદેવીઓની મૂર્તિઓ દેડકાની જેમ ઊછળતી-કૂદતી પાછળ પાછળ ચાલવા લાગી. ટસથી મસ ન થઈ શકે એવી બે ભારે દ્રોણીઓ પણ આચાર્યશ્રીના ઇશારે નાચવા કૂદવા લાગી અને મૂળ સ્થાન છોડી નગરના મધ્યભાગ સુધી ખેંચાઈ આવી. દેવી-દેવતાઓની મૂર્તિઓ ખડખડ અવાજ કરી રહી હતી અને લોકો પણ નાના બાળકોની જેમ હેરતભર્યો તમાશો દેખી રહ્યા હતા. અંતે લોકોની ખાસ વિનંતીને માન્ય કરી વ્યંતર અને બીજી-ત્રીજી પ્રતિમાઓને ખપૂટાચાર્યે વિદ્યાબળથી મૂળ સ્થાને ગોઠવી આપી પણ બે દ્રોણીઓને મૂળ સ્થાને લઈ જવા કોઈ પણ અજૈનને આહ્વાન કરી જણાવ્યું, છતાંય કોઈથીયે તે દ્રોણીઓ ન હટી શકી. ચમત્કાર દેખી સૌ આચાર્યશ્રીને નમસ્કાર કરવા લાગ્યા પણ ખપૂટાચાર્યનો ઉદ્દેશ્ય એક જ હતો કે વ્યંતરને બોધ આપવો. તેમાં સિદ્ધિ મળી કારણ કે હવે તે જ વધુકર વ્યંતર પોતે જ જિનશાસનની સેવા અને પ્રભાવના કરવા લાગી ગયો હતો. ગુડશસ્ત્રનું કાર્ય પતાવી ખપૂટાચાર્ય ભરૂચ પાછા વળ્યા ત્યાં સુધીમાં તેમના જ ભાણેજ શિષ્ય જૈની દીક્ષા છોડી બૌદ્ધ ભિક્ષુક બની ગયેલ અને તે પણ વિદ્યાપ્રયોગથી જૈન શ્રીમંતોના રસોડેથી વિદ્યા દ્વારા ભિક્ષા ચોરે છે તેવા સમાચાર મળતાં જ શિષ્યની પરવાહ કર્યા વિના જૈનોના પક્ષમાં ફરી ખડા થયા. આકાશમાં જ શિલા વિકુર્વી શિષ્ય દ્વારા ચોરી થઈ રહેલ વાનગીઓના પાત્રા સાથે અફડાવી દીધી, તેથી પાત્રા ફૂટી ગયા, ખાદ્ય પદાર્થો વેરાઈ ગયા અને શિષ્ય પણ ગુરુની વિદ્યા સામે ન પડતાં ભાગી છૂટ્યો. પણ એક શિષ્યને ગુમાવીને પણ જૈન સંઘ અને શાસનનો થતો અન્યાય અટકાવી પોતા તરફથી વિશુદ્ધ શાસનની પ્રભાવના કરી. તેના મૂળ કારણમાં હતી તેમની ચારિત્રિક આરાધનાનું સૂક્ષ્મ બળ. આજેય પણ આવા જ સિદ્ધ પ્રભાવકો શું જોવા ન મળી શકે? આશાવાદ સેવીએ. સંઘર્ષમાં ઊતરેલા બૌદ્ધોની સ્ખલનાઓ ખુલ્લી પાડી, મિથ્યા પ્રચારને રોકનાર ખપૂટાયાર્યજીને વંદના. (૪) આચાર્ય સુહસ્તિસૂરિજી જેઓ પોતાના ગુરુભાઈ આર્ય મહાગિરિ કરતાં પર્યાયમાં નાના હતા, તથા સાધ્વી યક્ષાની કેળવણીથી મોટા થયા હતા, તેથી પણ બેઉ આચાર્યોની આગળ આર્ય શબ્દ ઉમેરાયો છે. બેઉ Jain Education International ૧૦૧ આચાર્યો એક બીજાથી ઉમ્રમાં ૪૫ વર્ષ નાના-મોટા હતા. તેમાં આર્ય મહાગિરિજીએ તો વિચ્છેદ થયેલ જિનકલ્પની તુલના કરી આત્મધ્યાનદશામાં સારો એવો કાળ વન-વગડામાં પણ સ્વેચ્છાએ વીતાવ્યો, જ્યારે આર્યસુહસ્તિસૂરિજી પોતાના ગુરુદેવ શ્રી સ્થૂલિભદ્રસૂરિજીની જેમ જાહેર જીવન વિતાવતા હતા. એકદા અવન્તીનગરીમાં જીવિતસ્વામીની યાત્રાએ જતાં બેઉ આચાર્યો પધાર્યા અને વિશાળ નગરીના અલગ અલગ સ્થાને મુકામ કર્યો. તે જ નગરીમાં રથયાત્રાના પ્રસંગે યુવરાજ સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાન થયેલ અને પોતાના ઉપકારી ગુરુદેવ થકી પૂર્વભવના ભિક્ષુકપણામાં અડધા દિવસના ચારિત્રજીવનની ગાઢ અનુમોદનાના પ્રભાવે પોતે સમ્રાટ બન્યા છે તેવો ખ્યાલ આવી જતાં આર્યસુહસ્તિસૂરિજીને જીવનનું સમર્પણ કરી દીધું. ઇતિહાસ કહે છે કે જૈનધર્મનો દૃઢતાથી સ્વીકાર કર્યા પછી સમ્રાટ સંપ્રતિએ સામંતોથી લઈ રાજકુમારો, રાજકુમારીઓ અને રાજરાણીઓને પણ દીક્ષા અપાવી દૂરસુદૂર ધર્મપ્રચારાર્થે મોકલેલા. અવન્તીપતિ સંપ્રતિરાજ દ્વારા હિન્દુસ્તાનના મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, માલવા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ ઉપરાંત કર્ણાટક, રાજપૂતાના જેવા પ્રાંતો સુધી અને વિદેશોમાં તો ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર દૂરના દેશો સુધી જૈનશાસનની પ્રભાવના થવા પામેલ. આર્ય સુહસ્તિસૂરિજીનો પાવન પરિચય અને પવિત્ર નિશ્રા કેવી ફળી કે પોતાના જીવનમાં સવાક્રોડ જિનબિંબો ભરાવ્યાં અને સવાલાખ નૂતન જિનાલયો બનાવી સમ્રાટ સંપ્રતિએ જિનશાસનને એક આદર્શ ઊંચાઈ અપાવી દીધી. પ્રભુ મહાવીરદેવના નિર્વાણ પછી દર્શનપદની આવી અનુપમ આરાધના કરનાર બીજા કોઈ રાજવી થયા નથી કે થવાના નથી અને અત્રે નોંધનીય છે કે સમ્રાટ સંપ્રતિના સમયકાળની નિકટમાં જ સિંહલદ્વીપની રાજકુંવરી સુદર્શના ભરૂચના અશ્વાવબોધ તીર્થથી અણસણ મરણ પામી દેવલોકની દેવી બની હતી. આજેય પણ અનાર્યદેશોમાં જિનશાસનની જે જે જયપતાકાઓ ફરકાતી જોવા મળે છે, તેનો પરમ શ્રેય આર્યસુહસ્તિસૂરિજીની કુનેહ દૃષ્ટિને જાય છે. વિદેશમાં રહેલા જૈનોએ તો આ બાબત ગૌરવ લઈ દૂર છતાંય આર્યભૂમિ જેવી સાધના કરવા હાલે ઘણી અનુકૂળતાઓ છે. ઉજ્જૈનના નિવાસી ભદ્રા શેઠાણીના For Private & Personal Use Only પુત્ર www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy